SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો.] સાત ક્ષેત્રસંબંધી ઉપદેશ. ૧૮૯ જીવવગરનું શરીર, વિદ્યાવગરના પુત્ર, નેત્રવિનાનું મુખ, પુત્રવગરનું સારૂં કુળ, જળવર્જિત સરોવર, અને સૂર્યરહિત આકાશ શેાભતું નથી, તેમ પ્રતિષ્ઠાવગરનું શ્રીજિર્નાબંખ સૌંદર્યતાને યાગ્ય થતું નથી. “ જ્ઞાનવિના` સંસારમાં પરિભ્રમણ અને જ્ઞાનથી મેાક્ષ પમાયછે. તે જ્ઞાન સિક્રાંતના આરાધનથી ઉદ્ભવેછે. આરાધન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાયછે. તેમાં સારૂં પેાથીબંધણું, સારાં પાઠાં, સુંદર દારી, પત્રની રક્ષા થાય તેવું વીટણું (કવળી), જ્ઞાનની સમિપે દીપકના પ્રકાશ, ધૂપ, ચંદનના છાંટા, સંગીત, અષ્ટમાંગલ્ય, ફળ, પુષ્પ અને અક્ષત ધરવા, ઇત્યાદિ પુસ્તકની જે પૂજા કરવી તે જ્ઞાનનું દ્રવ્ય આરાધન કહેવાય છે. જ્ઞાન સાંભળવું, તેપર શ્રદ્ધા રાખવી, ભણવું, ભણાવવું અને જ્ઞાન જાણનારાઓની ભક્તિ કરવી એ જ્ઞાનનું ભાવઆરાધન કહેવાયછે. હે રાજા! આ પ્રમાણે કરેલી જ્ઞાનની આરાધના સંસારની જડતાના નાશ કરનારી અને કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી થાયછે. જ્ઞાનની આરાધનાથી પ્રાણી ચક્રવર્તી અને ઇંદ્ર વિગેરેના ઉત્તમ ભવ પામી છેવટ તીર્થંકરપદ અને કેવળજ્ઞાન પામી મેાક્ષ જાયછે. ચÍવધ સંધની પૂજા અને ઉપાસના કરવી, તે લૉકાત્તા સુખને આપનારાં ચાર ક્ષેત્રો કહેવાય છે. જેને ધેર સંધ આવે તેના હાથમાં ચિંતામણિ છે, તેને આંગણે કલ્પવૃક્ષ છે અને તેની આગળ કામધેનુ રહેલી છે એમ સમજવું. જેનાં આંગણામાં સંધ આવે તેનું કુળ નિષ્કલંક થાયછે, તેની માતા ભાગ્યની ભૂમિપ છે અને લક્ષ્મી તેના હાથમાં રહેલી છે. સંધના ચરણની રજ જેના મસ્તકનો સ્પર્શ કરેછે તે પવિત્ર પુરૂષને તીર્થસેવાનું ફળ મળેછે. પાપના સમૂહરૂપ ગ્રીષ્મમાં મેધ જેવા, દારિદ્રયરૂપ રાત્રિમાં સૂર્યસમાન, અને કર્મરૂપ હાથીઓમાં સિંહતુલ્ય એવા સનાતન સંધ જય પામેા. ફળ, તાંબૂલ, વસ્ર, ભેાજન, ચંદન અને પુષ્પાથી જેણે સંધની પૂજા કરી છે, તેણે આ માનવજન્મનું ફળ પ્રાપ્ત કરેલું છે. હે રાજા ! આ સપ્તક્ષેત્ર જૈનરાજ્યમાં સદા ફળદાયક છે, તેમાં જો દ્રવ્યરૂપ બીજ વાવેલું હોય તે તેમાંથી નિર્વિન્ને ઉદ્મયકારી ફળ પ્રાપ્ત થાયછે.” 66 આ પ્રમાણે સુનાભ ગણધરમાહારાજાનાં વચનામૃત સાંભળી ચક્રવર્તી જાણે તૃપ્ત થયા હોય તેમ અંતમાં ચમત્કાર પામી મસ્તક ધૂણાવવા લાગ્યા. પછી ગુના ચરણને અને બીજા મુનીશ્વરાને નમસ્કાર કરી મુનિની વાણી સ્મરણ કરતા તેઓ પેાતાને સ્થાનકે આવ્યા. ત્યાં ષટ્સવાળી રસવતી જમી ખુશી થયેલા ચક્રવત્તાં ક્ષણવાર ઉત્તર ભદ્રાસનપર નિદ્રા પામ્યા. પછી ત્યાંથી ઊઠી સામયશા, ૧ સાત ક્ષેત્રમાં ત્રીજું ક્ષેત્ર જ્ઞાન છે તેનું વર્ણન કરેછે. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy