SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તર્કથી ન સમજાય તેવી શિવની શક્તિ ૨૧ આધાર કોણ? અને તેની સામગ્રી શી? કે જે તે વડે ત્રિભુવન રચે? ખરેખર! અચિંત્ય સામર્થ્યવાળા આપને વિષે અવસર વિનાને આ કુતર્ક કેટલાંક મંદબુદ્ધિ મનુષ્યોને (જગતને ઠગવા) વાચાળ બનાવે છે. ૫ હે પ્રભો! તમારું ઐશ્વર્ય તર્ક વડે સમજાય તેવું નથી, તો પણ કેટલાક દુષ્ટ બુદ્ધિવાળાને આ કુતર્ક (તકભાસ) લોકોમાં ભ્રમ ઉત્પન્ન કરાવવા વાચાળ બનાવે છે. તેઓ મરજીમાં આવે તેમ સ્વતંત્રપણે તર્ક કરી બકવાદ કરે છે. ખરેખર! શ્રુતિને ત્યજી દઈ જે તર્ક કરેલા હોય છે તે તર્ક નથી, પણ તકભાસ છે. ગૌતમ મુનિ એક તાર્કિક હતા, છતાં તેમણે તર્કનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે: “નિદાસ નરક્ષગવાન તો જે અનિષ્ટ કાર્યના ઉપયોગમાં લેવાય છે, તે તર્ક છે.” આ ઉપરથી સમજવું ઘટે છે કે, તાકોએ જે કૃતિવિરુદ્ધ તર્કો કરેલા હોય છે, તે મુમુક્ષુજનોને પોતાના જ્ઞાનમાર્ગમાં વિધરૂપ નીવડે છે, માટે કૃતિવિરુદ્ધ - તર્કો સર્વથા ત્યાજય ગણવા. વાસ્તવિક રીતે જોતાં આત્મજ્ઞાન કોઈ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે સાધ્ય થઈ શકતું નથી. તે તે ગુરુ ભકિતથી અને વેદ ઉપરની અચળ શ્રદ્ધાથી જ સાધ્ય કરી શકાય છે. તર્ક વડે તો અનાત્મ વસ્તુનું જ્ઞાન થઈ શકે છે. આત્મવસ્તુનું નહિ. જુઓ: વેદાંતીઓ અને મીમાંસકો છ પ્રમાણ માને છે, જ્યારે નૈયાયિકો માત્ર ચાર જ માને છે: (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન અને (૪) શબ્દ. અર્થપત્તિ અને અનુપલબ્ધિન નૈયાયિકો અનુમાનમાં જ સમાવેશ કરી લે છે. તેને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. હવે ક્રમ પ્રમાણે દેખા For Private and Personal Use Only
SR No.020716
Book TitleShiv Mahimna Stotra
Original Sutra AuthorN/A
AuthorPushpdant, Lalji Naraynji Bramhabhatt
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1988
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy