________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણ વાહન, સુરપતિ અતિ બલવંત, જિમ જગ જશ ગાજે, રમણિકાંત હસંત, તપ સાનિધ્ય કરજે, મૌન અગ્યારશ સંત; તવ કીર્તિ પ્રસરે, શાસન વિનય કરત.
૬ એકાદશીની થાય. નિરૂપમ નેમિ જિનેશ્વર ભાખે, એકાદશી અભિરામજી; એક મને કરી જેહ આરાધે, તે પામે શિવ ઠામજી તેહ નિસુણી માધવ પૂછે મન ધરી અતિ આનંદાજી એકાદશીને એહ મહિમા, સાંભળી કહો જિર્ણદાજી.
૧ એક શત અધિક પચાસપ્રમાણ, કલ્યાણક સવિ જિનનાંજી; તેહ ભણે તે દિન આરાધે, પાપ છેડે સવિ મનનાં, પિસહ કરીએ મૌન આદરીએ, પરિહરીએ અભિમાનજી, તે દિન માયા મમતા તજીએ, ભજીએ શ્રી ભગવાનજી. ૨
પ્રભાતે પડિકમણું કરીને, પોસહ પણ તિહાં પારીજી; દેવ જુહારી ગુરૂને વાંદી, દેશનાની સુણું વાણીજી, સ્વામી જમાડું કર્મ ખપાવું, ઉજમણું ઘરે માંડું , અશનાદિક ગુરૂને વહેરાવી પારણું કરૂં પછી વારૂ જી. ૩
બાવીશમા જિન એણે પરે બેલે, સુણ ] કૃષ્ણ નરિંદાજી; એમ એકાદશી જેહ આરાધે, તે પામે સુખ વૃંદાજી દેવી અંબાઈ પુણ્ય પસાથે, નેમીવર હિતકારીજી; પંડિત હરખવિજય તસ શિષ્ય માનવિજય જયકારીછ.
For Private and Personal Use Only