SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ તત્ત્વાર્થસૂત્રને અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનવાસીઓમાં બે-બે ઇન્દ્ર છે, કિન્નર આદિ આઠ પ્રકારના વાનચન્તામાં પણ બે-બે ઈન્દ્ર છે. અસુરકુમારોમાં ચમર અને બલિ નામના બે ઈન્દ્ર છે નાગકુમારોમાં ધરણ અને ભૂતાનંદ નામક બે ઈન્દ્ર છે. વિઘુકુમારમાં હરિ અને હરિસહ સુવર્ણકુમારેમાં વેણુદેવ અને વેણુદાલી, અગ્નિકુમારોમાં અગ્નિશિખ અને અગ્નિમાણવ. વાયુકુમારોમાં વેલમ્બ અને પ્રભંજન, દ્વીપકુમારોમાં પૂર્ણ અને વિશિષ્ટ, ઉદધિકુમારોમાં જલકાન્ત અને જલપ્રભ, દિકુમારોમાં અમિતગતિ અને અમિતવાહન નામના ઈન્દ્ર છે. સ્વનિતકુમારેમાં ઘોષ અને મહાઘેષ નામક બે ઈન્દ્ર છે. વનવ્યન્તરોમાં–કિન્નરેમાં કિન્નર અને જિંપુરૂષ, કિપુરૂષમાં પુરૂષ અને મહાપુરુષ મહારગોમાં અતિકાય અને મહાકાય ગધેમાં ગીતરતિ અને ગીતયશ, યક્ષેત્રમાં પૂર્ણભદ્ર અને મણિભદ્ર રાક્ષસોમાં ભીમ અને મહાભીમ ભૂતેમાં પ્રતિરૂ૫ અને અતિરૂપ તથા પિશામાં કાળ અને મહાકાળ નામના બે ઈન્દ્ર છે. તિષ્કમાં—ચન્દ્ર, સૂર્ય અને ગ્રહ આદિમાં ચન્દ્ર અને સૂર્ય નામના બે ઇન્દ્ર છે અને સૂર્ય ઘણું જ છે આથી જાતિવાચક બે ઈન્દ્ર છે. | કલ્પપપન્નક વૈમાનિકોમાં પ્રત્યેક કલ્પમાં એક-એક ઈન્દ્ર છે. સૌધર્મ શક, અશાનમાં ઈશાન સનકુમારમાં સનકુમાર, મહેન્દ્રમાં મહેન્દ્ર, બ્રહ્મલેકમાં “બ્રહ્મ લાન્તકમાં લાન્તક, મહાશુક્રમાં મહાશુક, સહસારમાં સહસાર આનત–પ્રાણુત નામક બંને કલ્પોમાં એક પ્રાણત આરણ અને અચુત કલ્પોમાં એક અશ્રુત નામક ઈદ્ર છે. અશ્રુતકલ્પથી આગળ નવ યુકેમાં અને પાંચ અનુત્તર-વિમાનમાં ઈન્દ્ર આદિના ભેદ નથી, તેઓ કલ્પાતીત છે. ત્યાંના બધાં દેવ સ્વતંત્ર હવાથી અહમિંદ્ર છે અને પ્રાયગમનઆગમનથી રહિત છે. આમતેમ આવાગમન કરતાં નથી. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે— બે અસુકુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે. રામર અને બલિ. બે નાગકુમાર કહેવાયા છે. ધરણ અને ભૂતાનન્દ બે સુવર્ણકુમારે કહેવામાં આવ્યા છે–વેણુદેવ અને વેણુદાલી બે વિઘકુમારેદ્ર કહેવામાં આવ્યા છે––હરિ અને હરિસહ બે અગ્નિકુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે. અગ્નિશિખ અને અગ્નિમાણવ. બે દ્વીપકુમારેન્દ્ર પૂર્ણ અને વિશિષ્ટ. બે ઉદધિકુમારે છે– જલકાન્ત અને જલપ્રભ. બે દિશાકુમારેન્દ્ર અમિતગતિ અને અમિતવાડન, વાયુકુમારેના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે–વેલમ્બ અને પ્રભંજન સ્વનિતકુમારના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે. ઘોષ તથા મહાઘેષ વનવ્યંતરોમાં પિશાચના બે ઈન્દ્ર છે. કાળ અને મહાકાળ; ભૂતના બે ઈદ્ર છે. સુરૂપ અને પ્રતિરૂપ, ચના બે ઇન્દ્ર છે. પૂર્ણભદ્ર અને માણિભદ્ર; રાક્ષસે ના બે ઈન્દ્ર છે ભીમ અને મહાભીમ; કિન્નરોના બે ઈદ્ર છે. કિન્નર અને જિંપુરૂષ; કિંગુરૂષોના બે ઈદ્ર છે. પુરૂષ અને મહાપુરૂષ; મહાગોના બે ઈદ્ર છે. ગીતરતિ અને ગીતયશ. રપા “વળતા જેવા વિવિ' ઈ-યાદિ સત્રાર્થ—ઈશાનક૫ સુધીના દેવ કાયાથી પરિચારણા કરે છે, અયુતકલ્પ સુધીના દેવ સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી પરિચારણ કરે છે, કલ્પાતીત દેવ પરચારણ સહિત હેય છે. | ૨૬ છે
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy