SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મે. ] શાંતનુ રાજાને મૃગયામાં ગાંગેયને મેળાપ. ૩૫૫ નીતિવાક્યામૃતવડે સમજાવવા લાગ્યા “હે સ્વામી! તમે સુજ્ઞ છતાં અજ્ઞની જેમ કેમ વર્તે છે ? પવનવડે મેરૂની જેમ શોકાદિકથી તમે અધુના કેમ પીડાઓ છો ? રાજાઓ સર્વ પૃથ્વીના પતિ હેાય છે, તો તમે એક સ્ત્રીને માટે બધી પૃથ્વીની કેમ અવગણના કરે છે ? સર્વ પ્રાણીઓને નિત્ય સંગ અને વિયેગ થયા કરે છે, તો તેને માટે કે બુદ્ધિમાન પુરૂષ હર્ષ અને શેકથી બાધા પામે ? હે રાજા! તમે સંભાર, ગંગાની પાસે તમે પ્રતિજ્ઞા કરી હતી કે હું તારું વચન ઉલ્લંધન નહિ કરું, તે છતાં તમે તેની અવજ્ઞા કરી તેથી તે મનસ્વિની ગંગા ચાલી ગઈ છે. આ પ્રમાણે મંત્રીઓએ બેધિત કરેલા અને પૂર્વવાકયની સ્મૃતિ આપેલા રાજાએ બાહ્યથી શોક છોડી દીધે; પરંતુ ચિત્તમાંથી તે જરા પણ છોડ્યો નહિ. એવી રીતે વિરહવડે વ્યાપ્ત શાંતનુરાજાએ અગ્નિવડે તપેલાની જેમ, મહાદુઃખમાં, સાગરોપમની જેમ ચિવશ વર્ષે નિર્ગમન કર્યા. અહિ ગંગા ગાંગેયપુત્રને લઈ પિતાને ઘેર ગઈ. જહુરાજાએ સન્માન કરીને તેને સુખે રાખી. મેસાળ પક્ષમાં અનુક્રમે મેટા થતા ગાંગેયે ગુરૂની પાસેથી આ ગ્રહપૂર્વક સર્વ નિર્મળ કળાએ સંપાદન કરી. તેણે ગુરૂ પાસેથી ધનુર્વિદ્યાનું એવું અધ્યયન કર્યું કે જેથી બાવડે ઇંદ્રધનુની જેમ આષાઢી મેઘધારાને પણ તેણે જીતી લીધી. અનુક્રમે અશેષ શાસ્ત્રો અને શસ્ત્રોને પારગામી થઈને યૌવનવચની સંપત્તિવડે તે સ્ત્રીઓને પણ પૃહા કરવા યોગ્ય થે. એક વખતે કઈ ચારણ શ્રમણ મુનિ પાસેથી ધર્મ પામીને તે વૈરાગ્યવાનું સર્વ જીવ ઉપર દયાળુ અને મુનિની જે ક્ષમાવાન થયે. પછી વૈરાગ્યથી ગંગા નદીને તીરે આવીને નંદન નામનાં વનમાં રહેલા શ્રી યુગાદિપ્રભુની આરાધના કરવા લાગ્યું. એ અરસામાં શાંતનુ રાજા પાછો મૃગયાના રસથી ભમતો ભમતે તેજ વનમા આવી ચડ્યો. તેણે જળવાળા અને પાશવાળા શિકારીઓથી તે આખા વનને ઘેરી લીધું. થાનના સંચારથી અને વ્યાધ લેકના હકારાથી ત્રાસ પામેલાં વનનાં પ્રાણીઓના સંચારને લીધે તે આખું વન ક્ષોભ પામી ગયું. કોઈ ઘેર્યા છતાં નાસી જાય છે, કોઈ વ્યાધને સામા બીવરાવે છે, કોઈ દેડીને ઉલટા શિકારીઓ ઉપર આવી પડે છે, કોઈ ફુરે છે, કઈ પડે છે અને કોઈ દુર્મદ પુરૂષોથી હણાય છે. એવી રીતે તે વનનાં સર્વ પ્રાણીઓ “ક્યાં જવું' એ સંભ્રમ પામી ગયાં. આપ્રમાણે જોઇને ધનુષ્ય લઈ, બખતર પહેરી, ભાથારૂપ પ બાંધી ગાંગેય ત્યાં આવે અને તેણે વિનયથી રાજાને કહ્યું “હે રાજા ! તમે ભૂપાળ છે, તેથી તમારી પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓની તમારે કષ્ટ લઈને પણ રક્ષા કરવી જોઈએ. કારણકે ૧ મરછમુજબ વર્તનાર. ૨ નિપુણ. ૩ શિકારીલોકો, વાઘરીઓ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy