SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો. 3 કૃષ્ણ અને જરાસંધ વચ્ચે થયેલું મહાયુદ્ધ. માં તત્કાળ ઇંદ્રના વજનું સંક્રમણ કર્યું. વામય બાણના ઘાતથી મહાનેમિએ તત્કાળ તે શક્તિને પાડી નાખી અને રૂકિમના કપાળમાં એક બીજું બાણ માર્યું, તેથી ભૂમિ પર પડી ગયેલા રૂકિમને પિતાના રથમાં ઉપાડી લઈને વેણુહારી ત્યાંથી ચાલે ગયે. એટલે બીજા સાત રાજાઓ પણ ભય પામીને નાસી ગયા. સમુદ્રવિજયે કમને, સ્વિમિતે ભદ્રકંઠને અને અક્ષેભ્ય પરાક્રમવાળા ક્ષેત્યે સુસેનાજાને મારી નાખે. એવી રીતે ક્રોધ પામેલા યાદવ વીરોએ જરાસંધના ઘણા ૫રાક્રમી રાજાઓને યુદ્ધમાં મારી નાખ્યા. તે સમયે તીવ્ર કિરણવાળો સૂર્ય વીર લેકેની તીવ્રતાને જાણે સહન કરી શક્યો ન હોય, તેમ પશ્ચિમ સમુદ્રમાં ચાલ્યો ગયે (અસ્ત પામ્ય), અને સૈનિકે પિતાનાં આશ્રયસ્થાનતરફ ચાલ્યા ગયા. બીજે દિવસે પ્રાતઃકાલે મહારથી રાજાઓથી વીંટાએલે હિરણ્યનાભ - દીમાં મહાહરતી પેસે તેમ યાદવોની સેનામાં પડે. તત્કાળ જયસેન અને મને હીજય ક્રોધ કરી શ્રાવણ ભાદરવાની જેમ બાણધારાને વર્ષાવતા તેની સામે દોડી આવ્યા. તેઓ વચ્ચે લેહમય શસ્ત્રોથી અને દિવ્ય અસ્ત્રોથી મહા યુદ્ધ થયું, જેથી દેવતાઓને પણ ત્રણ જગના મનની શંકા થઈ પડી. ક્રોધ પામેલા હિરણ્યનાભે પિતાને અવસર મળતાંજ જયસેન અને મહીજયને થેંડા વખતમાં મારી નાખ્યા. તેમને વધ ઈક્રોધ પામેલા સ્પષ્ટ પરાક્રમી અનાદૃષ્ટિએ હિરણ્યનાભના રથને, ધોડાને, સારથિને અને હિરણ્યનાભને અનુક્રમે મારી નાખ્યા. પોતાના બંધુને નાશ સાંભળી રથનેમિએ જરાસંધના એગણત્રીશ પુત્રોને મારી નાખ્યા. પછી પરાક્રમી રથનેમિ જરાસંધની સર્વ સેનાનું મંથન કરીને પિતાના સૈન્યતરફ પાછો ફર્યો. ત્રીજે દિવસે પ્રાતઃકાલે જરાસંધે શિશુપાળને સેનાપતિ કર્યો, અને પોતે રામકૃષ્ણને વધ કરવાની પ્રતિજ્ઞા કરી. શિશુપાળને આગળ કરી જરાસંધની સેનાએ રણયજ્ઞના ભુખ્યા એવા યાદવોને નિમંત્રણ કર્યું. હંસક મંત્રીએ કહેલી હકીકતને આધારે રામકૃષ્ણને ઓળખી શત્રુઓને ભય આપનાર અને ઈર્ષ્યાળ જરાસંધે છેમની સામે પોતાનો રથ હાંક્યો. ક્રોધ પામેલા યમરાજની જેવા જરાસંધને આ વતે જેઈ બલભદ્રના દશ પુત્રો બાણશ્રેણીને વર્ષાવતા તેની સામે દોડ્યા. પોતાના આત્માને વિર માનતો અને વીરપણાનાં વચને બેલત શિશુપાળ કૃષ્ણની સામે પોતાને રથ લઈ જઈને બાણ છોડવા લાગ્યો. કૃષ્ણ ક્રોધ કરીને શિશુપાળનાં મુગટ, કવચ, ધનુષ્ય, સારથિ, રથ, ઘોડા અને તેનું મસ્તક અનુક્રમે છેદી નાખ્યાં. પછી જરાસંધના અધ્યાવીશ પુત્રો કપ કરી બલભદ્રની સાથે યુદ્ધ કરવા આવ્યા, પણ બલભદ્રનાં અસ્રોથી સ્વલ્પ સમયમાં મૃત્યુ પામી ગયા. જરાસંધે ક્રોધથી બલભદ્રના For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy