SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ તત્વાર્થસૂત્રને જેવી રીતે ખરજવું થયું હોય તે પુરુષ અજ્ઞાનાશ, ખજવાળવાથી થતાં દુઃખને પણ તે સમયે સુખ માની લે છે તેવી જ રીતે મૈથુન સેવન કરનારા પણ મોક્ષના વિરોધી તેમજ અનન્તાનન્ત સંસાર પરિભ્રમણનાકારણે, આપાતરમણીય ભેગે-દુઃખને પણ સ્પર્શ સુખ સમજી બેસે છે. આમ મૈથુનમાં દુઃખની ભાવનાથી જેનું ચિત્ત ભાવિત થાય છે તે મિથુનથી મુક્ત થાય છે. આ પ્રકારે જ દ્રવ્ય વગેરે પર મમત્વ ધારણ કરનાર મનુષ્ય ધન પ્રાપ્ત ન થાય તે તે મેળવવાની લાલસા કરે છે, પ્રાપ્ત થઈ જાય તો તેના રક્ષણ કરવાનું દુઃખ ભેગવે છે અને નષ્ટ થઈ જાય તો શેકજનિત દુઃખને ભાગી થાય છે વસ્ત્ર આદિ વસ્તુઓને મેળવવાની અભિલાષા થાય અને તે પ્રાપ્ત ન થઈ શકે તે દુઃખનો અનુભવ થાય છે કદાચીત તેની પ્રાપ્તિ થઈ જાય તે રાજા, ચેર, અગ્નિ, ભાગીદાર અને ઉંદરો વગેરેથી તેને બચાવવા માટે હમેશાં સજાગ રહેવું પડે છે. આ રીતે ઉદ્ગ જન્ય દુઃખને અનુભવ કરવો પડે છે જ્યારે રક્ષણ કરતાં કરતાં પણ તે પરિગ્રહ ચાલ્યા જાય છે તે તેના વિગથી ઉત્પન્ન થનાર અસહ્ય શેકરૂપી અગ્નિ તેને અત્યન્ત સન્તપ્ત બનાવે છે. આમ પરિગ્રહ પ્રત્યેક અવસ્થામાં દુઃખરૂપ જ છે જે આવી ભાવના ભાવે છે તે પરિગ્રહથી વિમુખ થાય છે. - પૂર્વોક્ત પ્રકારથી પ્રાણાતિપાત, અસત્યભાષણ, તેય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં દુઃખ જ દુખ છે એવી ભાવના ભાવનાર વ્રતીને પાંચે વ્રતોમાં દૃઢતા ઉત્પન્ન થાય છે. સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના બીજા ઉદ્દેશકના સૂત્ર ૨૮૨ માં કહ્યું છે – સંવેગિની અર્થાતુ વૈરાગ્યવર્ધક કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે—(૧) ઈહલેક સંવેગિનિ (૨) પરલેકસંવેગિની (૩) આત્મશરીરસંવેગિની અને (૪) પરશરીરસંગિની નિર્વેદિની કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) આ લેકમાં દુર્ણ કર્મ આ લેકમાં દુઃખરૂપ ફળ-વિપાકથી સંયુક્ત હોય છે. (૨) આ લેકમાં દુશ્ચીણું કર્મ પરલેકમાં દુઃખરૂપ ફળ-વિપાકથી સંયુક્ત હોય છે (૩) પરલોકમાં દક્ષીણ કર્મ આ લેકમાં દુઃખરૂપ ફળવિપાકથી સંયુક્ત હોય છે (૪) પરલેકમાં દુર્ણ કમ પરલોકમાં દુઃખરૂપ ફળવિપાકથી સંયુકત હોય છે. (૧) આ લેકમાં સુચીર્ણ કર્મ આ લેકમાં સુખરૂપ ફળવિપાકથી સંયુકત હોય છે અર્થાત સુખરૂપ ફળ પ્રદાન કરે છે. (૨) આ લોકમાં સુચીણું કર્મ પરલોકમાં સુખરૂપ ફળ પ્રદાન કરે છે વગેરે ચારેય ભંગ પૂર્વવત સમજવા અર્થાત પલકમાં સુચીણું કર્મ આ લેકમાં સુખરૂપ વિપાકથી સંયુક્ત હોય છે અને પરલોકમાં સુચીણું કર્મ પરલોકમાં સુખરૂપ ફળવિપાકથી સંયુક્ત હોય છે. આ બંને ભંગ પણ સમજી લેવાની જરૂર છે. જે કથા સંવિને અર્થાત સંસારની અસારતા પ્રદર્શિત કરીને મોક્ષની અભિલાષા ઉત્પન કરે તે સંવેગની અથવા સંવેદિની કથા કહેવાય છે. જેવી રીતે રાજકુમારી મલ્લીએ પિતાની ઉપર અનુરાગી છ રાજાઓને સંસારની અસારતા બતાવીને તેમનામાં મેક્ષની અભિલાષા ઉત્પન્ન કરી દીધી હતી-વળી કહ્યું પણ છે— જે કથાના સાંભળવા માત્રથી મેક્ષની અભિલાષા ઉત્પન્ન થઈ જાય છે તે સંવેદિની કથા કહેવાય છે જેમ મલ્લીકુમારીએ છ રાજાઓને પ્રતિબંધ આવે તેમ ૧
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy