SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. જજવળ નદી છે. ઉત્તર દિશામાં ઉછળતા કલોલ અને કમળવાની તેમજ તીર્થસંગથી દીનજનની દીનતાને હરનારી લેલા નામે નદી છે. તે મનહર દ્રહેવડે ઉજજવળ એવી નદીઓ પૂર્વોક્ત પર્વતમાંથી પ્રગટ થયેલી છે. તે સિવાય બીજી પણ નદીઓ અને કહે ત્યાં રહેલ છે. અહીં વિદ્યાધરે, દેવતાઓ, કિંમર, અપસરાઓ અને ગુોક પિતપોતાની વિદ્યા સાધવાની ઈચ્છાથી તેમજ અનેક પ્રકારની વાંછા પૂરવા માટે રહે છે.” આ પ્રમાણે શક્તિસિંહે કહ્યા પછી આ વાયવ્યદિશામાં ક્યા ગિરિ શોભે છે?' એમ ભરતે પુછયું એટલે શક્તિસિંહ બે “એક કુમતિવાળ બરટ નામને વિદ્યાધર રાક્ષસી વિદ્યા સાધી તે પર્વત પર રહેલો છે. તે દૂર રાક્ષસથી અધિષિત થયેલે આ ગિરિ તેના નામથી જ વિખ્યાત થયે છે. ભયંકર રાક્ષસોથી પરવારેલ અને આકાશગામિની વિદ્યાવડે ગગનમાં ફરતો એ દુર્દીત રૌદ્ર રાક્ષસ અદ્યાપિ મારી આજ્ઞાને પણ માનતા નથી. તે દુષ્ટ આદેશને ઉદ્વેગકારી થઈ પડ્યો છે.” શક્તિસિંહનાં આવાં વચન સાંભળી ભરતે ક્રોધાતુર થઈ તરતજ તેને જીતવાને માટે વિમાનગામી સુષેણને આજ્ઞા કરી. એટલે સુષેણ સેનાપતિ ચક્રવર્તીના શાસનને માથે ધરી પોતાના વિમાનવડે રવિના વિમાન જેવા જણાતા બરટની પાસે ચાલે. તેને આવતો જાણે બરટાસુર ઘણું રાક્ષસો સહિત યુદ્ધ કરવાને સજજ થયે ક્ષણવાર અસુરની સાથે યુદ્ધ કરી તેના પતિએ તે બરટને પકડીને પોતાના વિમાનમાં નાખે એટલે બીજા સર્વ અસુરો નાશી ગયા. સુષેણ વિજયી થઈને સત્વર રૈવતાચલે આબે અને વેગથી તે રાક્ષસને ચક્રવર્તીના ચરણ આગળ નમાવ્યું. દિન, પ્લાનમુખવાળે અને તીવ્ર બંધને લીધે જેના શરીરમાંથી ચરબી નીકળે છે એવા તે રાક્ષસને જોઈ શક્તિસિંહ દયા લાવી બોલ્યા “હે અસુર! તે જે જીવવધરૂપ વૃક્ષોને અંકુર વાવેલ છે તે પાપરૂપ વૃક્ષને માત્ર પુષ્પ ઉગવાને જ હજુ સમારંભ થયે છે, બાકી તેનું ફળ તો તને નરકમાં મળશે. હે દુર્મતિ! અદ્યાપિ જીવહિંસા છડીદે અને મારી આજ્ઞા માન તો તેને અભયદાન આપીને છોડાવું, તેમાં તું કાંઈ પણ સંશય રાખીશ નહીં.” આવાં તેનાં વચન સાંભળી “હે સ્વામી! આજથી તમારા શાસનને હું મારા મતકનું અલંકાર કરીશ.' એમ તે રાક્ષસ બોલ્યો એટલે શક્તિસિહે તેને ચક્રવર્તી પાસેથી છોડાવ્યો. પછી હર્ષને વર્ણવતા તે બરટ રાક્ષસે પિતાના ગિરિઉપર આદિનાથ અને અરિષ્ટ નેમિના મેરૂ જેવા ઊંચા બે પ્રાસાદો કરાવ્યા, અને તેના તટ ઉપર તેવાજ પ્રભાવવડે શત્રુંજ્યા નદી સાથે સ્પર્ધા કરે ૧ એ પર્વત “બ” નામથી ઓળખાય છે. ૨ એટલે તમારી આજ્ઞા અનુસરીશ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy