SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ ખંડ ૧ લો. ] ગુણસુંદરીનો સ્વયંવર મંડપ. નહીં તેમ તે અગ્નિવૃક્ષના ફલને મેળવી શક્યા નહીં. વિદ્યાધરાના રાજાએ જ્યારે ખેદ પામ્યા અને લૉક હવે શું કરવું એવા વિચારમાં જડ થઈ ગયા ત્યારે મહીપાલ કુમાર ઉભા થઈ ભુજારફેટ' કરીને અગ્નિકુંડ પાસે આવ્યા. તેણે ઉંચા હાથ કરી મેોટા સ્વરથી કહ્યું “ હે પરાક્રમી અને વિદ્યાથી તથા સંપત્તિથી શાલનારા રાજપુત્રો ! તમે સર્વે સાઁભળે જેમ સાંખ્યમતવાળા નિત્ય વિધમાન એવા મેક્ષને મેળવવામાં અકુશલ થાય છે તેમ તમે નેત્રથી જોઈ શકાય અને હાથથી મેળવી શકાય તેવા આ વૃક્ષના ફળને ગ્રહણ કરવામાં કેમ અકુશલ થયા છે ? જો કદાપિ તમારી શક્તિ ન હતી તે તમે વિચાર્યા શિવાય સહસા કેમ આવ્યા ? વિચાર વિના કરેલું કાર્ય સુખને માટે થતું નથી. જો અદ્યાપિ પુરૂષાર્થને પ્રગટ કરનારી તમારામાં શક્તિ હાય તે। તે પ્રગટ કરા, કેમકે હજી અવસર છે. નહીં તે તે વૃક્ષના ફળની લુંખને તમારી સૌની સમક્ષ, કાંઈપણ ખાદ્ઘાડંબર વિના, ગુસુંદરી સહિત હું ગ્રહણ કરીશ. '' મહીપાલ કુમારનાં આવાં વચને સાંભળીને વિદ્યાધરાના રાજાએ લજ્જાથી નીચું જોઈ રહ્યા અને બીજા લોકો કૌતુકથી ઉંચાં મતક કરી જોવા લાગ્યા. તે વખતે કુમારે ખેચરીવિદ્યા સંભારી લીલામાત્રથી તે વૃક્ષની પાસે જઈ ફળની શ્રેણી હાથવડે લઈ રાજકન્યાને અર્પણ કરી. તત્કાળ કૌતુકથી લોકાએ જય જય શબ્દ કર્યો, જેથી સર્વ રાજાઓનાં મુખકમલ સંકાચ પામ્યાં, સુંદરીએ હાથેાહાથ તાળીએ આપી હસવા લાગી અને નરવર્માદિક રાજાઓના ચિત્તમાં કાપની સ્ફુરણા થઈ. તે વખતે રાજકુમારી ગુણસુંદરીએ રામાંચની ચેાભાવાળા હાથવડે વરમાલા લીધી તેથી જાણે પાતાના ચિત્તમાં ભત્તાંને પ્રવેશ થવાથી તેારણને રચતી હાય તેમ જણાવા લાગી. પછી ગુંજારવ કરતા ભમરાઓથી શાલતી એ વરમાળા પ્રેમના બંધન સાથે કુમારના કું૪માં તેણીએ આરે પણ કરી. તે વખતે કલ્યાણુસુંદર રાજા કુમારની પાસે આગ્ન્યો. તે કુમારને વિરૂપ નેત્રવાળા અને વક્ર અંગવાળા જોઈ વિચારવા લાગ્યા કે ‘ જગત્સ્ને પ્રકાશ કરનારા તેજવાળું ઉત્તમ રણ જેમ ભમવડે ઢંકાયેલું હેાય તેમ આ કુમાર જોવામાં દૃષ્ટિને વિરૂપ લાગે છે પણ ચરિત્રથી અનેક લેૉકાના પરાક્રમને ઉલ્લંધન કરનાર છે. તેના ગુણાથી એને વંશપણ જગત્માં વંદન કરવા યેાગ્ય હશે, એમ હું ધારૂંછું. વાદળામાં ઢંકાઈ ગયેલા સૂર્યનું તેજ તર્કથી કાણુ ન જાણી શકે ? પૂર્ણ પ્રતિજ્ઞાવાળી આ મારી કન્યા આ વરને વરી છે અને કુલીન કન્યાએના એ આચાર ૧ હાથ પછાડવા. ૨ કદરૂપ. ૩ વાંકાચુંકા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy