SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. જેન્દ્રૌથી જંગમ શિખરવાળા લાગતા હતા; હાથીઓના મદથી લીંપાએલા અને ચમરી મૃગાએ ચામરાથી વીંજેલા જે ઉન્નતગિરિ ખરેખર પર્વતાના રાજા હાય તેવા જણાતા હતા; જ્યાં દેવાંગનાનાં ગીતમાં આસક્ત થયેલા મયૂરો' પવને પૂરેલા વેણુથી અને નદીના ધોધના ધ્વનિએથી ખુશી થઈને નૃત્ય કરતા હતા; જેની ગુફાઓમાં મુનિજના સ્થિરાસને બેસી અને નવરોમાં પ્રાણને રોધી મહાતેજનું ધ્યાન ધરતા હતા; પાતપેાતાના અર્થની સિદ્ધિને માટે દેવતા, ગુથંકા, અપ્સરાઓ, વિદ્યાધરા અને ગંધર્વો સદા જેની સેવા કરતા હતા; જ્યાં સૂર્ય અને ચંદ્ર પેાતાના વાહનને કાંઈક વિસામે। આપી, આનંદ પામી તેની સ્તુતિ કરતા કરતા ચાલ્યા જતા હતા; અને લવીંગ, ચારાળી, નાગરવેલ, મફ્રિકા, તમાલ, કદંબ, જાંબૂ, આંબા, લિંબડા, અંબક, બિંબ, તાડ, તાલીસ, તિલક, રાહડા, વડ, ચંપક, બેાડસલી, અશાક, પીંપળા, પલાશ, પીપર, માધવ, કદલી, ચંદન, કલ્પવૃક્ષ, કણવીર, બીજોરાં, દેવદારૂ, ગુલાખ, તિલક, અંકુશ, સુગંધી મેંદી અને કંકાલ વિગેરે વૃક્ષા, છાયા, ફળ, પત્ર અને પુષ્પવડે જ્યાં જનસમૂહને પ્રસન્ન કરી રહ્યા હતા; એવા રાહ વૈતાઢય અને મેગિરિની સંપત્તિને ચારનારા રેવતાચળને દૂરથી જોઈ ચક્રવર્તીએ ઉપવાસ કરીને ત્યાંજ આવાસર કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી શત્રુંજયની પેઠે ભરતે સંધસાથે હર્ષથી તીર્થપૂન કરી. શક્તિસિંહે મનોહર આહારના રસવ અમૃતને તિરસ્કાર કરે એવું ઉત્તમ ભેાજન ચક્રવર્તી સહિત સર્વ સંધને જમાડયું, તે રૈવતાચલગિરિને મહાદયની જેમ દુર્ગમ જાણી હાર યક્ષને હુકમ કરીને ચક્રવર્તીએ સિદ્ધાંતની કેવળી ભગવંત કરે તેમ સુખે આરાહ કરવાને દાન, શીલ, તપ અને ભાવ જેવી ઉજ્જવલ ચાર પાજ કરાવી. તે પાજના મુખ ઉપર કરેલ વાપી,૪ વન, નદી, અને ચૈત્યમાં પાંથજનાને વિશ્રાંતિ આપીને પછી સંધસહિત તે પાજવડે પેાતાના મનારથ જેવા ઊંચા રૈવતાચલપર આરૂઢ થયા. ત્યાં આગળ ભવિષ્યમાં નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક થશે એવું જાણીને ભરતે તે ઠેકાણે શિલ્પી પાસે એક ઊંચા પ્રાસાદ કરાવ્યા. તે જિનાલય ઉપર વિવિધ વર્ણવાળા રૈવતાચળપર રહેલા મણિરતનાં કિરણેાવડે ચલવગર ચિત્રરચના થતી હતી. તે પ્રાસાદધ્વજવડે દેવવૃંદરૂપી વ્યાપારીને ચક્રર્વાંત્તના કીર્ત્તિકાશની વંણુંકા બતાવતા હોય તેમ દેખાતા હતા. તે સુરસુંદર નામે ઊંચા, ચાર દ્વારવાળા જિનપ્રાસાદ પ્રત્યેક દિશામાં અગિયાર અગિયાર મંડપેાથી ૫ ૧ મોર. ૨ રહેઠાણ, ૩ મુશ્કેલીથી મળી શકે એવો. ૪ નાવ. ૫ વાનકી-નમુનો. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy