SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ મન નેઈન્દ્રિય હોવાનું નિરૂપણ સૂ. ૨૨ ૩૭ અહીં શ્રુતજ્ઞાન શબ્દથી શ્રુતજ્ઞાનનો વિષય સમજવો જોઈએ અર્થાત્ શ્રુતજ્ઞાનને જે વિષય છે. તેજ મનને વિષય છે. જે આત્માને શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયપશમ છે તે શ્રુતજ્ઞાનના વિષયમાં મનની મદદથી જ પ્રવૃતિ કરે છે. મતલબ શ્રુતજ્ઞાનને જે વિષય છે તે મનને સ્વતંત્ર વિષય છે. આ પ્રકરણમાં શ્રુત શબ્દનો અર્થ ભાવશ્રુતજ્ઞાન સમજ જોઈએ. આ ભાવકૃતજ્ઞાન શ્રતજ્ઞાનાવરણના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, દ્રવ્ય કૃતને અનુસરણ કરે છે તેમજ આત્માનું જ એક વિશિષ્ટ પરિણમન છે. અથવા અર્થાવગ્રહની પછી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન રૂપમાં પરિણત થાય છે. પરંતુ બધી ઈન્દ્રિયથી થનાર અર્થાવગ્રહ ના અંતર મતિજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપ પરિણમન ન થવું. વચન અને મનથી થનાર અર્થ વિગ્રહની પછી જ શ્રુતજ્ઞાન રૂપ હોય છે. ચોકકસ રીતથી શ્રતજ્ઞાન મૃતશાસ્ત્ર અનુસાર હોય છે. મનનો વિષય જે શ્રુતજ્ઞાન છે તે બે પ્રકાર છે-અંગબાહ્ય અને અંગપ્રવિણ આવશ્યક વગેરે અંગબાહ્યશ્રુતજ્ઞાન અનેક પ્રકારના છે. અંગપ્રવિષ્ટ બાર પ્રકારના છે, જેમ આચારાંગાદિ આંખની જેમ મન પણ અપ્રાપ્યકારી છે કારણ કે જ્યારે મનથી અગ્નિનું ચિંતન કરવામાં આવે છે ત્યારે મનમાં જલન થતું નથી. અને જ્યારે પાણીનું ચિંતવન કરે છે ત્યારે ઠંડુ થતું નથી મનના બે ભેદ છે-દ્રવ્યમન અને ભાવમન-દ્રવ્યમના પિતાના શરીરની બરાબર છે જ્યારે ભાવમન આત્મા જ છે. તે ભાવમન રૂપ આત્મા ત્વચા પર્યન્ત દેશમાં વ્યાપ્ત રહે છે. ભાવમન દ્રવ્યમનનું અવલમ્બન કરીને પણ ઇન્દ્રિયોના વિષયોનું મનન કરે છે આથી તે દ્રવ્યમનના વ્યાપારનું જ અનુસરણ કરે છે તાત્પર્ય એ છે કે શ્રોત્રની પ્રણાલીથી ગ્રહણ કરવામાં આવેલા શબ્દોનાં વાક્યનો વિચાર કરવાવાળા મનને વિષય શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પ્રયોગ વિશેષ અને સંસ્કારજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વર્ણ, પદ, વાક્ય, પ્રકરણ અધ્યયન વગેરેના જ્ઞાનરૂપ છે. તેને મન શિવાય બીજી કઈ ઇન્દ્રિય ગ્રહણ કરવા માટે સમર્થ નથી. આથી મનને અવશ્ય સ્વીકાર કરવો જોઈએ / ૨૨ / તત્વાર્થનિર્યુક્તિ-પૂર્વસૂત્રમાં સ્પર્શન વગેરે ઇન્દ્રિયોના સ્પર્શ વગેરે વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. હવે મનનું વિજ્ઞાપન કરીને તેના વિષયનું પ્રજ્ઞાપન કરીએ છીએમન ને ઇન્દ્રિય કહેવાય છે. તેને વિષય શ્રત છે. શ્રુતજ્ઞાનાવરણના ક્ષેપશમથી ઉત્પન્ન થઈને દ્રવ્યશ્રતનું અનુસરણ કરવાવાળા પોતાના અર્થથી ઉપસંગત આત્મપરિણતિને પ્રમાદ તથા તત્વાર્થને જાણવાવાળા સ્વરૂપવાળે મતિશ્રુતજ્ઞાન કહેવાય છે અથવા અર્થાવગ્રહના સમય પછી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન બની જાય છે. પરંતુ બધી ઈન્દ્રિયેથી થનાર અર્થાવગ્રહની પછી થતું નથી પરંતુ માનસિક અર્થાવગ્રહના અનન્તર જ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન બને છે, વિશેષ રૂપથી તે શ્રતશાસ્ત્રના અનુસાર શ્રુતજ્ઞાન થાય છે. મનને વિષય તે શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ – આવશ્યક વગેરેના ભેદથી અંગબાહ્ય અનેક પ્રકારના છે તે મન ને ઇન્દ્રિય કહેવાય છે કારણકે રૂપ વગેરેને ગ્રહણ કરવામાં તે સ્વતંત્ર નથી, અપૂર્ણ છે અને ઇન્દ્રિયનું કાર્ય કરતું નથી. જેમ ચક્ષુ અપ્રાપ્યકારી છે તેવી જ રીતે મન પણ અપ્રાપ્યકારી છે કારણ કે પાણી તથા અગ્નિનું ચિંતન કરતી વખતે ન તે તેને ઉપકાર હોય છે કે ન તે ઉપઘાત.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy