SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો.] શાંતનુરાજાના ચાર પુત્રોના પૂર્વભવ. ૧૯૫ ણીને શૂળીએ દેવાની આજ્ઞા આપી એટલે કાટવાળે તરતજ તેને શૂળીએ ચડાવ્યેા. તેણે શૂળીની વેદના સહન કરતાં કરતાં કાઇ મુનિને મુખેથી બેાલાતા નવકાર મંત્ર આદરબુદ્ધિથી સાંભળ્યેા. ત્યાંથી મૃત્યુ પામી તે છઠ્ઠી નરકે ગયા. ત્યાં સ્રીહત્યાથી બાંધેલું પેાતાનું કર્મ ભોગવી નવકાર મંત્રના શ્રવણથી હે રાજા ! તારે ઘેર આ બીજા પુત્રપણે અવતર્યો છે. શરણુ રહિત અને સદા ભીરૂ એવી અબળાને કાર્ય દિવસ મારવી નહીં. કાપાયમાન થયેલી સ્ત્રી આ લોક અને પરલેાકના નાશને માટે થાય છે. ' આ તારો ત્રીજો પુત્ર કાળ, પૂર્વ જન્મમાં એક સાહુકારના પુત્ર હતા. તે કામાંધ, અગમ્યા સ્ત્રી સાથે ગમન કરનારા, નિત્ય ગુરૂદેવના નિંદક, અને ધર્મનેા ધાતક હતા. ધન અને યૌવનના ગર્વથી તે માતા પિતાની આજ્ઞા માનતા ન હતા; દેવ અને ધર્મને ઓળખવાનું કારણ તેમજ તત્ત્વને ઓળખાવનાર સદ્ગુરૂ છે, તેવા ગુરૂની જે નિંદાકરે છે, તેણે તે ત્રણેના તિરસ્કાર કરેલા છે. જે દેવ, ગુરૂ અને ધર્મની નિંદા કરે છે તે ચંડાળના ભવ પામીને છેવટે નરકના અતિથિ થાય છે. દેવ નિંદામાં પરાયણ એવા પુરૂષને બાધિબીજ, મુક્તિ, સ્વર્ગ, સત્કળ અને શુદ્ધદ્રવ્યની લબ્ધિ વિગેરે પ્રાપ્ત થતાં નથી. શ્રીજિનેશ્વર ભગવંતની નિંદા કરવાથી મુંગાપણું, કાહલપણું, કરાળિયા અને કુષ્ટાઢિ દોષજનિત રોગે અને સડસડ પ્રકારના અન્ય રોગા ઉત્પન્ન થાયછે. ગુરૂનિંદાથી અપયશ, અકાળમરણુ, દુઃખ, મુખમાં દુર્ગંધ, કરાળિયા અને તંતુ પ્રમુખ દોષો ઉત્પન્ન થાય છે. ધર્મની નિંદા કરનારા મનુષ્ય વારંવાર નરક અને તિર્યંચના ભવ પામે છે, પૂરીવાર તે માનુષ ભવ મેળવતેા નથી. દેવ ગુરૂ અને ધર્મે—એ ત્રણની જે નિંદા કરે છે. તે ધાર પાતકી છે. તેના સંસર્ગમાત્રથી પણ બીજા મલિન થઈ જાય છે. એક વખતે ‘ આ પુત્ર નઠારા આચારમાં પ્રવનેતા હાવાથી મારા કુળને કલંકભૂત છે માટે ગૃહમાંથી કચરાને બહાર નાખી દે તેમ તેને સર્વથા તજી દેવા એજ ઉચિત છે' આ પ્રમાણે વિચારી તેના પિતાએ તેને નગરમાંથી કાઢી મૂક્યા. એટલે તે યૂથમાંથી છુટા પડેલા મૃગલાની જેમ વનમાં ભટકવા લાગ્યા. છેવટે કરેાળિયા અને મુખપાકના રોગની વેદનાવડે તે મૃત્યુ પામી છઠ્ઠી નરકે જઈ આ કાલ નામે તારા પુત્ર થયેલા છે. '' આ ગાથા પુત્ર મહાકાલ પૂર્વ ભવે એક બ્રાહ્મણના પુત્ર હતા અને નિત્ય ભિક્ષાપજીવી' હાવાથી દુઃખનું પાત્ર હતા. પેાતાનાં દુપૂર* ઉદરને પૂરવા માટે તે દેશદેશ ભટકતા હતા. એકદા કાઈ ગામમાં કાઈ જિનપૂજકના ધરમાં તે ચાકર ૧ વાળો. ૨ રોગો. ૩ ભિક્ષાવડે આજીવિકા ચલાવનારો. ૪ મુશ્કેલીથી પૂરી શકાય તેવું. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy