SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો. ] ભરતચક્રી રૈવતાચળ-ગિરનારની યાત્રાએ. ૨૦૩ સમવસરણ થવાનું છે, તેને લીધે અમે અહીં સ્થિર થઈને રહ્યા છીએ.” તે સાંભળી ચિત્તમાં હર્ષ પામી સોમયશા પાછો વળે અને તે સર્વ વૃત્તાંત ચક્રવર્તીને કહ્યો તે સાંભળી ચક્રવર્તી ઘણા ખુશી થયા. ત્યાં ભાવી આઠમાં તીર્થકર શ્રીચંદ્રપ્રભનું સમવસરણ થશે, એવું જાણું ભરતે વર્દાકિની પાસે શ્રીચંદ્રપ્રભ પ્રભુના પ્રાસાદવાળું મોટું નગર ત્યાં વસાવ્યું. તેમાં સંધજનની સાથે તીર્થની પ્રતિષ્ઠા કરી. વિશેષ પુણ્ય મેળવવાની ઈચ્છાથી ચક્રી રેવતાચલ તરફ ચાલ્યા. આગળ ચાલતાં સુવર્ણમણિ માણિક્યની કાંતિવડે આકાશને કાબરૂં કરતે ઊંચે રૈવતાચલગિરિ દૂરથી તેમના જેવામાં આવ્યું. ઈંદ્રનીલ મણિ સાથે મળેલા સ્ફટિકમણિની કાંતિથી જાણે પૃથ્વીરૂપી સ્ત્રીને વલ્લભનિત પુષ્પાએ ગુંથેલેકેશપાશે હોય તેવો તે દેખાતે હતે વચમાં વચમાં સુવર્ણ રેખાઓ અને સર્વ ભાગમાં નીલ વર્ણની શિલાઓ દેખાતી હતી, તેથી વિદ્યુત શિખાવાળા કૃષ્ણમેઘના જેવો તે ઉજત જણાતું હતું, જેમાં ક્રીડા કરતા કિંમરજનના બાલકેએ ઉછાળેલા રતના દડા દિવસે પણ આકાશમાં તારાઓને ભ્રમ ઉત્પન્ન કરતા હતા. રાત્રિએ ચંદ્રકાંત મણિના શિખરમાંથી ઝરતી અમૃતની ધારાવડે જેના વનના વૃક્ષે યલવગર નિરતર લીલા રહેલાનો દેખાવ આપતા હતા. જ્યાં પંચવર્ણી મણિઓની કાંતિવાળાં વિચિત્ર વૃક્ષો પવનને હલાવવાથી પ્રેક્ષક જનોને મયૂરનૃત્યને ભ્રમ કરાવતા હતા; સર્વ ઠેકાણે નીલશિલાવાળો અને મધ્ય મધ્યમાં ઉજજવળ પાષાણુવાળે તે ગિરિ રરણાયમાન તારાવાળે ગગનમાર્ગ હોય તેવું જણાતું હતું. ઊંચી સુવર્ણની ચૂલિકાવાળે અને ચેતરફ વૃક્ષોથી વીંટાઈ રહેલ તે ગિરિ પૃથ્વીદેવીને રક્ષામણિ હોય તેવો લાગતો હતું જેમાં રહેલા રસકુંડા, “ધર્મને જામિન કોણ માગે છે ? લક્ષ્મી કેને જોઈએ છીએ ? અને દારિદ્રય કોને રહ્યું છે?' ઇત્યાદિ વાક્ય બોલ્યા કરે છે; જે સફળ કદલી વૃક્ષોથી, આંબાનાં તોરણેથી, અને વિદ્યાધરની પ્રિયાએના ગાનથી સદા ઉત્સવ ધરનારે જણાય છે; દિવસે જવલાયમાન સૂર્યકાંત મણિઓથી, રાત્રિએ પ્રદીપ્ત ઔષધિઓના દીપકેથી અને કદલી વૃક્ષરૂપ ધ્વજાઓથી જાણે અનંત લક્ષાધિપતિ હોય તે જે દેખાય છે; પિતાના ઊંચા શિખર ઉપર વિકાસ પામેલા ઉગ્રમણિના સમૂહથી જે આકાશને શતચંદ્રવાળું કરે છે; જ્યાં સ્ફટિક મણિની નિકમાં વહેતું નિર્ઝરિણીનું જળ શેષનાગના શરીર પર ચંદન નનાં વિલેપન જેવું અને ચંદ્ર પર ચંદ્રના અર્ચન જેવું દેખાતું હતું, જે નિર્ઝરિણું એના ઝણકારાથી સર્વત્ર બોલતો જણાતો હતો અને પાસેની ભૂમિ પર ચાલતા ગ ૧ ગિરનાર. ૨ ચટલે. ૩ શ્યામ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy