________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ સાતમી.
લીલાવંત કુંવર ભલે-એ દેશી. સહમ કહે જંબૂ પ્રતે,જ્ઞાનાદિ ધર્મઅનંતરે વિનીત–એ આંકણી.. અર્થ પ્રકાશે વીરજી, તિમ મેં રચિઓ સિદ્ધાંતરે વિનીત, પ્રભુ આગમ ભલે વિશ્વમાં. પઠ લાખ ત્રણસેં ને તેત્રીસ, એગણા સાઠ હજાર રે; વિ. પીસ્તાલીસ આગમ તણો, સંખ્યા જગદાધાર રે. વિપ્ર ૨ અથમીએ જિન કેવળ રવિ, સુત દીપે વ્યવહાર રે; વિ. ઉભય પ્રકાશક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપગાર રે. વિ. પ્ર. ૩ અન્ય ક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહે નવકાર રે; વિ. શુકલ ધ્યાન છે ધ્યાનમાં, કલ્પસૂત્ર તિમ સારરે. વિ. પ્ર ૪ વીર વર્ણન છે જેહમાં, શ્રી પર્વ તસુ સેવ રે; વિ છÇ તપે કલ્પસૂત્ર સુણે મુદા, ઉચિત વિધિ તતખેવરે. વિ...૫
ઢાળ આઠમી.
તપશું રંગ લાગ્યોએ દેશી. નેવું સહસ સંપ્રતિ પે રે, ઉદ્ધાર્યા જૈન પ્રાસાદ રે, છત્રીસ સહસનવાં કર્યારે, નિજ આયુ દિનવારે, મનને મોદે રે; પૂજે પૂજો મહોદય પર્વ મહોત્સવ મોટે રે. અસંખ્ય ભરતના પાટવી રે, અઠ્ઠાઈ ધર્મનાં કામી રે; સિદ્ધગિરિએ શિવપુરી વર્યા રે, અજરામર શુભ ધામી. ભ૦૨ યુગપ્રધાન પુરવ ઘણુંરે, વયર સ્વામી ગણધાર રે;
For Private and Personal Use Only