________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૦ વહેલો રે, ચોસઠ ઈંદ્ર મલી પછે ભાવે રે, જિનને મેરૂશિખર લઈ જાવે રે.
ક્ષીર સમુદ્રનાં નીર અણાવી રે, કનક રજત મણિ કુંભ રચાવી રે એક કાટિ સાઠ લાખ ભરાવે રે, એહવે ઈંદ્રને સંદેહ આવે રે.
જલધારા કેમ ખમણે બાલ રે, તવ પ્રભુ હરિને સંશય ટાલ રે, અંગુઠે કરી મેરૂ હલાવે રે, હરિ ખામીને જિન હવરાવે રે.
બાવનાચંદન અંગે લગાવે રે પૂજી પ્રણમી ઘરે પધરાવે રે, સબલ વિધાની સિદ્ધારથ રાજા ર, દશ જિન ઉત્સવ કરી તાજા રે.
કુંકુમ હાથ દિયે ઘરબાર રે, વાજાં વાગે વિવિધ પ્રકારે રે, ધવલ મંગલ ગોરી ગાવે રે, સ્વજન કુટુંબ તે આનંદ પાવે રે.
પકવાન્નશું પાણી નાત રે, નામ ધર્યું ભાન વિખ્યાત રે, ચંદ્રકલા જિમ વાધે વીર રે, આઠ વરસના થયા વડ વીર રે.
દેવ સભામાં ઈંદ્ર વખાણે ર, મિથ્યાદષ્ટિ સુર નવિ માને રે, સાપનું રૂપ કરી વિકરાલ રે, આવ્યો દેવ હીવરાવવા બાલ ૨,
નાખ્યો વીરે હાથે સાહી રે, બાલક રૂપ કરી સુર ત્યાંહી રે વીરની સાથે આ રમવા રે, જાણી હાર્યો સુર તે બેલમાં રે.
For Private and Personal Use Only