SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્બુદ] [ફાલ્ગુની અર્બુદ પું. (સં.) વાદળ (૨) આબુ પર્વત (૩) દશ કોટિનો આંકડો કે સંખ્યા; ‘૧૦૦,૦૦૦,૦૦૦′ (૪) એક રોગ (ગાંઠ-ગુમડાનો); રસોળી અર્બુદાચલ પું. (સં.) (-ળ) આબુ પર્વત અર્ભક પું. (સં.) નાનું બાળક, શિશુ અર્ભકી સ્ત્રી. (સં.) નાની બાળકી અર્યમા પું. (સં.) સૂર્ય (૨) પિતરોમાં મુખ્ય તે (૩) ઉત્તરા અર્વાચીન વિ. (સં.) આધુનિક; સાંપ્રતિક અર્શ પું. (સં.) એક રોગ; હરસ [બૌદ્ધ) અર્હ(-હ)ત પું. (સં.) પરમ જ્ઞાની; બુદ્ધ; તીર્થંકર (જૈન, અહિત વિ. (સં.) પૂજેલું (૨) સંમાનિત; પૂજાયેલું અર્હા વિ. (સં.) સ્તુત્ય (૨) પૂજય (૩) ઉચિત અલ ઉર્દૂ. (સં. અલમ્) ખચીત (૨) બસ અલ સ્ત્રી. શણગાર ((૨) ચોટલો અલક પું. (સં.) વાળની લટ; કપાળ પરના વાંકડિયા વાળ અલક સ્ત્રી. (સં. અલક્ષ્ય) અલેક, અહાલેક અલકદલક ક્રિ.વિ. હાલકડોલક [દેશ કે પ્રદેશ અલકમલક હું. દેશવિદેશ (૨) અતિ દૂરનો કે નિકટનો અલકલટ સ્ત્રી, વાળની લટ-સેર અલકા સ્ત્રી. (સં.) કુબેરની નગરી; અલકાપુરી અલકા (૰ધિપ, -કેશ) પું. (સં.) કુબેર અલકાવલિ સ્ત્રી. (હિં.) વાળની લટો અલક્ત(ક) પું. (સં.) લાલ લાખ (૨) મળતો અલક્ષિત વિ. (સં.) નહિ જોયેલું (૨) ધ્યાનમાં ન આવેલું અલક્ષ્ય વિ. (સં.) અદૃશ્ય (૨) નેમ વિનાનું અલખ વિ. (સં. અલક્ષ્ય, પ્રા. અલકદખ) અજ્ઞેય (૨) સ્ત્રી. અહાલેક (૩) પું. બ્રહ્મ અલખત સ્ત્રી. અપાર સંપત્તિ, ખજાનો અલખનિરંજન પું. અજ્ઞેય નિર્ગુણ બ્રહ્મ અલખપુરુષ પું. (સં.) પરબ્રહ્મ (૨) જીવાત્મા અલખવાદ પું. (સં.) નિરાકારવાદ અલખવાદી વિ. (૨) પું. (+ વાદિન) બ્રહ્મવાદી અલગ વિ. (૨) ક્રિ.વિ. (સં. અલગ્ન; પ્રા. અલગ્ન) જુદું (૨) દૂર; છેટું અલગત સ્ત્રી. અગત્ય (૨) વિ. અગત્યનું; જરૂરનું અલગાર સ્ત્રી. (તુર્કી. અલ્ગાર) પંક્તિ; હાર (૨) મોભો અલગારી વિ. (જૂ.ગુ. આલિગાર-આલિકાર) શોખીન (૨) મસ્ત (૩) મનસ્વી; સ્વચ્છંદી અલગાવ પું. (હિ.) પૃથક્કતા; ભિન્નતા અલગું વિ. અળગું; જુદું [મોથી વગાડવાનું એક વાદ્ય અલગોજા ન. (અ. અલ્ગજહ) વાંસળી, શરણાઈ જેવું અલગ્ન વિ.(સં.) ન ચોંટેલું; અલગ[અળશ; નિર્ધનતા અલછ સ્ત્રી. (સં. અલક્ષ્મી, પ્રા. અલી) ગરીબાઈ; અલડ વિ. અલ્લડ; અલેતું; નાદાન ૪૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir [અલંગ અલતો પું. જુઓ ‘અળતો' અલપઝલપ વિ. અસ્પષ્ટ (૨) ક્રિ.વિ. ઉપર - ટપકે અલપવું સ.ક્રિ. (સં. આલપ્) આલાપવું; ગાવું અલપ(-પા)વું અક્રિ. લપાવું; છુપાવું અલફા પું. (ફા.) ફકીરની બાંય વિનાની કફની અલફાઉ વિ. (અ. અલુફતહ) નકામું; ફાલતુ અલફાઝ પું.બ.વ. (અ. અલ્ફાઝ) શબ્દો; અલ્ફાઝ[જરૂર અલબત(-ત્ત, -નાં) ક્રિ.વિ. (અ. અલબત્ત) ખચીત; બેશક; અલબેલું વિ. (અં. અલ્વયલા = બાદશાહની બક્ષિસ વહેંચનાર) ફાંકડું (૨) ઇશ્કી (૩) પરોપકારી અલબ્ધ વિ. (સં.) નહિ મળેલું (૨) નહિ મેળવેલું; અપ્રાપ્ત અલભ(-મ્ય) વિ. (સં. અલભ્ય) અપ્રાપ્ય; દુર્લભ અલમ્ ક્રિ.વિ. (સં.) બસ (૨) પૂરતું અલમસ્ત વિ. (ફા.) મસ્તાન; મદમાતું (૨) પુષ્ટ અને જોરાવર (મલ્લ જેવું) અલમારી સ્ત્રી. (પો. અલમારિયો) કબાટ (૨) ભીંતનું કબાટ; તાકું (૩) છાજલી (૪) ખાનાંવાળી ઘોડી અલર્ક છું. (સં.) હડકાયો કૂતરો અલય વિ. (સં.) લય-નાશ ન પામે એવું; અનશ્વર અલવણ વિ. (સં.) અલૂણું; મીઠા વિનાનું અલવણ ન. કોર વિનાની ઊનની શાલ; કામળી અલવવું અક્રિ. મૂગા રહેવું [ભેંસ વગેરે) અલવાઈ વિ. સ્ત્રી. એક કે બે માસના બચ્ચાવાળી (ગાય, અલવાન ન. (અ.) કોર વિનાની શાલ; કામળી અલવિદા સ્ત્રી. (અ. અલ્વિદા) છેલ્લી વિદાય; આખરી સલામ (૨) રમજાનનો છેલ્લો શુક્રવાર અલવે ક્રિ.વિ. લીલાએ; લહેરથી અલવેસર વિ., પું. (પ્રા. અલવ + ‘ઈશ્વર’ ઉપરથી ઇસર) અલબેલું; વરણાગી (૨) ન. શરણગારેલ ખચ્ચર અલશ સ્ત્રી. અલછ; અળશ; ગરીબાઈ તેવી ચાલવાળું અલસ વિ. (સં.) આળસુ (૨) મંદ (૩) ઊંઘ ભરેલું અલસગતિ સ્ત્રી. (સં.) ધીમી અને સુસ્ત ચાલ (૨) વિ. [સ્ત્રી અલસગમના વિ., સ્ત્રી. ધીમી અને સુસ્ત ચાલે ચાલતી અલસતા સ્ત્રી. (સં.) આળસ; આળસપણું અલસાવું અ.ક્રિ. (સં. અલસ) આળસવું; થાકી જવું અલંકરણ ન. (સં.) શણગારવાની ક્રિયા (૨) શણગાર અલંકાર પું. (સં.) ઘરેણું (૨) શણગાર (૩) શબ્દ અથવા અર્થની ચમત્કૃતિવાળી રચના (૪) તાન કે આલાપમાં વપરાતી સ્વરોની મધુર ગૂંથણી (સંગીત) અલંકારશાસ્ત્ર ન. અલંકારનું શાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અલંકૃત વિ. (સં.) શણગારેલું અલંકૃતિ સ્ત્રી. (સં.) શોભા (૨) ભાષાનો શણગાર અલંગ પું. ખેતરમાંનો પાણીનો ધોરિયો For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy