SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ છે. પુત્રોને હણને બલભદ્રના મસ્તક પર ગદા નાખી, જેથી બલરામ મૂછ પામી ગયા. તેમને મારી નાખવાને ઇચ્છતા જરાસંધને જોઈ સર્વ વીરશિરોમણિ અર્જુન વચમાં આવીને તેની સામે યુદ્ધ કરવા લાગ્યા. કૃષ્ણ બલરામની તેવી અવસ્થા જાણુને કોપથી જરાસંધના ઓગણોતેર પુત્રોને મારી નાખ્યા. તે સમયે સૂર્ય અરતાચલપર જતાં પિતાનાં સ્વામીની આજ્ઞાથી અનુક્રમે બંને સેનાએ રણક્ષેત્રમાંથી પાછી ફરી. જરાસંધે શત્રુઓને યુદ્ધમાં દુર્જય માની પોતે સિદ્ધ કરેલી જરાનામની અસુર સુંદરીને રાત્રિએ યાદનાં સૈન્યમાં મોકલી. શ્રીનેમિનાથ, કૃષ્ણ અને બલભદ્રવિને સર્વઉપર અત્યંત જરાવસ્થાને પ્રગટ કરતી એ જરા અસુરી બીજી કાળરાત્રિ હોય તેમ સર્વ સેના ઉપર વ્યાપી ગઈ. છાએ વૃદ્ધિ પામતી તે જરાથી બધી સેના ભ્રષ્ટ ચેતનાવાળી થઈને માત્ર કિંચિત્ ઉચ્છવાસ લેવા લાગી. પ્રાતઃકાળે જાગ્રત થતાં જ પ્રતાપી કૃષ્ણ પિતાની સેનાની તેવી સ્થિતિ જોઈને મનમાં જરા ગ્લાનિ પામી નેમિકુમારને કહ્યું. “હે બંધુ! મારા ક્ષયની જેમ આ સૈન્ય બધું શૂન્યાંગ પણાને પામી ગયું, બલભદ્ર પણ ગદાઘાતથી વિધુર થયા અને બીજાઓ પણ છતા અછતા થઈ ગયા. આમ થવાથી હુંતો નેત્રવિનાના દેહની જે ફિક થઈ ગયે છું હવે તો માત્ર તમારી સહાયથી જ શત્રુઓને વિનાશ થાય તેમ છે. આ શત્રુ સમગ્ર બળસંયુક્ત છે અને છળપ્રિય છે, તેથી તે આપણું સૈન્યને હણવાને આવેલ છે, માટે હવે તો તમે રણમાં ચાલે. હે દેવ ! કેસરીસિંહની જેવા તમે જયાંસુધી સજજ થયા નથી ત્યાં સુધી જ શિયાળની જેમ સર્વ સુર, અસુર અને મનુષ્યના સ્વામીઓ બળવાન છે. તમારી ભૂજાના બળમાં આ ત્રૈલોક્ય તન્મયતાને પામે છે. અર્થાત સર્વનું બળ તેમાં સમાઈ જાય છે, અને આ ઉપેદ્રાદિક તમારી આગળ કિંકર હોય તેમ રહેલા છે.” આવાં કૃષ્ણનાં વચન સાંભળી અવધિજ્ઞાને જોઈ દાંતરૂપ ચંદ્રકાંતિથી પાપાંધકારનું હરણ કરતા શ્રી નેમિ ભગવંત બોલ્યા “હે શ્રીકાંત ! સાંભળો, સંભ્રમ પામેલા આ તમારા શત્રુએ તમારા સૈન્ય ઉપર જરાને મોકલી છે, તેથી આ સર્વ સેના વિધુર થઈ ગયેલી છે. તમે એકલા પણ આ રણસંકટમાં શત્રુઓને હણશે એ સત્ય છે, પણ આ તમારું સૈન્ય તો ખરેખર આ જરાવડે પ્રાણ છોડી દેશે, માટે તેને ઉપાય કહું તે સાંભળ—પાતાળમાં ધરણંદ્રનાં દેવાલયમાં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથની અતિ મહિમાવાળી પ્રતિમા છે માટે ધરણંદ્રની ત્રણ દિવસ ત્રણ ઉપવાસથી આરાધના કરીને તેની પાસે તે પ્રતિમાની યાચના કરે. એટલે એ રીતે આરાધેલ ધરહૈદ્ર તમને તે પ્રતિમા આપશે, તે પ્રતિમાનાં ચરણકમળનાં સૂત્રજળનું સિંચન કરવા ૧ અહીં એક શ્લોક છે તેને અર્થે પ્રસંગને અનુસરતો ન બેસવાથી મૂકી દેવો પડે છે. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy