________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
કણે આરાધી એહવીરે, કેઈ ને ફલી તતકાલ; તેહ ઉપર તમે સાંભરે, એહની કથા રસાલ, ભાવિક ૮ જબૂદ્વીપ સોહામણેરે, ભરત ક્ષેત્ર અભિરામ; પદ્મપુર નગરે શોભતો રે, અજિતસેન રાય નામ. ભ૦ ૮, શીલ સૌભાગી આગલેરે, યશોમતી રાણી નાર; વરદત્ત બેટે તેહને રે, મૂરખમાં સિરદાર. ભ૦ ૧૦ માતા પિતા મન રંગશુંરે, મૂકે અધ્યાપક પાસ, પણ તેહને નવી આવડે, વિદ્યા વિનય વિલાસ. ભ૦ ૧૧ જિમ જિમ યૌવન જાગતો રે, તિમ તિમ તનુ બહુ રોગ, કાઢ થયો વળી તેહનેરે, વસમાં કરમના ભોગ. ભ૦ ૧૨ આદરીએ આદર કરી, સૌભાગ્ય પંચમી સાર; સુખ સઘલાં સહેજે મિલેરે, પામે જ્ઞાન અપાર. ભ૦ ૧૩
દહા–તિકપુર શેઠ વસે તિહાં, સિંહદાસ ગુણવંત જેન ધરમ કરતા લહે, કંચન કેડિ અનંત. કપુરતિલકા સુંદરી, ચાલે કુલ આચાર; તેહની કુખે અવતરી, ગુણમંજરી વર નાર. મુંગી થઈ તે બાલિકા, વચન વદે નહી એક જિમ જિમ અતિ ઔષધ કરે, તિમ તિમ તનું બહુ રોગ. ૩ સોલ વરસ તેહને થયાં, પરણે નહિ કુમાર; એહને કઈ વછે નહી, સ્વજનાદિક પરિવાર.
For Private and Personal Use Only