SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ત્રિગુણિત| ત્રિગુણિત વિ. ત્રણગણું; ત્રમણું ત્રિગુણીરસી સ્ત્રી. બાળલકવો, ઉટાંટિયું અને ધનુર્વા એ ત્રણે સામે રક્ષણ આપતી રસી ૪ ૦ 3 | ત્રિવલિ(-લી) ત્રિપિટક પું. (સં.) સુત્ત, વિનય અને અભિધમ્મ એ ત્રણ પ્રકારના બૌદ્ધ ગ્રંથોનો સમૂહ ત્રિપુટ વિ. (સં.) ત્રણ પુટવાળું-પડવાળું ત્રિપુટી સ્ત્રી. ત્રણનો સમૂહ; ત્રિક ત્રિપુર ન. (સં.) મય રાક્ષસ માટે આકાશ, અંતરિક્ષ અને પૃથ્વી ઉપર બાંધેલાં સોના, ચાંદી અને લોખંડનાં ત્રણ શહેર (૨) પું. શંકરે મારેલો એક રાક્ષસ - ત્રિપુરાસુર ત્રિપુરારિ પું. (સં.) શિવ - ત્રિપુરાસુરના શત્રુ ત્રિપુંડ(-$) (સં.) ત્રણ લીટીનું તિલક [ચૂર્ણ-એક ઔષધિ ત્રિફલા (સં.) (-ળા) સ્ત્રી. હરડાં, બહેડાં ને આંબળાંનું ત્રિભંગ, (-ગી) વિ. (સં.) ત્રણ ઠેકાણે વળેલું ત્રિભંગી પું. એક માત્રામેળ છંદ ત્રિભાગવું સ.ક્રિ. ત્રણ સરખા ભાગ કરવા ત્રિભાજક વિ. ત્રણે ભાગનારું; ‘ટ્રાઇસેક્ટર’ ત્રિભાજન ન. ત્રિભાગવું તે; ત્રણ ભાગ કરવા તે ત્રિભુજ પું., ન. (સં.) ત્રિકોણ [- લોક; ત્રિલોક ત્રિભુવન ન. (સં.) સ્વર્ગ, પૃથ્વી ને પાતાળ એ ત્રણે ભુવન ત્રિભુવન(નાથ, ૦પતિ) પું. ત્રણે જગતના સ્વામી; પરમેશ્વર ત્રિઘાતપદી સ્ત્રી. (સં.) ત્રણ ઘાત સુધીના પદવાળી ૨કમ; ‘ક્યુબિક એક્સપેશન’ [ને પાતાળ); ત્રિલોક ત્રિજગત ન. (-તી) સ્ત્રી. (સં.) ત્રણે દુનિયા (સ્વર્ગ, મૃત્યુ ત્રિજ્યા સ્ત્રી. (સં.) વર્તુલના મધ્યબિંદુથી પરિધના કોઈ બિંદુ સુધીની સુરેખા કે તેનું અંતર; ‘રેડિયસ’ (ગ.) ત્રિજ્યાકોણ પું. મધ્યબિંદુ આગળ ત્રિજ્યા જેવડા ચાપથી થતો ખૂણો; ‘રેડિયન’ (ગ.) [ઉપાધિ) ત્રિતાપ પું.બ.વ. (સં.) તાપત્રય (આધિ, વ્યાધિ અને ત્રિતાલ પું. (સં.) સંગીતનો સોળ માત્રાનો એક તાલ; ત્રેતાલ ત્રિદંડ કું., ન. (સં.) વાદંડ, મનોદંડ અને કાયાદંડ એ ત્રણ સંયમ ધારણ કર્યાની નિશાનીરૂપ સંન્યાસીનો દંડ ત્રિદંડી પું. (સં.) ત્રિદંડ (વાદંડ, મનોદંડ, કાયાદંડ) ધારણ કરનાર; સંન્યાસી ત્રિદિવ ન. (સં.) ત્રિદેવ વસે છે તે સ્વર્ગ ત્રિદોષ પું. (સં.) વાત, પિત્ત અને કફ એ ત્રણ દોષના પ્રકોપથી થતો રોગ; સન્નિપાત ત્રિધા ક્રિ.વિ.(સં.) ત્રણ પ્રકારે; ત્રૈધા ત્રિનયન, ત્રિનેત્ર પું. (સં.) (સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ ત્રણ નેત્રવાળા ગણાતા) મહાદેવ ત્રિપક્ષી ન. (સં.) ત્રણ પખવાડિયાં બાદ મરનાર પાછળ કરવાનું શ્રાદ્ધ કે તે ક્રિયા ત્રિપથ પું.બ.વ. (સં.) સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ (૨) ન. ત્રણ રસ્તા જ્યાં મળે એ સ્થળ ત્રિપગા, (મિની) સ્ત્રી. (સં.) (આકાશ, પૃથ્વી ને પાતાળમાં વહેતી મનાતી) ગંગા ત્રિપદા સ્ત્રી. (સં.) ત્રણ ચરણવાળો ગાયત્રી છંદ (પિં.) ત્રિપદી સ્ત્રી. (સં.) ત્રણ પાયાની ઘોડી; ત્રિપાઈ (૨) ત્રણ પદો કે ચરણોવાળો પદબંધ ત્રિપદી વિ. ત્રણ પગવાળું ત્રિપદી સ્ત્રી. ત્રણ પદવાળું ત્રિપરિમાણ ન. (સં.) લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે જાડાઈ એ ત્રણ માપ જે દરેક પદાર્થને હોય તે; ‘થ્રીડાઇમેન્શન્સ' (ગ.) [જાડાઈ બતાવનારું ત્રિપરિમાણદર્શક વિ. (સં.) લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ કે ત્રિપાદ વિ. (સં.) ત્રણ પગવાળું; ચરણવાળું (૨) પોણું; પોણાભાગનું [ટિપોઈ ત્રિપાઈ સ્ત્રી. (ત્રિ+પાદ) ત્રિપદી; ત્રણ પાયાની ઘોડી; ત્રિપાઠી પું. (સં.) વેદનો પાઠ કરવાની સંહિતા, પદ અને ક્રમ એ ત્રણે રીતો જાણનારો (૨) એક અટક ત્રિપાશ્ર્વિક વિ. (સં.) ત્રણ પાસાંવાળું Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિભેટો પું. જ્યાં ત્રણ રસ્તા મળે તે જગા; ત્રિપથ [પાતાળ ત્રિભોમ સ્ત્રી. (ત્રિ+ભૂમિ) ત્રિભુવન : સ્વર્ગ, મૃત્યુ અને ત્રિભોયું વિ., ન. (ત્રિ + ભૂમિ = ભોંય) ત્રણ માળવાળું (મકાન) [ત્રૈમાસિક ત્રિમાસિક વિ., ન. ત્રણ મહિને બહાર પડતું છાપું; ત્રિમુખી વિ. (સં.) ત્રણ મુખ કે ત૨ફ યા બાજુવાળું ત્રિમૂર્તિ(-ત્તિ) સ્ત્રી. (સં.) બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેનું સાથે હોવું તે; ત્રિક-એકાત્મક સ્વરૂપ ત્રિયા સ્ત્રી. (સં. સ્ત્રી) સ્ત્રી; નારી; મહિલા ત્રિયાચરિત્ર ન. (હિં.) સ્ત્રીચરિત્ર [માણી ત્રિયામી વિ. (સં. ત્રિયાતિનું) ત્રણ આયામવાળું; ત્રિપરિત્રિયારાજ્ય ન. સ્ત્રીઓનું રાજ (૨) સ્ત્રીનું ચલણ હોવું તે ત્રિરંગી વિ. ત્રણ રંગનું (૨) પું. સફેદ, લીલો અને કેસરી એ ત્રણ રંગવાળો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો પું. જુઓ ‘ત્રિરંગી (૨)’ ત્રિરાશિ સ્ત્રી. (સં.) આપેલી ત્રણ સંખ્યા કે રાશિ યા પદ ઉપરથી ચોથી સંખ્યા કે પદ કાઢવાની રીત [પાતાળ) ત્રિલોક પું. (-કી) સ્ત્રી. (સં.) ત્રિભુવન (સ્વર્ગ, પૃથ્વી અને ત્રિલોચન પું. (સં.) શિવ - ત્રણ નેત્રવાળા ત્રિવર્ગ પું. (સં.) ત્રણનો સમૂહ : ધર્મ, અર્થ અને કામ (૨) ક્ષય, સ્થિતિ અને વૃદ્ધિનો સમૂહ (૩) સંગીતમાં એક અલંકાર ત્રિવર્ણ પું. (સં.) બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો સમૂહ (૨) સંગીતમાં એક અલંકાર [વાટા કે કરચલી ત્રિવલિ, (-લી) સ્ત્રી. (સં.) પેટ પર પડતી ત્રણ વલિ – For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy