SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailashsagarsuri Gyanmandir પ્રકાશકીય જૈનગ્રન્થકાર પૈકી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિવિધ વિષયના ગ્રન્થ રહ્યા છે. એમનાં એકનું–નામ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર છે. આ સંસ્કૃત મહાકાવ્ય-૧૦ -પર્વમાં વિભફત છે એના પ્રથમ પર્વમાં મુખ્યત્વે કૌશલિક-શ્રીષભદેવ ભગવંતનું વિસ્તૃત ચરિત્ર છે. એનું પ્રાકૃત રૂપાન્તર પરમપૂજ્ય પ્રાકૃતવિશારદઆચાર્ય મહારાજ શ્રીવિજ્ય કસ્તુરસૂરીશ્વરજી મહારાજશ્રીએ કર્યું છે. આ પુસ્તકનું પ્રકાશન કરતાં અમે અતિ આનંદ અનુભવીએ છીએ એના ખાસ કરીને બે કારણે છે. એક તે આ ઉસહનાહચરિય દ્વારા ત્રિષષ્ઠિ શલાકા પુરુષચરિત્રનું પ્રથમ પર્વ ચિરકાલીન બને છે. બીજુ આજકાલ પ્રાકૃતમાં કૃતિઓ રચનારાઓની સંખ્યા અતિવિરલ છે. એટલે આ પ્રાકૃત રૂપાન્તરથી પ્રાકૃત–સાહિત્યમાં વૃદ્ધિ થાય છે. પ્રસ્તુત ગ્રન્થકાર શાસન સમ્રાટુ અનેક તીર્થોદ્ધારક-આબાલ બ્રહ્મચારિ પરમકૃપાળુ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર-પરમપૂજ્ય સમયજ્ઞ શાન્તમૂર્તિ આચાર્ય મહારાજ શ્રીવિજ્ય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય થાય છે. જગવિખ્યાત શાસન સમ્રાશ્રીની તથા તેઓશ્રીના વિદ્વાન સૂરિશિષ્ય પ્રશિની સર્વતમુખી સાહિત્ય સેવા પ્રશંસાપાત્ર બની છે. તે પૈકી આ ઉસહનાહચરિયના રચયિતા આચાર્યશ્રીજીની પણ મૃતપાસના-સાહિત્યસેવા આદર પાત્ર બની છે. તેઓશ્રીરચિત-અનુવાદિત સંકલિત-સંગૃહીત તેમ-સંપાદિત-સાહિત્યરાશિ કેટલેક પ્રકાશિત થયેલ છે. જ્યારે અપ્રકાશિત-પણ બહુ સંખ્યક રહ્યો છે. જીવનભર ગુરુકુલવાસમાં રહી અજબ ગજબના રત્નત્રયીના સાધનાના વાતાવરણમાં જ્ઞાનગના પરિપાકના પરિણામે તેઓશ્રીએ પિતાના શિષ્ય સમૂહને પણ તે માર્ગે દોરી કૃપસનાના સાધક બનાવી શાસનને સમર્પિત કર્યો છે અને કરે છે. વાત્સલ્યવારિધિ પૂજ્ય ગુરુદેવ શ્રીમાન વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ શ્રીજીની ત્રિષષ્ઠિના પ્રાકૃતમાં રૂપાન્તર કરવાની પ્રેરણા પૂજ્ય વિજ્ય કસ્તૂરસૂરિજી મહારાજને મળતાં વિ. સં. ૨૦૧૫ ના મુંબઈ પાયધુની શ્રી નમિનાથજી ઉપાશ્રયના ચાતુર્માસ પ્રસંગે મંગલ પ્રારંભ થયે અને વિ. સં. ૨૦૧૬ ના શ્રીગેડીજ ઉપાશ્રયના ચાતુર્માસમાં પ્રથમપર્વના પ્રાકૃતરૂપાન્તરની પૂર્ણાહુતિ થઈ છે. For Private And Personal
SR No.020520
Book TitlePadhamvaggo
Original Sutra AuthorN/A
AuthorNemivigyan Kastursuri Gyanmandir
PublisherNemivigyan Kastursuri Gyanmandir
Publication Year
Total Pages246
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy