SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ એ. કરતા તે તેજવી દેવ સ્વર્ગમાં ચાલ્યું ગયે. તે સાંભળી પ્રભુને નમી તીર્થ કરવામાં લાલુપી એવા અમે ત્યાંથી ચાલ્યા. અહિ નીકળતાં આ રમણીય મણિચૈત્ય અમારા જોવામાં આવ્યું, તેથી અહિ આઢિજિનને નમસ્કાર કરવા ઉતર્યો. હવે આલ્યવયથી વૈરાગ્યવડે રંજિત એવા અમે પેાતાના જન્મ સફળ કરવા માટે અ-હિંથી બીજાં તીર્થોએ જશું.' આવી રીતે કહી તે વ્રતધારી મુનિએ ચાલ્યા ગયા. પછી શાંતનુરાજા મનમાં વિચારવા લાગ્યા કે હું પુણ્યયેાગે ક્યારે એ તીર્થં જઈશ ! રાજા શાંતનુ આવા વિચાર કરતા હતા તેવામાં પછવાડે રહી ગયેલું તેનું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું, તેણે ગંગાના તીર ઉપર તે ચૈત્ય તથા પ્રિયાસહિત શાંતનુરાજાને દીઠા. રાજાને જોતાંજ હર્ષના ઉત્કર્ષથી સર્વે સૈનિકા જય જય નાદ કરતા રાજાને કહેવા લાગ્યા “હે વિભુ ! અમારા જોતા જોતામાં તમે દૂર ચાલ્યા ગયા હતા, તે આજે ચિરકાળે જોવામાં આવવાથી અમારે આજ અખંડ મંગળ પ્રવસ્યું છે.” પછી શાંતનુરાજા મૂર્તિમાન લક્ષ્મી હેાય તેવી ગંગારાણીસહિત હાથીપર બેસીને હસ્તિનાપુરમાં આન્યા. ત્યાં ધાટાં વૃક્ષાવાળા વનમાં ક્રીડાગિરિ ઉપર અને સરિતામાં ર્ગગાની સાથે શાંતનુરાજા અવિયોગીપણે રાત્રિદિવસ રમવા લાગ્યા. કેટલાક કાળ ગયા પછી ગંગારાણીથકી શુભ સ્વમસૂચિત ગાંગેય નામે એક પુત્ર થયા. તે તેજવડે સૂર્ય જેવા, કળાવાન્ ચન્દ્ર જેવા, કવિત્વમાં શુક્ર જેવા, બુધની જેમ વિષ્ણુધપ્રિય, ગુરૂની જેમ સર્વ વિધાવાળા, સર્વ રીતે મંગળપ્રિય અને - કર્મના આરંભમાં મંદ થયા. સ્નેહને ધારણ કરનારી ધાત્રીએથી આગ્રહુપૂર્વક લાલિત થતા તે રાજપુત્ર અનુક્રમે ઉન્નતિ પામ્યા. તે ગંગાએ નીતિમાનૢ શાંતનુને અનેક વાર વિનયપૂર્વક પ્રાર્થના કરી તાપણ તેણે મૃગયાનું વ્યસન ક્ષણવાર પણ છેડયું નહિ. હંમેશાં ગંગા તેને કહેતી કે આ પાપદ્મિ નામથી અને પરિણામથી હંમેશાં પાપની સમૃદ્ધિજ છે, તે આદિનાથના વંશમાં જન્મ લેનારા એવા તમને ટિત નથી. ધણી રીતે વાર્યાં છતાં પણ જ્યારે શાંતનુએ મૃગયાનું વ્યસન છેડયું નહિ ત્યારે ગંગા પુત્રને લઇ પિતાને ઘેર ચાલી ગઈ. વનમાંથી નિવૃત્ત થયેલા રાજા પેાતાની સ્ત્રીને નહિ જોવાથી મૂર્છા પામ્યા. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરી શેકથી આકુલપણે વિલાપ કરવા લાગ્યો “હું ગંગે ! કામદેવ આનંદ પૂર્વક મારા શરીરને નિવિડખાણેાથી વીંધેછે, તે જોતાં છતાં તું ક્ષત્રિયાણી થઇને મારી કેમ ઉપેક્ષા કરેછે? હે પ્રિયે! મેં પૂર્વે કાઈવાર તારી અપરાધ કર્યાં નથી, તે છતાં મને અકરમાત્ અપરાધી ગણીને તેં કેમ છેાડી દીધો ?'' આ પ્રમાણે ખેલતા વિરહાગ્નિવર્ડ વિશ્વળ રાજાની પાસે કુળપ્રધાને આવીને ૧ પંડિતને વહાલા. ૨ શનિગૃહ. ૩ મૃગયા શિકાર, For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy