SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ તત્ત્વાર્થ સૂત્રા થાય છે તેને કાય કહે છે. કાયના અથ શરીર છે. સ`વેગ અને નિવેદને વધારવા માટે જગત અને શરીરના સ્વરૂપનું વારવાર ચિ'તન કરવું જરૂરી છે. ૫ ૧૫ । તત્વા નિયુકત—આની પહેલાં હિસાપરિત્યાગ આદિ પાંચે વૃત્તાની દૃઢતા માટે પાંચ મહાવ્રત આદિ માટે સાધારણ મૈત્રી વગેરે ભાવનાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યુ હવે હિંસા આદિ અશુભ નવીન કર્મબંધનની નિવૃત્તિમાં તત્પર પંચમહાવ્રતધારી સાધુઓની ક્રિયાવિશેષના પ્રણિધાનના હેતુ માટે અન્ય ભાવનાઓનુ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ— પંચમહાવ્રતાદિના ધારણ કરનારા જીવ સર્વંગ તથા નિવેદ માટે જગતના અને શરીરના સ્વરૂપનુ ચિન્તન કરે, અર્થાત્ સંવેગને માટે જગતના સ્વભાવનું અને નિવેદન માટે શરીરના સ્વભાવનું ચિંતન કરે. સંસારની પ્રતિ કાયરતા હાવી સંવેગ છે અર્થાત્ જુદા જુદા પ્રકારના ઉચ્ચ તથા નીચ પ્રાણીઓના જન્મ, મરણુ ઘડપણુ દુઃખ કલેશ અને કવિપાકથી પરિપૂર્ણ` સંસારના ત્રાસના વિપાક કરવા તે જ સંવેગ છે. વૈરાગ્યને નિવેદ કહે છે. એના આશય છે શરીરની સજાવટ-શ ́ગાર વગેરે ન કરવા. આગળ પર કહેવામાં આવનારા ક્ષેત્ર વાસ્તુ આદિ દશ પ્રકારની બાહ્ય ઉપષિમાં અને રાગ દ્વેષ વગેરે ચૌદ પ્રકારની આન્તરિક ઉષધિમાં આસક્તિ મમતા ન હોવી. કહેવાને ભાવાથ એટલે જ છે કે નિભિતારૂપ આત્માનુ પરિણામ નિવેદ કહેવાય છે. વહાલી વસ્તુના વિયેાગ થઈ જવા, ન ગમતી વસ્તુના સચાણ થવા મનગમતી વસ્તુ ન મળવી, ગરીબાઈ હાવી, કમનસીબી હેાવી, દુનસ્કતા હોવી, વધ, અન્ધન, આરોપ, અસમાધિ તથા દુ:ખનો અનુભવ થવા એવા જગતના સ્વભાવ છે. સંસારના સર્વ સ્થાન નાશવંત છે. ફ્રાઈ પણ જીવ અથવા અજીવને એવા કઈ જ પર્યાય નથી જે કાયમી હોય. ધર્મ અને ધર્મ આદિ સઘળાં દ્રવ્ય પરિણમનશીલ છે. તેમનામાં નિરન્તર પરિવર્તન થતાં રહે છે. ભૂતકાળમાં એકે-એક દ્રવ્યની અનન્ત અવસ્થા થઈ ચુકી છે અને આ ક્રમ એક પળવાર પણ કયારેય અટકતા નથી આવી રીતે ધમ આદિ છ એ દ્રવ્યામાં પરિણતિ નિત્યતાની ભાવના કરે, અર્થાત્ એવા વિચાર કરે કે આત્મદ્રશ્ય અજર અમર અવિનાશી અને નિત્ય હોવા છતાં પણ પર્યાય ની અપેક્ષાથી ક્ષણે ક્ષણે રૂપાન્તરિત થતાં રહે છે કેાઈવાર દેવતા કોઇવાર મનુષ્ય તા વળી કોઇવાર તિર્યંચ અને નારકીના પાંચાને ધારણ કરે છે અને ત્યાં વિવિધ પ્રકારની આધિ વ્યાધિ એ ઉપાધિ-ત્રિવિધ તાપાને–ભગવે છે. આ જ પ્રમાણે અન્ય દ્રવ્યાની નિત્યાનિત્યતાનું પણ ચિન્તન કરે. કાયાના સ્વભાવને આ પ્રકારે વિચાર કરે-માતા અને પિતાના રજ અને વીર્ય જ્યારે મિશ્રિત થાય છે ત્યારે તે ગજ પ્રાણિઓના રૂપમાં પરિણત થઈ જાય છે. સમૂમિ અને ઉપપાત જન્મવાળા જીવાના શરીર ઉત્પત્તિક્ષેત્રમાં રહેલા પુદ્ગલસ્કન્ધોને ગ્રહણ કરવાથી નિર્મિત થાય છે તે શરીર વિવિધ આકારો તેમજ અશુભ પરિણમનવાળા હોય છે તેમનામાં અપચય અને ઉપચય અર્થાત વિયેાગ અને મિલન થતાં રહે અને તે સઘળાં વિનશ્વર હાય છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy