SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ત્રસજીનું નિરૂપણ સૂ. ૧૦ તત્વાર્થનિયંતિ–પૂર્વોક્ત ત્રસજીવના ભેદ કહીને હવે તેનું વિગતવાર રૂપથી પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે. ત્રસ અર્થાત્ બે, ત્રણ ચાર પાંચ ઈન્દ્રિયવાળા જીવ અનેક પ્રકારના છે. જેમકે અન્ડજ પિતજ જરાયુજ, રસજ, સંસ્વેદજ સંમૂઈિમ ઉભિજજ, અને ઔપપાતિક– આગળ ઉપર કહેવામાં આવનાર ગર્ભથી, સમૂર્ણિમ અને ઉપપાત–આ ત્રણ પ્રકારનાં જન્મો પૈકી અન્ડજ, પિતજ, જરાયુજ જીને ગર્ભથી જન્મ થાય છે. સાપ ગળી, મચ્છ, કાચબે, શિશુમાર વગેરે તથા હંસ, પોપટ, ગીધ, બાજ, કબૂતર, કાગડે મેર, જળકુકડી, બગલે, બતક મેના વગેરે અન્ડજ જીવે છે. હાથી, કુતર, બિલાડી, સસલું, નેળિયે, ઉંદર, વાગોળ ઘૂવડ તથા ભારડ પક્ષી તથા વિરાલ વગેરે પિતજ છે. મનુષ્ય, ગાય, ભેંસ, બકરી ઘેટું, ઉંટ, હરણ, ચમરીગાય, સૂવર, સિંહ, વાઘ, દીપડો, કુતરે, ગીધ, બીલાડ, વગેરે જરાયુજ છે. આ અંડજ, પિતજ અને જરાયુજ જીવને ગર્ભજન્મ થાય છે. ' બગડી ગયેલા દૂધ વગેરે રમાં ઉત્પન્ન થનાર કૃમિ વગેરે રસજ કહેવાય છે. માકડ વિગેરે જે પરસેવાથી ઉત્પન્ન થાય છે તેથી તેને સંસ્વેદજ કહે છે. માતા-પિતાના સંગ વગર જ ઉત્પન્ન થાય છે તેમજ જેઓ ગર્ભથી ભિન્ન હોય છે, તે સમૂર્ણિમ છે. પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનારા જીવ ઉભિજજ કહેવાય છે. નારક, ભવનપતિ વાણવ્યંતર, જતિષ્ક વૈમાનિક વિગેરે સિદ્ધોને છોડીને બીજા તમામ ઔપપાતિક કહેવાય છે. આ સઘળાં ત્રસ છે. સિદ્ધ ભગવાન નથી ત્રસ કે નથી સ્થાવર બેઈન્દ્રિય વગેરે તિર્યંચ અને કેટલાક મનુષ્ય સમૂછિમ હોય છે. ગર્ભને લપેટનાર ચામડાની પાતળી કેથળીને જડ–જેર કહે છે તેથી ઉત્પન્ન થનારા જીવ જરાયુજ કહેવાય છે. પિતને અર્થ થાય છે. શાવક જે જરાયુથી ઢંકાયેલા હતા નથી તેમજ જન્મતાની સાથે જ ચાલવા-ફરવા લાગે છે. તે જીવ પિતજ છે. - જે પક્ષી તથા સાપ વગેરે ઈડામાં પેદા થાય છે તે અન્ડજ કહેવાય છે. જેઓ પિત રૂપ જ જન્મ લે છે, જરાયુથી ઢંકાયેલા નથી જન્મતા, નિથી બહાર આવતા જ ચાલવા-ફરવા લાગે છે તેવા હાથી વગેરે પિતજ કહેવાય છે. અથવા પિતને અર્થ છે ચામડું, તેનાથી વિટાંયેલા હોય છે. આથી પિત અર્થાત ગર્ભના ઢંકાયેલી ચામડીથી જુદા પડવાના કારણે કપડાથી લુછેલા શરીરથી જે પેદા થાય છે. તે પિતજ કહેવાય છે. - જે જરા પ્રાપ્ત કરે તે જરાયું છે. અર્થાત ગર્ભને લપેટવાવાળી ચામડી તેનાથી જન્મ લેનાર મનુષ્ય, ગાય, ભેંસ વગેરે જરાયુજ કહેવાય છે. રસ અર્થાત્ દારૂ અગર વિકૃત મીઠાં રસ વગેરેમાં જન્મનાર જીવ રસજ કહેવાય છે. હૈમકોષમાં કહ્યું છે-દારૂનેક રસજ કહેવાય છે. પરસેવાથી ઉત્પન્ન થનાર જં, લીખ, માંકડ વગેરે સંસ્વદજ કહેવાય છે. જે જીવ માત-પિતાના સોગ વગર જ પેદા થાય છે. તે અમનસ્ક જીવ સંમૂછિમ છે. અથવા આમ તેમથી શરીરનું બની જવું અવયવોને સંગ થઈ જ “મૂર્ઝન' કહેવાય
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy