SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્ડેશ. નવા વર્ષના બે બેલ. (સંવત્ ૧૯૮) લખનાર –ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી, બી. એ. એલએ. બી. નવા વર્ષના આ માંગલિક પ્રસંગે મુંબાઈના સાંસારિક જીવનના મંગલ અવતારરૂપ આ સ્ત્રીમંડળનાં મંગલ દર્શનને લાભ મળવાથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું, અને તે લાભ આપનાર તમારા “હોંશીલા” મન્દી મારા મિત્ર રા. ભવાનીદાસ નારણદાસ મેતીવાળાને હું અંતઃકરણથી ઉપકાર માનું છું. પરંતુ એ લાભ મળવાથી હું જેટલો સુખી થયે છું એટલે આ ક્ષણે હું ચિંતાતુર પણ છું. ગુર્જર જનસમાજના ભૂષણરૂપ આપણું માનવંતા દિ. બા. અંબાલાલભાઈએ ગતિમાં મૂકેલી વ્યાખ્યાનમાળામાં આજને પ્રસંગે એક મણકે ઉમેરવાની હિંમત ધરનાર તમારે આ નમ્ર સેવક માત્ર વિદ્યાર્થી છે. એના જીવનને પ્રવાહ સુંદરતા, મધુરતા કે રસિકતાથી લક્ષિત નથી, તેમ કૈટુમ્બિક જીવનની કેટલી એક વિષમતાઓને તેને અનુભવ પણ પરોક્ષ જ છે. તે સ્થિતિમાં મારા બેલ તમને કેવા લાગશે તે બાબત મારા મનમાં ચિંતા રહે એ તમે સ્વાભાવિક લેખશે. મારા બે બેલથી તમારે ઉત્સાહ મંદ ન થાય, અને તમને કોઈ પણ પ્રકારથી નીરસતા ન ઉપજે એ માટે હું ઘણે જ ઉસુક છું. ઉછરતા અને ભવિષ્યના ગુજરાતની માતાએ ! ગુર્જરમાતાના આ બાલકના બે બેલ માટે મેટી આશાઓ બાંધતાં For Private and Personal Use Only
SR No.020760
Book TitleStreeone Sandesh
Original Sutra AuthorN/A
AuthorDevkibai Mulji Vaid
PublisherDevkibai Mulji Vaid
Publication Year1917
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy