SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ પ . ] બ્રશ્ચંદ્રનું રૈવતાચલપર આગમન અને ચક્રીપ્રશંસા. ૨૧૧ તેવી એક પૂર્વદિશામાં વહેતી નદી કરી. ત્યારથી જે સ્વામી આદિનાથ અને નેમિનાથને નમરકાર કરે તેઓના ઈચ્છિત મનોરથ એ શુભહૃદયવાળા બરટાસુર પૂરવા લાગે, તેથી તે તીર્થ કામદ એવા નામથી પ્રસિદ્ધ થયું. જે કામી હોય છે તેને એ તીર્થ ઇચ્છિત આપે છે અને જે નિષ્કામ મનુષ્ય હોય છે તેને એ તીર્થ અત્યુત્તમ મોક્ષલક્ષ્મી આપે છે. ચક્રવર્તી તે પર્વત ઉપર તે રાક્ષસને સ્થાપન કરી પિતે શ્રીનેમિનાથ ભગવંતની પૂજા કરવાને પોતે કરાવેલા પ્રાસાદમાં આવ્યા. તે સમયે પાંચમા દેવલોકના સ્વામી બ્રહ્મદ્રકટિગમે દેવતાઓની સાથે ભારતે કરાવેલા શ્રીનેમિનાથના ચયમાં આવ્યા. નેમિનાથની પૂજા કરવામાં તત્પર અને અતિ ઉજજવળ ભક્તિમાન ભારતને સરલ મનવાળા બ્રસેં નેહયુક્ત વાણથી આ પ્રમાણે કહ્યું, “શ્રીયુગાદિ પ્રભુના પુત્ર, ભરતક્ષેત્રનું આભૂષણ અને ચરમદેહી એવા હે ભરત! તમે શાશ્વત જય પામો. જેમાં પ્રથમ તીર્થનાયક શ્રી ઋષભરવાની છે, તેમાં પ્રથમ તીર્થિપ્રકાશક સંઘપતિ તમે થયા છે. તમારા યશનો ક્ષીરસાગર સર્વ ભુવનના વિસ્તારને પૂરી પિતાના તરંગવડે અમને પણ તેનું વર્ણન કરવા ત્વરા કરાવે છે. અનુકૂળ પવન જેમ વિશ્વોપકારી મેઘને પ્રગટ કરે તેમ આ વિથોપકારી શત્રુંજ્યગિરિ તમે પ્રગટ કર્યો છે. આ ઉજજયંત (ગિરનાર) ગિરિઉપર તમે શ્રીનેમિનાથરથામીનું નવીન મંદિર કરાવ્યું છે તેથી તમે મારે વિશેષ માન્ય છે, તેનું કારણ કહું છું તે સાંભળે. પૂર્વ ગઈ ઉત્સર્પિણમાં થયેલા સાગર નામે અહંતના મુખકમળથી મારી અગાઉ થઈ ગયેલા એક બ્રહ્મદ્ર આ પ્રમાણે સાંભળ્યું હતું કે, “આવતી અવસર્પિણમાં બાવીશમા ભાવી તીર્થકર શ્રીનેમિનાથના ગણધર પદને પામીને તમે મેક્ષે જશે.” તે સાંભળી હર્ષ પામેલા તેમણે પિતાના કલ્પમાં નેમિનાથની મૂર્તિ કરાવી હતી, તે મૂર્તિનું ત્યારથી અમે પૂજન કરીએ છીએ. ભાવીનેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક અહીં થવાના છે, એમ જાણી પૂર્વાપરના અનુકમથી અમે સદા અહીં આ વીએ છીએ. અમે સર્વ આહત છીએ, અને વિશેષે શ્રીનેમિનાથના સેવક છીએ. આજે અહંતના પુત્ર અને ચક્રવ એવા તમને જોવાથી અમારે મંગલિક થયું છે.” આ પ્રમાણે ચક્રવર્તીને કહી નેમિનાથ પ્રભુને ભક્તિથી નમી અને સંઘની આરાધના કરી બ્રહ્મદ્ર પોતાના કલ્પમાં ગયા. પછી તીર્થભક્તિની અત્યંત વાસનાવાળા સૌધર્મપતિ પણ પ્રીતિથી ભરતની રજા લઈ તેના ગુણ અને તીર્થને સંભારતા સ્વરથાને ગયા. ભરતરાજા તીર્થને ઉદ્ધાર, જિનેશ્વરની પૂજા અને ઇદ્રોત્સાદિક કરીને ૧ જે જે બ્રહ્મક થાય છે તે અહીં આવે છે. ૨ શ્રાવકો For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy