SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે.] અજીતનાથ પ્રભુનું શત્રુંજય પર ચેમાસું “ભદ્ર નામના શિખર ઉપર રહેનારા પુણ્યવાન પુરૂષને બન્ને ભવમાં સુખ પ્રાપ્ત થાય છે. આદિતીર્થંકરના આશ્રયથી જેવું મુખ્ય શિંગ પૂજાય છે તેવી રીતે અમારા આશ્રયથી આ શિખર પણ પૂજય થશે.” આ પ્રમાણે અજિતનાથ સ્વામીની દેશના સાંભળીને અતિ હર્ષ પામેલા દેવતાઓ અઠ્ઠાઈઉત્સવ કરી પોતપોતાને રસ્થાનકે ગયા. તે સમયે નીલા આકાશને વાદળાંથી વિશેષ નીલવણ કરો અને હિતકારી વાયુએ વિશેષ ઉન્નતિ પમાડેલો મેઘ ઉત્તરદિશામાં ચડી આવે. મધુર મધુર ગાજતો અને વિદ્યુતરૂપ અને ચળકાવત મેઘ આકાશરૂપ રણાંગણમાં ગ્રીષ્મને વિજય કરવાને અભ્યાસ કરતા હોય તેવો દેખાવા લાગે. શંખ જેવી ઉજજવળ બગલીઓ અમાવાસ્યાની રાત્રિએ તારાની પંક્તિ જણાય તેમ નીલ આકાશમાં જણાવા લાગી. પ્રથમ ઉદયમાં મેઘ થેડી ગર્જના કરે છે તેથી જણાય છે કે તેઓ બળવાન ગ્રીષ્મઋતુના વિજ્યને માટે યુક્તિ કરનાર મંત્રી બન્યા છે. તેની આગળ વારંવાર વધતો જતો વાયુ ઘાટાં વાદળાંઓથી મધને બખતર પહેરાવતે હેય તેમ લાગે છે. ચપલારૂપ ખગથી ગ્રીષ્મઋતુને દુય જાણું તે મેઘ તેને વિજય કરવામાં સમર્થ એવું ઇંદ્રનું આપેલું ઈંદ્રધનુષ્ય ગ્રહણ કરવા લાગે. બળવાન ગ્રીષ્મઋતુ સૂર્યની પ્રચંડ કાંતિથી જ વૃદ્ધિ પામે છે એવું ધારી તેમણે પ્રથમ સૂર્યને જ આચ્છાદન કરી દીધે. પછી ગ્રીમગતુને કાંઈક આદર આપનારી પૃથ્વીને જાણુંને મેઘે પિતાના મોટા મોટા ફેરાઓથી તેની ઉપર તાડન કરવા માંડ્યું. તે વખતે આકાશસ્થલી બગલીઓથી મનહર, વિધુતથી તેજસ્વી મુખવાળી, સાધારણ ગર્જરવથી કાંઈક મનમાં ગણગથતી અને પુષ્ટ પધર ને ધારણ કરતી જાણે ગર્ભવતી સ્ત્રી હોય તેવી લેકેને પ્રિય થઈ પડી. મેઘ સર્વ દિશાઓમાં જળધાર વરસતો હતો અને તેથી પૃથ્વી રસધારાને ધરનારી થતી હતી. જિનનાત્ર વખતે મેરૂગિરિની જેમ તે વખતે શત્રુંજય ઉપર ચારે તરફ જળના પ્રવાહે ઉન્માર્ગે ચાલવા લાગ્યા. પતિ આવતાં સ્ત્રીની જેમ મેઘને ઉદય થતાં પૃથ્વી અંકુરરૂપ રોમાંચને અત્યંતપણે ધારણ કરવા લાગી. જીવનરૂપ મેઘવડે જીવન પામેલા દેડકા ઊંચે સ્વરે અણગમતા શબ્દ કરીને મેધથી ઉત્પન્ન થયેલા કાદવ જેવી આકૃતિને ધારણ કરવા લાગ્યાં. આ પ્રમાણે વર્ષાકાળને સમય આવેલે જાણે મુનિઓ અને દેવતાઓથી પરવરેલા શ્રી અજીતનાથ સ્વામી તે સુભદ્ર શિખરઉપરજ ચતુર્માસ રહ્યા. કેટલાક મુનિઓ કોઈ પ્રકારનો નિયમ લઈ ગુફામાં બેસી ગયા, કેઈ સિંહની ગુફામાં જઈને બેઠા અને કેઈ સર્પના રાફડા સમીપે રહ્યા. દેવતાઓએ પ્રભુને માટે એક ઊંચે મં ૧ વીજળી. ૨ કાચબી. ૩ આકાશ માર્ગ. અત્ર તેનું સ્ત્રી તરીકે વર્ણન છે. ૪ સ્તન. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy