SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને આવી રીતે જે ઘણા દીર્ઘકાલિક આયુષ્ય ઝેર, અગ્નિ, પાણી, ફસા વગેરે કારણોથી અલ્પકાલિક થઈ જાય છે તે સેપક્રમ-અપવર્ય આયુષ્ય કહેવાય છે પરંતુ પૂર્વોકત કારણથી જે દીર્ઘકાલીન આયુષ્ય અલ્પકાલીન થતું નથી તે નિરૂપક્રમ કહેવાય છે તેને અપવિત્યે આયુષ્ય પણ કહે છે કે ૪૧ છે તત્વાર્થનિર્યુકિત–નરક તિર્યચ, મનુષ્ય અને દેવગતિ રૂપ સંસારમાં આયુષ્યની સ્થિતિ શું વ્યવસ્થિત છે ? અથવા શું અકાળ મરણ પણ થાય છે ? આ જાતની શંકા થવાથી કહે છે– આયુષ્ય બે પ્રકારનાં હેય છે–અપવર્તનીય અને અનપવર્તનીય-અનાવર્તનીય આયુષ્યનાપણ બે પ્રકાર છે–પક્રમ અને નિરૂપકમ. જે આયુષ્ય ઉપક્રમણ અથવા ક્ષયવાળું હોય તે સેપક્રમ કહેવાય છે. લાંબા સમય સુધી ભેગુ આયુષ્ય જે કારણ વિશેષથી –અધ્યવસાન વગેરે નિમિત્તથી અલ્પકાલીન થઈ જાય છે તે કારણ ઉપક્રમ કહેવાય છે, તેને સ્વલ્પકરણ અથવા પ્રત્યાસનીકરણ પણ કહી શકાય કારણકે તેનાથી આયુષ્ય સ્વલ્પ થાય છે અથવા તેનો અંત નજીકમાં આવી જાય છે. જે આયુષ્ય આ પ્રકારના ઉપકમથી સહિત હોય તેને સપક્રમ આયુષ્ય કહે છે. જે આયુષ્યમાં ઝેર, અગ્નિ જળસમાધિ વગેરે ઉપક્રમ લાગુ ન થઈ શકે તે નિરૂપકમ કહેવાય છે ત્યાં અધ્યવસાન વગેરે કારણ હોતા નથી. શંકા--જેવી રીતે દીર્ધકાળની સ્થિતિવાળું આયુષ્ય કારણ મળવાથી અલ્પકાલીન થઈ જાય છે તેવી જ રીતે શું અલ્પકાલીન આયુષ્ય રસાયણ વગેરેના સેવનથી વૃદ્ધિ પ્રાપ્ત કરી દીર્ઘકા. લીન પણ થાય છે. ? સમાધાન -જે આયુષ્ય દીર્ઘકાલીન રૂપે બંધાયેલું નથી એવા અલ્પ આયુષ્યની વૃદ્ધિ થવી શક્ય નથી. હકીક્ત એ છે કે પૂર્વ જન્મમાં જે આયુષ્ય જેટલું બંધાયું હોય આગલા જન્મમાં તે બધું ભેગવવું જ પડશે. તેમાં કઈ ઘટાડે અગર તે વધારે થતો નથી. માત્ર ઝેર, શસ્ત્ર વગેરે કારણ ઉપસ્થિત થવાથી દીર્ઘકાળ સુધી ભેગવાનારા આયુષ્ય અ૫સમયમાં જ ઝટ-ઝટ ભગવી લેવાય છે; દાખલા તરીકે એક મહીનામાં પાકનારા, ઝાડમાં લાગેલા ફળને તેડીને જે પાકમાં નાખવામાં આવે તે તે બે કે ત્રણ દિવસમાં પાકી જાય છે અને એક માસમાં થનારા ફળની પરિપક્વતાની વિભિન્ન અવસ્થાએ પાકમાં દબાયેલા ફળમાં પણ હોય છે. પરંતુ તે જલદી-જલ્દી થઈ જાય છે. એવી જ રીતે જીવે આયુષ્યકર્મના જેટલા પ્રદેશોના બન્ધન કર્યા છે તે તમામ તે ઉદયમાં આવ્યા વગર નાશ પામી શકતા નથી, પછી ભલે સોપકમ આયુષ્ય હોય કે નિરૂપક્રમ, સંપૂર્ણ આયુષ્ય ભોગવવું જ પડે છે. ફરક માત્ર એટલે જ છે કે ઝેર, અગ્નિ વગેરે ઉપકમ મળવાથી દીર્ઘકાળમાં જે આયુષ્ય ભેગવવાનું હતું, તે જલદી ઉદયમાં આવી જાય છે અને જોગવી લેવાય છે. આવી સ્થિતિમાં આયુષ્યની વૃદ્ધિ કઈ રીતે થઈ શકે ? અમૃત--રસાયણનું સેવન કરવાથી પણ બાંધેલું આયુષ્ય વધતું નથી. લાંબા પથરાયેલા વસ્ત્રને સંકેલીને છેડી જગ્યામાં સમાવી શકાય છે પરંતુ વધુ લાંબુ કરી શકતું નથી. એવી જ રીતે જે આયુષ્યના દલિક થેડા બંધાયા હોય તેને લાંબા કરવાનું શકય નથી. જે અયુષ્ય અપ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy