SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ સિદ્ધજીવની ગતિનું નિરૂપણ સૂ. ૨૬ તત્વાર્થનિકિતઃ–પૂર્વસૂત્રમાં સાધારણતયા જીવોની વિગ્રહગતિનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સિદ્ધજીવની ગતિનું પ્રતિપાદન કરીએ છીએ સિદ્ધગતિમાં ગમન કરનારા સિદ્ધજીવોની ગતિ જુ-સરળ જ હોય છે, વાંકી નહીં તે ગર્તિ પ્રયોગ વગેરે ચાર કારણોથી ઉત્પન્ન થાય છે-ભગવતી સૂત્રમાં કહ્યું છે....... | મુક્તજીવની ગતિ કર્મ અકર્મને સંસર્ગ દૂર થવાના કારણે નિર્લેપ (બન્ધહીન) હોવાથી, જીવનું ઉર્ધ્વગમન સ્વભાવના કારણે, બન્ધનેને છેદ થવાથી અને (નિરિબ્ધન) કર્મરૂપી બળતહુથી મુકત થવાના કારણે...ભગ -૭ ઉ૦ ૧) હોવાના કારણે તથા પૂર્વપ્રયોગના કારણે થાય છે. તાત્પર્ય એ છે કે સિધ્યમાન જીવની ગતિ એકાન્તતઃ વિગ્રહ રહિત જ હોય છે. સિધ્યમાન જીવ સિવાયના બીજા ની ગતિ વિગ્રહવાળી પણ હોય છે અને વિગ્રહરહિત પણ હોય છે. પપાતિક સૂત્રના સિદ્ધાધિકારમાં, ૯૩માં સૂત્રની અમારી બનાવેલી પીયૂષવર્ષિણી ટીકામાં કહ્યું છે-અજુ શ્રેણને પ્રાપ્ત મુક્તજીવ અફસમાન ગતિ કરતે થેકે, ઉપર એકજ સમયમાં, વિગ્રહ વગર સાકારે પગથી યુકત થઈને સિદ્ધ થાય છે ૨૬ तिसमयं सिया अणाहारगो ॥ सू० २७ ।। મૂળસૂત્રા –વિગ્રહગતિવાળા જીવ વધારેમાં વધારે ત્રણ સમય સુધી અનાહારક રહે. છે પરછા તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં સવિગ્રહા ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું, એ જ પ્રસંગને લઈને હવે અવિગ્રહ ગતિને પ્રાપ્ત જીવની અનાહારકતાનું પ્રતિપાદન કરીએ છીએ. - વિગ્રહગતિને પ્રાપ્ત જીવ એક સમય સુધી બે સમય સુધી અથવા ત્રણ સમય સુધી અનાહારક રહે છે. આ સિવાયના બીજા સમયમાં જીવ નિરંતર આહારક રહે છે. બે વિગ્રહવાળી ગતિમાં એક સમય સુધી અનાહારક રહે છે જ્યારે ત્રણ વિગ્રહવાળી ગતિમાં બે સમય સુધી અનાહારક રહે છે. કેવળી સમુદુઘાતના કાળમાં ત્રીજા, ચોથા સમય સુધી અનાહારક રહે છે મારા - તત્વાર્થનિયુક્તિઃ –પ્રથમ વિગ્રહગતિની પ્રરૂપણ કરવામાં આવી હવે વિગ્રહગતિને પ્રાપ્ત જીવની અનાહારતાની પ્રરૂપણ કરીએ છીએ— '' વિગ્રહ ગતિને પ્રાપ્ત જીવ એક, બે અથવા ત્રણ સમય સુધી અનાહારક હોય છે બાકીના કાળમાં પ્રત્યેક સમય આહારક જ બનેલું હોય છે. બે વિગ્રહવાળી ગતિમાં એક સમય અનાહારક હોય છે અને ત્રણ વિગ્રહવાળીગતિમાં બે સમય પર્યન્ત અનાહારક રહે છે. સમુદુઘાત કરવાના સમયે કેવળી ત્રીજા ચેથા અને પાંચમાં સમયમાં આ રીતે ત્રણે સમયમાં અનાહારક હોય છે. કેઈ કોઈ કહે છે કે અહીં વિગ્રહ ગતિનું જ પ્રકરણ હેવાથી કેવળી સમુઘાત અપ્રસ્તુત છે આથી સ્થાચિ અનાહારક એક અગર બે સમય સુધી જ જીવ અનાહારક રહે છે તેઓ ત્રણ સમય સુધી અનાહારક રહે છે. એવું માનતા નથી પરંતુ તેમની આ માન્યતા સાચી નથી. આ સૂત્રમાં સામાન્યરૂપથી અનાહારકનું જ પ્રકરણ છે આથી કેવલી સમુદુઘાતના સમયે થનારી અનાહારકતાને પણ સમાવેશ થઈ જાય છે. હકીકતમાં તે પાંચ સમયવાળી વિગ્રહગતિમાં જીવ ત્રણ સમય સુધી તેમાં અનાહારક રહે છે, આ અભિપ્રાયથી ત્રણ સમયની અનહારક અવસ્થા કહેવામાં આવી છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy