SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ તત્વાર્થસૂત્રને અહીં સમાસ રહિત નિર્દેશ કરવાથી એવું સૂચિત કરવામાં આવે છે કે આગળ ઉપર કહેવામાં આવનાર ઓપશમિક ક્ષાયિક, લાપશમિક ઔદયિક, પારિણમિક તથા સાન્નિપાતિક સ્વભાવવાળા, સંસારી જીવ હોય છે. મુક્ત જીવ શાયિક અને પરિણામિક ભાવે શિવાયના અન્ય ભાવથી રહિત હોય છે. બહુવચનના પ્રગથી એવું સ્પષ્ટ કરવામાં આવે છે કે સંસારી જીવ પણ અનન્ત છે અને મુકત જીવ પણ અનન્ત છે. “ચ” પદના પ્રગથી એમ સૂચિત થાય છે કે સંસારી જીનાં સંજ્ઞી-અસંસી વગેરે અનેક પ્રકારના ભેદ હોય છે. સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાન, પ્રથમ ઉદ્દેશક, સૂત્ર ૧૦૧માં કહ્યું છે. સર્વ જીવ બે પ્રકારના કહેલા છે. સિદ્ધ અને અસિદ્ધ. મુક્તજીવ અનન્તરસિદ્ધ, પરમ્પરસિદ્ધ વગેરેના ભેદથી જુદાં છે. સૂ૦ ૪ હાળિ સુવિધા તા થાવ થ ... મૂલાથ–સંસારી જીવે બે પ્રકારના છે-ત્રસ અને સ્થાવર તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જવેના ટુંકમાં સંસારી અને મુકત, એ બે ભેદ. કહેવાઈ ગયા છે. હવે સંસારી જીનાં ભેદ કહીએ છીએ. અગાઉ કહેવાયેલા સંસારી જીવે છે પ્રકારના છે- ત્રસ અને સ્થાવર. જે જીવ ત્રસ નામકર્મના ઉદયથી સ્પષ્ટ સુખ દુઃખ, ઈચ્છા દ્વેષ વગેરેથી જોડાયેલા છે તે ત્રસ કહેવાય છે. સ્થાવર નામકર્મના ઉદયથી જે જીવના દુઃખ વગેરેને અનુભવ અસ્પષ્ટ હોય છે. તે સ્થાવર કહેવાય છે. બેઈન્દ્રિયવાળા જીવોથી શરૂ કરી દેવપર્યન્તના તમામ છ ત્રસ છે. પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધીના એકેન્દ્રીય જી સ્થાવર કહેવાય છે. અને સરળતાથી સમજવામાં આવે તે માટે પ્રથમ ત્રસ લેવામાં આવ્યા છે કારણકે તેમના માં જીવના લક્ષણ, સુખ વગેરે સ્પષ્ટ પ્રતીત થાય છે.–ચ શબ્દના પ્રયોગથી એમ સૂચિત કરવામાં આવ્યું છે કે આ બંને પ્રકારનાં જીવે બદલાતા રહે છે. અર્થાત્ ત્રસ જીવો મરીને સ્થાવરમાં અને સ્થાવર જી ત્રસમાં ઉત્પન્ન થાય છે, જ્યારે બહુવચને પ્રયાગ કરીને એવું કહેવાને પ્રયત્ન કરવામાં આવ્યા છે કે ત્રસ જીવે પણ ઘણાં છે અને સ્થાવર પણ તેટલાં જ છે. શાસ્ત્ર પા - તત્ત્વાર્થનિર્યુકિત–આના પહેલાના સૂત્રમાં સંસારી અને મુકતના ભેદથી છના બે પ્રકાર દર્શાવ્યા હતા અત્રે પ્રથમ નિર્દિષ્ટ સંસારી જીવેના ભેદ દર્શાવવા માટે કહે છે સંસારી જીવ બે પ્રકારના છે–ત્રસ અને સ્થાવર. જે જીવ ત્રસનામકર્મને આધીન છે તેઓ ત્રસ અને જે સ્થાવર નામકર્મને આધીન છે તે સ્થાવર જ કહેવાય છે. બેઈન્દ્રીય, તેઈન્દ્રીય, ચતુરિન્દ્રીય વગેરેથી લઈને અગી કેવળી પર્યન્ત ત્રસ જીવ છે. પૃથ્વીકાય અપકાય, તેજસ્કાય, વાયુકાય તથા વનસ્પતિકાય એ પાંચ પ્રકારના એકેન્દ્રીય જ સ્થાવર છે. આ રીતે ત્રસત્વ અને સ્થાવરત્વ ત્રસનામકર્મ તથા સ્થાવર નામકર્મના ઉદયથી થાય છે. ચાલવા ન ચાલવા પર ત્રણ સ્થાવરપણું નિર્ભર નથી. કદાચ માની લઈએ કે જે ગતિ કરે તે ત્રસ અને જે જડ હોય તે સ્થાવર તે આ માન્યતા આગમથી વિરુદ્ધ ગણાશે કારણ કે આગમમાં બેઈન્દ્રિયથી લઈને અગિકેવળી પર્યન્તના જીને ત્રસ કહેલા છે. આથી ત્રસત્વ કર્મોદયની અપેક્ષાથી જ સ્વીકારવું જોઈએ અને નહીં કે વ્યુત્પત્તિનિમિત્તની અપેક્ષાથી.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy