SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને मुत्ता अणेगविहा तित्थसिद्धाइया. મૂલસૂત્રાર્થ–મુક્તજીવ તીર્થસિદ્ધ આદિના ભેદથી અનેક પ્રકારના હોય છે. તત્વાર્થદીપિકા-સંસારી અને મુક્તના ભેદથી બે પ્રકારના જેનું કથન કરવામાં આવ્યું છે તેમાંથી અહીં મુકતાજીનું સ્વરૂપ કહીએ છીએ-સમસ્ત કર્મોના ક્ષય રૂપ મેક્ષને પ્રાપ્ત થવાવાળા મુક્ત જીવ અનેક પ્રકારના છે. તે આ મુજબ છે.–તીર્થસિદ્ધ અતીર્થસિદ્ધ આદિ નન્દીસૂત્રના ૨૧ સૂત્રમાં કહેલા છે. આ રીતે અનન્તરસિદ્ધ પરમ્પરા સિદ્ધ આદિ ભેદ પણ જાણી લેવા જોઈએ ૧૩ - તત્વાર્થનિર્યુકિત–સંસારી અને મુકતના ભેદથી બે પ્રકારના જેમાં સંસારી જીની આઠ સૂત્રમાં પ્રરૂપણા કરેલ છે. હવે કર્મપ્રાપ્ત મુક્ત જીવનું પ્રતિપાદન કરવામાં છે– તે સઘળા કર્મોના ક્ષયરૂપ મોક્ષ મેળવનારા છે મુક્ત કહેવાય છે તે અનેક પ્રકારના છે. એમા અનન્તરસિદ્ધ જીવ પંદર પ્રકારના છે–(૧) તીર્થસિદ્ધ (૨) અતીર્થસિદ્ધ (૩) તીર્થંકરસિદ્ધ (૪) અતીર્થંકરસિદ્ધ (૫) સ્વયં બુદ્ધ (૬) પ્રત્યેકબુદ્ધ (૭) બુદ્ધબોધિતસિદ્ધ (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૯) પુરુષલિંગસિદ્ધ (૧૦) નપુંસકલિંગસિદ્ધ (૧૧) સ્વલિંગસિદ્ધ (૧૨) અન્યલિંગસિદ્ધ (૧૩) ગૃહસ્થલિંગસિદ્ધ (૧૪) એકસિદ્ધ અને (૧૫) અનેકસિદ્ધ. આ ભેદ નન્દીસૂત્રના ૨૧ માં સૂત્રમાં કહેલ છે, એને અર્થે સુસ્પષ્ટ છે. તીર્થકર દ્વારા તીર્થની સ્થાપના થઈ જવા પર જેઓ સિદ્ધ થાય તેઓ તીર્થસિદ્ધ કહેવાય છે. વળી કહ્યું પણ છે. સમસ્ત કર્મોને ક્ષય થવાથી જીવ ઉપર નિર્વાણ તરફ જાય છે. જેવી રીતે બળતણ બળી જવાથી અને નવું બળતણ ન મળવાથી એગ્નિ નિર્વાણને પ્રાપ્ત કરે છે તેમ. માસૂટ ૧૩ જીવણ જ આવા ઈત્યાદિ મૂલા -જીવના છ ભાવ હોય છે. ઔદયિક પથમિક, ક્ષાયિક, મિશ્ર (ક્ષા પશ્ચમિક) પરિણામિક અને સાન્નિપાતિક સૂ૦ ૧૪ તત્વાર્થદીપિકા–પ્રથમ સંસારી અને મુક્તના ભેદથી તથા સૂરમ-આદર સમનસ્કઅમનસ્ક વગેરેના ભેદથી જીવોનું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે તે જીવનાં સ્વરૂપભૂત ઔદયિક વગેરે છ ભેદોની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ–બેધમય ઉપગવાન જીવના તીર્થકરોએ છ ભાવ કહ્યા છે. (૧) ઔદયિક (૨) પથમિક (૩) ક્ષાયિક (૪) મિશ્ર (ક્ષેપથમિક) (૫) પારિણામિક અને (૬) સાન્નિપાતિક જીવની ભવન અથવા થવા વાળી પરિણતિને ભાવ કહે છે. દ્રવ્યક્ષેત્ર કાળ, ભાવના નિમિત્તથી કર્મોના ફળની પ્રાપ્તિ થવી ઉદય કહેવાય છે. જેવી રીતે પાણીમાં કાદવનું ઉભરાવું. એ રીતે કર્મોદયથી ઉત્પન્ન થવા વાળો ભાવ ઔદયિક ભાવ કહેવાય છે. આત્મામાં કમની શકિતને કારણવશ અનુભવ થ તે ઉપશમ કહેવાય છે જેવી રીતે ફટકડી વગેરે દ્રવ્યના ઉપયોગથી પાણીમાં કચરાનું તળીયે બેસી જવું. - કર્મોનું કાયમ માટે શાન્ત થઈ જવું તે ઔપશમિક છે. જેવી રીતે કાચ વગેરે પાત્રમાં સ્થિત અગર વાદળમાં સ્થિત પાણીમાં મેલને અત્યંત ચભાવ હોય છે. તેમ કમેને સર્વથા નાશ થવો એ ક્ષાયિક ભાવ છે. બંને અવસ્થાઓનું મિશ્રણ મિશ્ર અગર ક્ષયોપશમ કહેવાય
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy