SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આખો સમુહ પણ લીધી છે. પણ આથી એકંદરે જગા વિશેષ રોકાઈ હોય એમ માનવાનું કારણ નથી. કેમકે એવા સંજોગોમાં પછી Abstract જેવા શબ્દના અવતરણમાં જ Concrete જેવા શબ્દ અવતરણ આવી ગયું હોય છે એટલે Concrete જેવા શબ્દ માટે પછી ફરીથી અવતરણ આપવાની જરૂર પડી નથી, ને કેવળ આગળ આવી ગયેલા અવતરણના ઉલ્લેખમાત્રથી ચાલી શક્યું છે. આ વખતે મૂળ સ્થળે આપેલું અવતરણ કોઈને શોધવું હોય તો સરળ પડે એટલા માટે મૂળ અવતરણમાં ભવિષ્યના જે જે પર્યાયો માટે અવતરણ આવી જતાં હોય તે તે પર્યાયો જાડાં કાળાં બીબાંમાં છાપ્યાં છે કે જેથી સહેલાઈથી નજરે પડે. ઘણે ઠેકાણે યાજકે અસલ લખાણમાં મૂળ અંગ્રેજી શબ્દ કૌસમાં આપ્યો હોય છે તે અહીં અવતરણ લેતી વખતે જગા બચાવવા માટે આ ન આપતાં તેનો પ્રથમાક્ષર જ આપે છે. વળી કેટલેક ઠેકાણે જ અવતરણભાગ વિશે પાના નીચે ટીપ લખીને ખુલાસો કર્યો હોય છે તે ખુલાસો કેશમાં ટીપના આધારભૂત શબ્દની બાજૂમાં કેંસમાં લેવાનું ઘોરણ રાખ્યું છે. (ઉદાહરણ તરીકે Caricatures ઉપહાસવિકૃતિ, Creative artist=કલ્પક એ શબ્દો જુઓ.) અવતરણની જોડણી સર્વત્ર મૂળ લેખકની જ રાખી છે. કેવળ ગુજરાતી વિદ્વાનોના જ પર્યાય લેવાનો નિર્ણય થયેલ હોવાથી જે અંગ્રેજી શબ્દો માટે કોઈ પણ ગુજરાતી વિદ્વાનને પર્યાય જવાનો પ્રસંગ નહિ આવે તેવા શબ્દો આ કોશમાં આવી શક્યા નથી. દષ્ટાંત તરીકે Contraposition, Declannation, Endogamy, Foreshortening, Jingo આદિ જેવાં પદો માટે સ્વતંત્ર ગુજરાતી પર્યાયો નિશ્ચિત નથી, એટલે આવા કોશમાં તેવા શબ્દોનો સમાવેશ થ જોઈને હતા. પરંતુ કોઈ પણ ગુજરાતી લેખકે તેના પર્યાયો આપેલા નહિ હોવાથી એ અંગ્રેજી શબ્દો આમાં દાખલ કરી શકાયા નથી. આ રીતે દેશમાં જે અપૂર્ણતા રહી ગઈ છે તે દૂર કરવા માટે ને તેને સર્વગ્રાહી કરવા માટે, સોસાઈટીએ જ્યારે એ કામ સેપ્યું ત્યારે આપણું મુખ્ય મુખ્ય સાક્ષરોને પોતાને અત્યાર સુધીમાં જે શબ્દો માટે પર્યાય યોજવાને પ્રસંગ ન આવ્યો હોય તેવા શબ્દોના પર્યાય ખાસ આ કોશ માટે નવા યોજી મોકલવાની વિનંતિ ખાનગી પત્રદ્વારા કરેલી. પણ સૌ પોતપોતાના વ્યવસાયમાં ડૂબેલા હોવાથી ત્રણ ચાર જણ સિવાય કોઇના તરફથી કશી મદદ મળેલી નહિ. આ ત્રણ ચાર જણમાં મુખ્ય બે તે રા. નરસિંહરાવ અને રા કાલેલકર. રા. નરસિંહરાવે પોતાનાં તેમ અન્ય લેખકોનાં લખાણોમાંથી તારવીને તેમાં થોડા નવા યોજીને એમ આશરે સો જેટલા શબ્દો મોકલેલા. રા. કાલેલકરે તો પોતાને ફાળે મોટી સંખ્યામાં આપેલો. એમને લગભગ આઠસોથી હજાર જેટલા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરીને આપવામાં આવેલી તેમાંથી છ જેટલાના પર્યાય એમણે ભરી મોકલેલા. આ રીતે આ બન્ને વિદ્વાનોએ કેશને ખાતર મમત્વપૂર્વક જે શ્રમ લીધેલો તે બદલ કેશ તેમને સદાનો ઋણી રહેશે ને તેમનો આ મીઠો સમભાવભર્યો સહકાર કદી ભુલાશે નહિ. For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy