SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પંચાતિયું] પંચાતિયું વિ. પંચાતવાળું; ગૂંચવણવાળું (કામ કે વસ્તુ) (૨) પાંચ જણે-પંચાતે મળીને કરવા જેવું (૩) પંચાતખોર (માણસ) પંચાતી સ્ત્રી. ભાંજગડ; ગૂંચવડો 406 પંચાતી વિ. પંચાતખોર પંચાનન પું. (સં.) શિવ, રુદ્ર (૨) સિંહ પંચામૃત ન. (સં.) દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું મિશ્રણ અથવા એનો દેવનો પ્રસાદ પંચાયત સ્ત્રી. (સં. પંચ દ્વારા પંચાત અને એનું સંસ્કારેલું રૂપ પંચાયત) પંચાયત કરનારી મંડળી (૨) કોમનું કારોબારીમંડળ (૩) પંચાત; ભાંજગડ પંચાયતન ન. (સં.) ઉપાસ્ય પાંચ દેવની મૂર્તિઓનો સમૂહ (૨) ગણપતિ, દેવી, સૂર્ય, વિષ્ણુ અને શિવ એ પાંચનો સમૂહ પંચાયતી વિ. પંચાયતનું કે તે સંબંધી પંચાલ પું. પંચાળ; લુહાર પંચાવનવિ. (સં. પંચપંચાશત્, પ્રા. પંચાવન) પચાસ વત્તા પાંચ (૨) પું. પંચાવનનો આંકડો કે સંખ્યા; ‘૫૫’ પંચાવયવ(-વી) વિ. (સં.) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન અને નિગમન એ પાંચ અવયવ કે ભાગવાળું (વિધાન) પંચાશી(-સી) વિ. એંશી વત્તા પાંચ (૨) પું. પંચાશીનો આંકડો કે સંખ્યા; ‘૮૫’ [લુહાર; પંચાલ પંચાળ પું. (સં. પાંચાલ = પાંચ પ્રકારના કારીગરોનું પંચ) પંચાં ન.બ.વ. પાંચના આંકના ઘડિયા પંચાંગ વિ. (સં.) પાંચ અંગવાળું (૨) ન. (તિથિ વાર નક્ષત્ર યોગ અને કરણવાળું) ટીપણું; કૅલેન્ડર [ફૂલ અને મૂળ પંચાંગ ન.બ.વ. ઝાડનાં પાંચ અંગ ઃ છાલ, પાંદડાં, ફળ, પંચિયું ન. ટૂંકું ધોતિયું; ધોતલી [ત પંચિંગ પું. (ઈં.) કાણાં પાડવાનું યંત્ર (૨) કાણાં પાડવાં પંચી સ્ત્રી. નાકે પહેરવાની જડ-ચૂની-કાંટો (જેમાં પાંચ રંગના રત્ન જડેલ હોય) પંચી પું. પ્રપંચી; ધુતારો પંચીકરણ ન. (સં.) સૃષ્ટિની ઉત્પત્તિ માટે પંચમહાભૂતનું વિશિષ્ટ મિશ્રણ (૨) એ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિની કીક્ત પંચું ન. (સં. પંચક) પાંચના આંક કે ઘડિયો પંચેન્દ્રિય વિ. (સં.) પાંચ ઇન્દ્રિયવાળું (૨) સ્ત્રી. પાંચ ઇન્દ્રિયો : કાન, નાક, જીભ, આંખ, ત્વચા પંચો પું. ગંજીફાનું પાંચ દાણાનું પાનું; પંજો (૨) ગીલ્લીદંડાની રમતમાં દંડાથી ગીલીને ઠોક મારી ગીલી દૂર ફેંકવાની રીત પંચોતેર વિ. (સં. પંચસપ્તતિ, પ્રા. પંચહત્તરિ) સિત્તેર વત્તા પાંચ (૨) પું. પંચોતેરનો આંકડો કે સંખ્યા; ‘૭૫’ [પંડોળી પંચોપચાર પું, મધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધ ધરવાનો પૂજન માટેનો વિધિ પંઢી ન. (હિં.) પક્ષી; પંખી પંજ પું. સોનાનો એક સિક્કો પંજર ન. (સં.) પાંજરું; પિંજર પંજરી સ્ત્રી. જુઓ ‘પંચાજીરી' (૨) (લા.) માર પંજાબી વિ. (ફા.) પંજાબને લગતું કે પંજાબનું (૨) (પંજાબના વતની જેવું) કદાવર [ભાષા પંજાબી છું. પંજાબનો વતની (૨) સ્ત્રી, પંજાબી બોલીપંજિકા સ્ત્રી. (સં.) ગ્રંથના દરેક પદની ટીકાનો ગ્રંથ પંજીકરણ ન. (સં.) અધિકૃત નોંધ; (૨) રજિસ્ટરમાં લખાવવું કે લખવું તે; ‘રજિસ્ટ્રેશન’ પંજેટલું સ.ક્રિ. (પંજેટીથી) એકઠું કરવું [ખોતરણી પંજેટી સ્ત્રી. (સં. પંચદન્તી) ખેતીનું એક ઓજાર-ખંપાળી; પંજેલો(-ળો) પું. જાહેર ખળભળાટ (૨) (લા.) ભવાડો; ફજેતી Acharya Shri Kailassagarsuri Gyanmandir પંજો પું. (ફા.) પાંચ આંગળાં અને હથેળીથી બનેલો અવયવ; ‘પોંચો’ (૨) પશુના નહોરવાળો અવયવ (૩) પાંચના આંકવાળું પત્તું કે પાસો પંઝેટવું સ.ક્રિ. વેઠવું; નિભાવવું; સહન કરવું [પિંડ પંડ સ્ત્રી.,ન. (સં. પિંડ) શરીર (૨) પોતાની જાત (૩) પંડ સ્ત્રી., ન. (સં. પાંડુ, પ્રા. પંડુ) પાંડુરોગ પંડરોગી(-ગિયું) વિ. પાંડુરોગવાળું પંડા સ્ત્રી. શાસ્ત્રજ્ઞાન (૨) ડહાપણ; સમજ (૩) તીર્થમાં ધર્મવિધિ કરાવતા બ્રાહ્મણ પંડાણી સ્ત્રી. ગોરાણી; તીર્થગોરની પત્ની પંડાલ પું. (ઇં. પૅન્ડૉલ) મોટો વિશાળ તંબુ; શમિયાણો પંડિત પું. (સં.) શાસ્રમાં નિષ્ણાત પુરુષ (૨) વિદ્વાન, સાક્ષર (૩) બુદ્ધિમાન માણસ (૪) બ્રાહ્મણોની એક અટક પંડિતપણું ન. પંડિતાઈ, પાંડિત્ય પંડિતમાની, પંડિતંમન્ય વિ. પોતાને પંડિત માનનાર પંડિતયુગ પું. જે યુગમાં પંડિતોની પ્રચુરતા હતી તેવો સમય (ગુજરાતમાં ગોવર્ધનરામ ત્રિપાઠીથી આનંદશંકર ધ્રુવ સુધીનો સમય) પંડિતવર્ય(-૨) વિ. પંડિતોમાંનો અગ્રણી પંડિત પંડિતા સ્ત્રી. (સં.) વિદુષી સ્ત્રી પંડિતાઈ સ્ત્રી. વિદ્વત્તા; સાક્ષરતા પંડિતાણી સ્ત્રી. પંડિતની ઘરવાળી પંડિતોચિત વિ. (સં.) પંડિતને યોગ્ય કે છાજે તેવું પંડું પું. પંડ; પાંડુરોગ પંડે સર્વ. (સં. પિંડ ઉપરથી) જાતે; પોતે; ખુદ પંડો પું. (તીર્થનો) પંડ્યો; તીર્થગોર પંડોળી સ્ત્રી. અર્ધવર્તુળાકાર પૂરણપૂરી-વેઢમી For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy