SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ તત્વાર્થસૂત્રને તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી બે પ્રકારની ઈન્દ્રિ કહી. હવે ભાવેન્દ્રિયના બે ભેદ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-ભાવેન્દ્રિય બે પ્રકારની છેલબ્ધિ અને ઉપયોગ, જ્ઞાનાવરણ કર્મના એક વિશિષ્ટ લપશમને લબ્ધી કહે છે. મૂળમાં તે ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષપશમથી ગતિ-જાતિ વગેરે નામ કર્મથી તથા મતિજ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મને ક્ષયે પશમથી ઉત્પન્ન થવાવાળું સામર્થ્ય અથવા ઇન્દ્રિયાશ્રય કર્મના ઉદયથી ઉત્પન્ન થવાવાળું સામર્થ્ય અગર અંતરાયકર્મના ક્ષપશમની અપેક્ષાથી થનારા ઇન્દ્રિય વિષયના ઉપયોગની તથા જ્ઞાનની શકિતને લબ્ધી કહે છે. જેના સન્નિધાનથી આત્મા આગળ પર કહેવામાં આવનાર દ્રવ્યેન્દ્રિયની નિષ્પત્તિની તરફ વ્યાપાર કરે છે તે કારણે આત્માનું પરિણામ ઉપયોગ કહેવાય છે. ઉપગ શ્રેત્રો પગ આદિના ભેદથી પાંચ પ્રકારનો છે. જોકે ઉપગ ઇન્દ્રિયનું કાર્ય છે પરંતુ કાર્યકર્મ કારણને ઉપચાર કરીને તેને ઇન્દ્રિય કહી છે. સ્પર્શનેન્દ્રિયલબ્ધિ વગેરેના ભેદથી લબ્ધિ પણ પાંચ પ્રકારની છે. ટાટું, ઉનું વગેરે સ્પર્શને જાણવાની શક્તિ, જે ઉપગના રૂપમાં અભિવ્યકત ન થઈ હોય, તે સ્પર્શનેન્દ્રિયલબ્ધિ કહેવાય છે એવી રીતે રસનેન્દ્રિયલબ્ધિ વગેરે પણ સમજવા જોઈએ. ૧લા તત્વાર્થનિર્યુક્તિ–આના અગાઉના સૂત્રમાં ભાવેન્દ્રિય તથા દ્રવ્યેન્દ્રિયના ભેદથી ઈન્દ્રિયેનાં બે-બે ભેદનું કથન કરવામાં આવેલ છે. હવે તેમાંથી ભાવેન્દ્રિયના બે ભેદ દર્શાવીને તેનું સ્વરૂપ કહે છે. ભાવેન્દ્રિય બે પ્રકારની છે-લબ્ધિ અને ઉપયોગ. પિત–પિતાના ઈન્દ્રિયાવરણ કર્મના ક્ષપશમથી ઉત્પન્ન ગતિ જાતિ વગેરે નામકર્મ દ્વારા ઉત્પન્ન મતિજ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મના ક્ષપશમથી ઉત્પન્ન તે આત્માની શક્તિ છે. ઉપયોગ શ્રેત્રોપયોગ વગેરેના ભેદથી પાંચ પ્રકારના છે. જો કે ઉપગ ઇન્દ્રિયનું કાર્ય છે તે પણ અહીં કાર્યમાં કારણનો ઉપચાર કરી તેને ઈન્દ્રિય કહી છે. એવી જ રીતે લબ્ધિ પણ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ વગેરેના ભેદથી પાંચ પ્રકારની છે. ટાઠા અગર ગરમ સ્પર્શને ગ્રહણ કરવાની શક્તિ જે ઉપગ રૂપમાં પ્રકટ ન થઈ હોય તે સ્પશનેન્દ્રિય લબ્ધિ કહેવાય છે એવી જ રીતે રસનેન્દ્રિયલબ્ધિ વગેરે પણ સમજવા. અથવા ઈન્દ્રિયાશ્રય કર્મના ઉદયથી જીવમાં સામર્થ્ય ઉદય થાય છે. અન્તરાયકર્મના ક્ષપશમની અપેક્ષાથી ઇન્દ્રિયેના વિષયેના ઉપગ અથવા જ્ઞાનની જે શક્તિ હોય છે તે લબ્ધિ કહેવાય છે. તે લબ્ધિ પાંચ પ્રકારની છે—(૧) સ્પર્શનેન્દ્રિય લબ્ધિ (૨) રસનેન્દ્રિયલબ્ધિ (૩) ધ્રાણેન્દ્રિયલબ્ધિ (૪) ચક્ષુરિન્દ્રિયલબ્ધિ (૫) શ્રેન્દ્રિયલબ્ધિ ઠંડ, ગરમ વગેરે સ્પર્શેના પરિ. જ્ઞાનનું–સામર્થ્ય જે ઉપગ રૂપથી વ્યક્ત ન થયું હોય તે સ્પર્શનેન્દ્રિય લબ્ધિ કહેવાય છે, એજ પ્રમાણે રસનેન્દ્રિય લબ્ધિ વગેરે પણ કહી લેવી જોઈએ. પિતાના વિષયમાં વ્યાપાર હો તે ઉપગ કહેવાય છે. તે આત્માનું વીર્ય રૂપ છે. અથવા હવે પછી કહેવામાં આવનારી નિવૃત્તિ તથા ઉપકરણને કર્મથી, લબ્ધીન્દ્રિય હોવાથી ઉપગ થાય છે તે અતીન્દ્રિય ઉપગને અભાવ થઈ જશે કારણકે તેમાં નિવૃત્તિ વગેરેની આવશ્યક્તા નથી રહેતી અવધિજ્ઞાન વગેરેને અભાવ થઈ જશે કારણકે તેઓ અતીન્દ્રિય છે
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy