SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪ પાપાચાર કરવાથી ચતુગંતિજમણનું કથન સૂ. ૧૩ ૨૫૧ તરે છે. પરલેકમાં નારકી સંબંધી તીવ્ર યાતનાઓ તેને ભોગવવી પડે છે. દુનિયા લાલચુ કહીને તેની નિન્દા કરે છે આથી પરિગ્રહથી ફારેગ થઈ જવું જ કલ્યાણકારી છે. આ જાતની ભાવના કરવાથી જીવ પરિગ્રહથી નિવૃત્ત થઈ જાય છે. લેભના અંગ જેવી આ જે તૃષણ રૂપી ડાકણ છે, એને તાબે થઈ જનાર પુરુષે કઈ પ્રકારના અનર્થોની ફિકર કરતાં નથી ! તેમને આમાં કઈ અનર્થ જ દેખાતું નથી. લેભાગ્રસ્ત માનવી ધન કાજે પોતાના પિતાના પણ પ્રાણ હરી લેવાથી ખચકાતો નથી અરે તે પિતાની જનેતાને પણ મારે છે અરે મારી નાખે છે પોતાના દિકરાને વધ કરવા પણ તત્પર થઈ જાય છે. એક માતાના ખેળિએ જન્મેલા સગા ભાઈને પણ નાશ કરવાનો વિચાર કરે છે. આ માટે વિશેષ શું કહી શકાય; પિતાની પ્રાણવલ્લભા પત્નીના પ્રાણે પણ હરી લેવાની હદ સુધી જાય છે અને આવી જ જાતના અન્યાય અનર્થો પણ કરવામાં સંકોચ અનુભવતા નથી. તેથી મનુષ્ય કાર્ય અને અકાર્યને કશું જ ગણતું નથી. આ રીતે જે પુરુષ લેભજન્ય અનર્થોનું ચિંતન કરે છે તે પરિગ્રહથી વિરત થઈ જાય છે. આ સિવાય એવી ભાવના પણ ભાવવી જોઈએ કે આ હિંસા આદિ પાંચે પાપ દુઃખ સ્વરૂપ જ છે. જેમ હિંસા આદિ પાંચે દુઃખજનક હોવાના કારણે મને અપ્રિય છે તેવી જ રીતે અન્ય સઘળાં પ્રાણિઓને પણ વધ, બન્ધન છેદન ભેદન આદિથી થનારી હિંસા આદિ અપ્રિય છે. આવી રીતે પિતાના સ્વાનુભવથી જે હિંસાને દુઃખમય વિચારે છે, તે પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થઈ જાય છે. એવી જ રીતે જેમ અસત્યભાષણથી મને મહાન દુઃખ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે સમસ્ત પ્રાણિઓને અસત્યભાષણથી તથા મિથ્યાદિષારોપણુ આદિથી ઘેર કષ્ટ પહોંચે છે. આ જાતને વિચાર આ જ લેકને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. - અસત્યભાષી પુરુષ મૃત્યુની પછી જ્યાં જન્મ ધારણ કરે છે ત્યાં તેને અસત્ય ભાષણ, મિથ્યા દોષારોપણ વગેરેને એવી જ રીતે પ્રતિકાર કરવો પડે છે જે તેને જ જાતે કર્યો હતા. આથી તેને મહાન દુઃખને અનુભવ કરવું પડે છે. આવી જાતની ભાવના સેવનાર મિથ્યાભાષણથી નિવૃત્ત થઈ જાય છે જેવી રીતે ચારલુંટારાઓ દ્વારા અગાઉ મારા ધનના અપહરણથી મને દુઃખ થયું હતું તેવી રીતે જ અન્ય જીને પણ તેમના ધનનું અપહરણ થવાથી દુઃખ થાય છે આ જાતના આત્માનુભવના આધારે જે પુરુષ ભાવના ભાવે છે તે અદત્તાદાનથી નિવૃત્ત થઈ જાય છે. આવી જ રીતે જે વ્યક્તિ મૈથુનને રાગ-દ્વેષના મૂળ તરીકે, હિંસા વગેરેની દુઃખજનક તથા લેક અને સમાજમાં ધિક્કાર-પાત્ર હોવાના કારણેને દુઃખજનક રૂપે હોવાની ચિંતવાણું કરે છે તે મિથુનથી વિમુખ થઈ જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા રાખનારા કર્મોના ક્ષપશમ આદિ આત્યન્તિક સુખ ઉત્પન્ન કરવામાં સમર્થ થતાં નથી તે તે થોડા સમય માટે દુઃખને પ્રતિકાર માત્ર કરે છે આથી મૂઢ જેને તે અવસ્થા-વિશેષને, દુઃખરૂપ હોવા છતાંપણ સુખમય માને છે,
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy