SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ શત્રુંજય માહા.... [ ખંડ ૧ લો. સૂર્યની જેમ તેની કાંતિ અધિક પ્રકાશિત થઈ. પછી ખગ ઉગામીને ક્રોધથી તે સુગતિની ઉપર દોડ્યો. વેગથી હાથીને છોડી દઈને તે શાર્દૂલે પર્વત પર શાર્દુલ પ્રહાર કરે તેમ સુગતિના મસ્તકમાં કોપથી ખર્શને ઘા કર્યો. તે ઘાવડે સુગતિ વિદ્યાધર કાચા માટીના પાત્રની જેમ દ્વિધા થઈ ગયે અને રણભૂમિમાં શાર્દૂલને પ્રતાપપણ દ્વિધા (બમણે) થઈ ગયે. તે વખતે કમલપતિ સૂર્ય પણ કમલના સકેચને સહન કરતો ન હોય, અથવા કઠેર રણથી ત્રાસ પામ્ય હેય, તેમ પ શ્ચિમ સમુદ્રમાં ચાલ્યા ગયે. બીજે દિવસે સવારમાં શત્રુરૂપ કમલને નાશ કરનાર સામયશા તેજથી જાજવલ્યમાન થઈને ચકિની સેના નજીક આવ્યું. સર્વને જીતનાર, કાળની જેવો દારૂણ અને ક્રૂર એ તે બાહુના પરાક્રમથી ભારત સેનાપર તુટી પડ્યો. તે વખતે ચકીના સર્વ સૈનિકે એકઠા થઈ અનેક જાતિનાં શસ્ત્રોને વર્ષાવતા રવિસાથે અંધકારની જેમ બહુ રોષથી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ જે જે નેત્ર ઉઘાડે, તેની આગળ જાણે અદ્ભુત શક્તિથી અનેક રૂપવાળા હોય તેમ સમયશા જેવામાં આવવા લાગે. તે એક છતાં અનેક રૂપવાળે હેય તે થઈ મૃગલાની સાથે સિંહની જેમ સર્વની સાથે સર્વ અસ્ત્રોથી યુદ્ધ કરવા લાગે. ક્ષણવારમાં ચક્રવાત ની જેમ તેણે ચક્રવર્તાની સેનાને જલકણ જેવા પુરૂવડે ઉન્માર્ગવાહિની કરી દીધી. સમયશાને એવી રીતે પરાક્રમ કરતો જોઈને સૂર્યયશાને પુત્ર સુરરાજ બદ્ધતપણે તેની ઉપર દે. પરસ્પર વિજયને ઈચ્છનારા તે બંને વીર એકઠા મળતાં લોકોના મનમાં ક્ષણવાર પ્રલયકાળની શંકા થઈ. તે વખતે જાણે તેનાથી ભય પામે છે, તેમ સૂર્ય ઘણા કિરણોને ધારણ કરનાર છતાં પણ અત થઈ ગ અને ફરીથી તેમને જોવાના કૌતુકથી પાછે બીજે દિવસે ઉદય પામ્યું. તે વખતે શબ્દબંધુને વીરબંધુ, મહાબાહુને સુબાહુ, ધૂપઘટને ધૂમકેતુ, જ્યવીરને મહાય, ચાલક ને ત્રિલોક અને કામ જ ને ચંદ્રક, એમ ચક્રવર્તી અને બાહુબલિના વીરે રણભૂમિમાં પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પિતાના સ્વામીએ જોયેલા બીજા પણ કેટલાક સુભટ રણમાં જય અને પરાજય પામવા લાગ્યા. એ પ્રમાણે બંને સૈન્ય મળતાં તેઓ વચ્ચે બાર વર્ષસુધી મોટું ભયંકર યુદ્ધ ચાલ્યું. બાર વર્ષને અંતે એક દિવસે પ્રાતઃકાલ થયે એટલે વાજીિત્રના શબ્દો સાંભળીને સર્વ સૈનિકે ક્રોધથી શસ્ત્રને વર્ણવતા રણભૂમિમાં આવ્યા. ભરતરાજાના ૧ વંટોળીઓ. ૨ આડેરસ્તે ઉતારી દીધી. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy