________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
બિહું ભેદે ભાખ્યાં, જીવ સકલ જગમાંહે, એક કૃષ્ણ પક્ષી એક શુકલપક્ષી પણ માહે વલી દ્રવ્ય કહ્યા છે, જીવ અજીવ વિચાર; તે આગમ જાણે, નિશ્ચય ને વ્યવહાર. ૩
સંજમધર મુનિવર, શ્રાવક જે ગુણવંત બિહુ પક્ષના સાનિધ્ય કારક સમકિતવંત; જે શાસન સુર નર, વિશ્વ કાડી હરત, શ્રી જ્ઞાનવિમલસૂરિ, લીલા લબ્ધિ લહંત. ૪
પન્નર તિથિની સંપૂર્ણ
૯૨ શ્રી યુગમંદીર જિન સ્તવન. શ્રી યુગમંદીરને કહેજે, કે દધિસત વિનતડી સુણજોરે, કાયા પામી અતિકુડી, પાંખ નહિ આવું ઉડી; લબ્ધિ નહિ કેાઈ રૂડીર, શ્રીયુગમંદીરને કહેજે. તુમ સેવા માંહિ સુર કોડી, ઈહાં આવે જો એક દેડી; આશા ફળે પાતક મેડી રે, શ્રીયુગમંદીરને કહેજે. ૨ દુષમ સમયમાં ઈણે ભરતે, અતિશય નાણું નવિ વરતે, કહીએ કહો કેણ સાંભળતેરે, શ્રીયુગમંદીરને કહેજે. ૩ શ્રવણ સુખી તુમ નામે, નયણુ દરિશણ નવિ પામે; એ તો ઝગડાને ઠામે, શ્રીયુગમંદીરને કહેજો. ૪ ચાર આંગળ અંતર રહેવું, શોકલડીની પેરે દુઃખ સહેવું, પ્રભુ વિના કેણ આગળ કહેવું રે, શ્રીયુગમંદીરને કહેજે. ૫ મહોટા મેળ કરી આપે, બેહુને તોલ કરી સ્થાપે;
For Private and Personal Use Only