________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailashsagarsuri Gyanmandir
પૂજ્યશ્રીની મુંબઈમાં-માટુંગા-કેટ-પાયધુની શ્રી નમિનાથજી તથા શ્રીગેડીજી ઉપાશ્રયના પાંચ ચાતુર્માસની સ્થિરતા દરમ્યાન અનેક વિધ થયેલ શાસનપ્રભાવનાના ચિરસમરણીય અનુદનીય થયેલ કાર્યોની પરંપરાને અદ્યાપિ આરાધક જે યાદ કરી અનુમોદના કરી રહ્યા છે.
માટુંગામાં થયેલ ભવ્યઅંજનશલાકા પ્રતિષ્ઠા મહામહોત્સવ, પાયધુની શ્રી ગેડીજી તથા શ્રી નમિનાથ દેરાસરે તથા કેટ, પ્રાર્થના સમાજ કુલ તેમ માટુંગા (સહસ્ત્રફણા પાર્શ્વનાથજી છનાલયમાં) વિગેરેમાં થયેલ અભૂતપૂર્વ જિનબિમ્બ તથા ધ્વજદંડ, શાસન અધિષ્ઠાયક દેવ દેવીએના પ્રતિષ્ઠા મહોત્સવે તેમ સંખ્યાબંધ જિનેન્દ્ર ભક્તિ નિમિત્ત અઠ્ઠાઈ મહોત્સવે અષ્ટોતરીના, શાંતિના, શ્રી સિદ્ધચક બહત્ પૂજને વિગેરે સમ્યગદર્શનની સ્થિરતા દઢતાનિર્મળતા કરનારા બન્યા હતા.
સમ્યગ જ્ઞાનગની સાધનાના આલંબનભૂત શ્રીઉપધાન તપની આરાધનાઓ, શ્રીભગવતીજીસૂત્રના વાંચન પ્રારંભ મહોત્સવ, પ્રસ્તુત ઉસહનાહચરિયનું લેખનકાર્ય તેમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની નિશ્રામાં થયેલ મુનિ સમુહની આગમવાચના-તેમ તે વાચનાની યોગ્યતા પ્રાપ્ત કરવા મુનિસમુહની દહનની સુંદર આરાધના યાદ આવતાં આનંદ અ છે.
સમ્યકુ ચારિત્ર અને ધર્મની સાધના એ તે પાંચ વર્ષની મુંબઈની સ્થિરતામાં આરાપક જેના હૈયે ચિરસ્થાયી બની છે. પૂજ્ય આચાર્ય દેવશ્રીના-બાલ-યુનાવ-પ્રૌઢ અને વૃદ્ધ મુનિઓની જ્ઞાનધ્યાન પૂર્વકની ઘેર તપશ્ચર્યાઓ તેમ ચારિત્રનિષ્ઠ મુનિઓના ગણિ પંન્યાસતથા ઉપાધ્યાય પ્રદપ્રદાન જેવા શાસનમાન્ય પદપ્રદાન મહેલે થવા સાથે ૨૦ થી ૨૫-ની સંખ્યામાં બાલ-યુવાન તેમ પ્રૌઢ મુમુક્ષુ જીવેને ભાગવતી પ્રવજ્યા પ્રદાન તથા ઉપસ્થાપના અદિના ચારિત્રધર્મની પ્રભાવના કરતાં પ્રસંગે લોકહૈયે જડાઈ રહ્યા છે.
શ્રીચતુર્વિધ સંઘમાં પણ અભૂતપૂર્વ બનેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ભગવંતની વિધિપુરસરની ૧૨૦૦-ની સંખ્યામાં આરાધકેની ભવ્યતમ અઠ્ઠમતપની આરાધના તેમ શ્રી થંભન પાર્શ્વનાથ, અભિગ્રહ તેમ સિદ્ધગિરિરાજ અઠ્ઠમ તથા શ્રી ગૌતમસ્વામિજીના છ તેમની હજારે તેમ સેંકડોની સંખ્યામાં થયેલ આરાધના આજે પણ તે સાધકો યાદ કરી રહ્યા છે.
પ્રસ્તુત ગ્રન્થકારશ્રીના ગ્રન્થારંભથી લઈ ગ્રંથપૂર્ણાહુતિના લગભગ બાર માસના સમય દરમ્યાન સામુદાયિક એક કોડ નવકાર મહામંત્રના જાપની આયંબીલના તપ કરવા પૂર્વકની સાધનાએ ગ્રંથકાર પૂજ્યશ્રીને દ્વિગુણ ઉત્સાહિત કર્યા છે.
ચતુર્વિધ શ્રીસંઘમાં થયેલ આમ રત્નત્રયીની આરાધનાની ઉજવણીરૂપ ભવ્ય ઉઘાપન મહેસે પણ અનુમોદનાના પાત્ર બન્યા છે. - ઉપરોક્ત પ્રવૃત્તિ સાથે સાધાર્મિક ભક્તિ અંગે વ્યક્તિગત તેમ સામુહિક પ્રેરણાના પરિણામે હજારની રકમને સદ્દવ્યય તે અદ્યાપિ પ્રચ્છન્ન જે રહ્યો છે.
આવા ઉત્સાહ ભર્યા વાતાવરણમાં પૂ. પંન્યાસજી શ્રી ચંદ્રોદય વિજ્યજી ગણિ મહારાજ હાલ ઉપાધ્યાયજી)ની પ્રેરણા પામી આ પ્રાકૃતરૂપાન્તરને પ્રકાશિત કરવા અનેક મહાનુભાવોએ અગાઉથી આર્થિક વ્યય કરી લાભ મેળવ્યું છે જેએની શુભ નામાવલી યથાસ્થાને મુકવામાં આવી છે.
For Private And Personal