SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને અગર ચમક કહે છે. તે પણ પગલિક છે. છત્રી આદિન નિમિત્તથી પ્રતિનિયત દેશમાં પ્રકાશના રેકાવાથી ઉત્પન્ન થનારી છાયા પણ પગલિક છે. તે દર્પણ આદિના સંસ્થાન રૂપ પણ હોય છે. - સૂર્યના નિમિત્તથી ઉત્પન્ન ઉષ્ણ પ્રકાશને આતપ કહે છે તે પણ પુદ્દગલાત્મક જ છે. અન્ય બે પ્રકારનાં છે–પ્રાયોગિક અને વૈઋસિક. પુરુષના પ્રયત્નથી ઉત્પન્ન થનારા પ્રાયગિક બંધ બે પ્રકારના છે અજીવ વિષયક અને જીવાજીવ વિષયક. લાખ અને લાકડીનું બંધન અજીવવિષયક છે. જીવાજીવવિષયક બન્ધ જીવની સાથે કર્મ અને કર્મને હોય છે. જે બંધમાં કઈ પુરુષના પ્રયોગની અપેક્ષા હોતી નથી તે સ્વાભાવિક બંધ કહેવાય છે. પૈસસિક (સ્વાભાવિક) બંધ ચીકાસ અને લુખાપણના કારણે થાય છે. વિદ્યુત, ઉલ્કા જળધારા, અગ્નિ અને ઈન્દ્રધનુષ્ય વગેરે તેના દૃષ્ટાંત છે. આ વધા પ્રકારના બન્ધ પદ્ગલિક સમજવા જોઈએ. | સૂક્ષ્મત્વ બે પ્રકારના છે અન્ય અને અપેક્ષિક અન્ય સૂક્ષ્મત્વ પરમાણુમાં હોય છે. આપેક્ષિક વેલ, આંબળા બેર વગેરેમાં. આ બંને જાતના સૂફમત્વ પુદ્ગલના જ વિકાર છે. એવી જ રીતે બાદરત્વ અર્થાત્ સ્થૂલતાના પણ બે ભેદ છે અન્ય અને અપેક્ષિક અન્ય બાદરત્વ સમગ્ર લેકવ્યાપી મહાત્કંધમાં છે. આપેક્ષિક બાદર– બેર, આમળા, બિલ્વ, તાલફળ વગેરેમાં હોય છે. આ બંને પ્રકારના બાદરત્વ પણ પૌગલિક છે. - આકૃતિ અગર આકારને સંસ્થાન કહે છે તેના પણ બે ભેદ છે ઈત્થસ્થ અને અનિઘંસ્થ. જે આકારના વિષયમાં કહી શકાય કે આ એવું છે તે ઈત્થસ્થ આકાર કહેવાય છે. વર્તુળ, ત્રિકોણ ચતુષ્કણુ, દીર્ઘ પરિમંડપ વગેરે આકાર ઈત્થસ્થ સંસ્થાનના અન્તગત છે. જે આકારમાં કઈ પ્રકારની નિયતતા ન હોય અને જેને પૂર્વોક્ત કેઈ આકારની સંજ્ઞા ન દઈ શકાય તે અનિઘંસ્થ આકાર કહેવાય છે તે મેઘ વગેરેમાં અનેક પ્રકારથી દેખાય છે. આ બંને પ્રકારના સંસ્થાન વિદ્ગલિક છે. 'ભેદના પાંચ પ્રભેદ છે (૧) ઉત્કરભેદ (૨) ચૂર્ણભેદ (૩) ખન્તભેદ (૪) ચૂર્ણિકાભેદ (૫) પ્રતરભેદ કરવત વગેરેથી લાકડાં વગેરેને ચીરવા તે ઉત્કર ભેદ, ઘઉં વ વગેરેને દળીને લેટ બનાવ ચૂર્ણ ભેદ. ઘટ, પટ આદિના ટુકડે ટુકડા થવા તે ખ...ભેદ છે. અડદુ મગ વગેરેને ઝીણે ચૂર થવો ચૂર્ણિકાભેદ અશ્વપટલ વગેરેના પડ ના પડ જુદા થવા પ્રતરભેદ છે. - આ રીતે શબ્દ આદિ પૂર્વોક્ત બધા પુદ્ગલ દ્રવ્યના વિકાર છે. સૂત્રમાં પ્રયુક્ત “એ” શબ્દથી પ્રેરણા અભિધાન. આદિ આગમ ઉક્ત પુદ્ગલ દ્રવ્યના પરિણામને ગ્રહણ કરી લેવા જોઈએ. - આ કારણથી શબ્દ ભલે ધાન્યાત્મક હોય, ભલે વર્ણાત્મક તે પુદ્ગલને જ પરિણામપચ છે મૂર્ત હોવાના કારણે તેને પુદ્ગળદ્રવ્યનું પરિણામ સમજવું જોઈએ. અને શબ્દ મૂર્ત છે કારણ કે તે અન્ય દ્રવ્યોમાં વિકાર ઉત્પન્ન કરવામાં સમર્થ છે જેમકે પિપળે વગેરે. - શંખ વગેરેને અત્યંત તીવ્ર શબ્દ કાને બહેરા કરી દે છે. અમૂર્ત આકાશ આદિમાં એવું સામર્થ્ય હઈ શકતું નથી એવી જ રીતે શબ્દ મૂર્ત છે કારણ કે પર્વતથી ટકરાયેલા પથ્થરની જેમ પાછા ફેંકાય છે. પ્રતિધ્વનિત થાય છે ! આપની જેમ દ્વારનું અનુસરણ કરે
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy