SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્રના સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ, અચ્યુત—આ દસ કલ્પાપપન્ન વૈમાનિક દેવ સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી પ્રવીચાર અર્થાત્ મૈથુનસેવન કરે છે. ૨૬૦ સનત્યુમાર અને માહેન્દ્ર કલ્પમાં દેવિઓ પોતાના દેવાને-મૈથુન-સુખના અભિલાષી જાણીને તથા પેાતાના તરફ આદર ઉત્પન્ન થયે। સમજીને વગર ખેલાવ્યે . જ સ્વય' ઉપસ્થિત થઇ જાય છે. બ્રહ્મલોક ને લાન્તક કલ્પમાં દેવિએ જ્યારે પેાતાના દેવાને મૈથુનસુખના ઈચ્છુક જાણે છે ત્યારે તે જાતે હાજર થઇને પેાતાના દિવ્ય સર્વાં ́ગસુન્દર હાવ-ભાવ-વિલાસ-ઉચ્છ્વાસથી પૂણ પરમ મનેહર વેષ-પરિધાન તથા સૌન્દર્યને પ્રદર્શિત કરે છે. તેને જોઇને દેવોની કામપિપાસા શાન્ત થઈ જાય છે તેમજ તેએ ઘણા પ્રેમના અનુભવ માણે છે. મહાશુષ્ક અને સહસાર કલ્પના દેવાને જ્યારે કામવાસના ઉત્પન્ન થાય છે તે તેમની નિયાગિની દેવિએ આ જાણીને કાનાને સુખ પહોંચાડનાર એવા મનેહર સંગીતનું ગાન કરે છે. સંગીતશબ્દ તથા તેમના નુપૂર-મંજરી વગેરે અલંક રેના શબ્દોને સાંભળીને અને મધુર હાસ્ય-ઉલ્લાસથી પરિપૂર્ણ વચનાને સાંભળીને તે દેવ તૃપ્ત થઇ જાય છે. અને તેમની કામેચ્છા શાંત થઇ જાય છે. આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કામાં સ્થિત દેવ કામભોગના અભિલાષી થઈને પેાતાની દેવિઓના સંકલ્પ-ચિન્તન કરે છે. દેવિએના સંકલ્પ કરવા માત્રથી જ તેએ પરમ પ્રીતિ પ્રાપ્ત કરી લે છે અને કામતૃપ્તિનો અનુભવ કરે છે. આ દેવ અદૈવિક અને સપ્રવીચાર કહેવાય છે. આનાથી ઉપર—ત્રૈવેયકા અને અનુત્તર વિમાનેાના દેવ કામભોગની ઈચ્છાથી પર હાય છે. તેમના ચિત્તમાં દેવિઓના સ’કલ્પ પણ ઉર્દૂભવતા નથી તેા પછી કામ વગેરેથી પ્રવીચાર કરવાના તા પ્રશ્ન જ કયાં રહે છે ? વેદમેહનીયનુ ઉપશમન થઈ જવાથી તેઓ એટલા તે સુખીયા હાય છે કે કામસેવનની ઇચ્છા જ તેમના મનમાં ઉઠતી નથી. રૂપ, રસ, સ્પર્શાદિ પાંચ પ્રકારના વિષયનુ સેવન કરવાથી જે સુખ ઉત્પન્ન થાય છે તેની અપેક્ષા તેમને અસ`ખ્યગણા સુખના અનુભવ થાય છે તે પરમસુખમાં તેએ સતુષ્ટ રહે છે આ રીતે તે કલ્પાતીત દેવ આત્મસમાધિજનિત સુખને ઉપભેગ કરતા રહે છે તેમને જે સુખાનુભવ થાય છે તે આ સંસારમાં અન્યત્ર અત્યન્ત દુર્લભ છે આ કારણથી તેઓ ઇન્દ્રિયજનિત સ્પર્શ શબ્દ આદિ વિષયેાના સુખની અપેક્ષા કરતાં નથી અને હંમેશા તૃપ્ત રહે છે. પ્રજ્ઞાપના સૂત્રના ૩૪માં પદમાં પ્રવીચારણાના વિષયમાં કહ્યુ છે પ્રશ્ન—ભગવન્ ! પ્રવીચારણા (કામસેવન) કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ઉત્તર—ગૌતમ ! પાંચ પ્રકારની કહેવામાં આવી છે--કાયપરચારણા, પ પરિચારણા, રૂપપરિચારણા, શબ્દપરિચારણા અને મનઃ પરચારણા. “ભવનવાસિ, વાનવ્યન્તર, જ્યાતિષ્ઠ સૌધમ તથા ઈશાન કલ્પમાં દેવ કાયાથી પિરચારણા કરે છે; સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પાનાં દેવ સ્પર્શીથી પરિચારણા કરે છે, બ્રાલેાક અને લાન્તક કામાં રૂપથી પરચારણા થાય છે,
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy