SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તુચ્છકાર| તુચ્છકાર પું. અનાદર; તિરસ્કાર તુચ્છકારવું સ.ક્રિ. તરછોડવું; તિરસ્કારવું તુચ્છકારો હું. તુચ્છકાર; તિરસ્કાર તુજ સર્વ. તારું (પદ્યમાં) તુજને સર્વ. તને (પદ્મમાં) તુણાઈ સ્ત્રી. તૂણવું તે કે તેનું મહેનતાણું તુણાવવું સ.ક્રિ. ‘તૂણવું’નું પ્રેરક તુણાવું અક્રિ. ‘તૂણવું’નું કર્મણિ [કરનારો આદમી તુણિયાટ(-૨) પું. તુનિયાટ; તુનારો (૨) પરચૂરણ વેપાર તુતંગ ન. (તૂત પરથી) બનાવટી વાત; તરકટ; તૂત તુનતુની સ્ત્રી. તંબૂરા જેવું એક વાઘ; સારંગી તુનાઈ સ્ત્રી. જુઓ ‘તુણાઈ’ [તુનિયા તુનારો પું. (તૂનવું ઉપરથી) તૂણવાનું કામ કરનારો; તુનાવવું સ.ક્રિ. ‘તૂનવું’નું પ્રેરક 3 S તુનાવું અ.ક્રિ. ‘તૂનવું’નું કર્મણિ[વેપાર કરનારો આદમી તુનિયાટ(-૨) પું. (‘તૂનવું' પરથી) તુનારો (૨) પરચૂરણ તુમાખી વિ. મિજાજી (૨) સ્ત્રી. અભિમાન; અહંભાવ તુમાર પું. (અ. તૂમાર) બે પક્ષ વચ્ચેનો લાંબો પત્રવ્યવહાર તુમારશાહી સ્ત્રી. તુમાર ૫૨ આધાર રાખીને ચાલતો વહીવટ; ‘રેડ-ટેપિઝમ’ તુમારી વિ. તુમારને લગતું [(યુદ્ધ) (૩) ન. ઘોંઘાટ; ધાંધલ તુમુલ વિ. (સં.) ઘોંઘાટ અને ધમાચકડીવાળું (૨) દારુણ તુરગ પું. (સં.) ઘોડો; તુરંગ તુરત ક્રિ.વિ. તરત; તુરંત તુરતોતુરત ક્રિ.વિ. તરતોતરત; તરત જ તુરંગ ન. (પો.) કેદખાનું; જેલ તુરંગ પું. (સં.) ધોડો (૨) વિચાર (તરંગ) તુરંગ-ખાનું ન. કેદખાનું; જેલ તુરંગખાનું ન. ઘોડાનો તબેલો તુરંગમ પું. (સં.) ઘોડો તુરંત ક્રિ.વિ. (સં. સ્વપ્નું વ.કૃ.) તરત તુરાઈ સ્ત્રી. (સં. સૂર્ય) ફૂંકીને વગાડવાનું વાઘ; શરણાઈ તુરાઈ સ્ત્રી. (તુરિ ઉપરથી) સાળવીનું એક ઓજાર તુરિ(-રી) સ્ત્રી. (સં.) તૂરી; સાળવીનો કાંઠલો કે કૂચડો તુરિ(-રી) પું. (સં. તુરંગ, પ્રા. તુરય) ઘોડો (વસ્થા તુરીય વિ. (સં.) ચોથું (૨) ન. ચોથો ભાગ (૩) તુર્યાતુરીયપદ ન. તુર્યાવસ્થાનું પદ તુરીયાવસ્થા સ્ત્રી. (સં.) જુઓ ‘તુર્યાવસ્થા’ તુર્ક યું. (ફા.) તુર્કસ્તાનનો રહેવાસી તુર્કસ્તાન સ્ત્રી.,પું.,ન. તુર્ક લોકોનો દેશ તુિર્કી ભાષા તુર્કી વિ. તુર્કનું; –ને લગતું (૨) ન. તુર્કસ્તાન (૩) સ્ત્રી. તુર્ય વિ. (સં.) તુરીય; ચોથું તુર્યા (સં.) (૦વસ્થા) સ્ત્રી. (તુર્યા + અવસ્થા) ચોથી અવસ્થા (જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા) જેમાં !તું સમસ્ત ભેદજ્ઞાનનો નાશ થઈ આત્મા બ્રહ્મ બની જાય છે. (વેદાંત) તુલના સ્ત્રી. (સં.) સરખામણી; સમાનતા તુલનાત્મક વિ. તુલનાવાળું; ‘કમ્પેરેટિવ’ તુલનાવાચક વિ. તુલના બતાવનારું તુલસી સ્ત્રી. (સં.) પવિત્ર ગણાતો એક છોડ; વૃંદા (૨) ન.બ.વ. તુલસીનાં પાંદડાં તુલસીક્યારો પું. તુલસીનો ચારો તુલસીપત્ર ન. (સં.) તુલસીનું પાંદડું (૨) સભામાં બે પક્ષના મત સરખા થતાં મડાગાંઠ ઊભી થાય ત્યારે પ્રમુખ જે મત આપી શકે છે તે મત; ‘કાસ્ટિંગ વૉટ’ તુલસીવિવાહ પું. તુલસીને વિષ્ણુ સાથે ૫૨ણાવવાની ક્રિયા (કારતક સુદ અગિયારસ) તુલા સ્ત્રી. (સં.) ત્રાજવું; કાંટો (૨) સાતમી રાશિ (૩) તુલના; સમાનતા (૪) તુલાદાન Acharya Shri Kailassagarsuri Gyanmandir તુલાદાન ન. (સં.) પોતાની ભારોભાર વસ્તુનું દાન તુલાપુરુષ પું. (સં.) ત્રાજવામાં જોખવામાં આવેલો પુરુષ તુલાયંત્ર ન. (સં.) ત્રાજવું; કાંટો તુલાસંપાત પું. (સં.) સૂર્યને તુલારાશિમાં આવવાનો સમય (દિવસરાત ત્યારે સરખાં થાય છે.) તુલિતવિ. (સં.) તોળાયેલું; બરોબરીનું [થાય તેવું કે તેટલું તુલ્ય વિ. (સં.) સરખું; સમાન (૨) બરોબર ઊતરે કે તરે કે તુલ્યાનુરાગ પું. (સં.) સમાન-સરખો પ્રેમ [સમાનતા તુલ્યાર્થતા સ્ત્રી. (સં.) અર્થનું સમાનપણું; અર્થની તુવ(-વે)ર સ્ત્રી. (સં.) મગ કે વટાણા જેવું એક કઠોળ (૨) એનો છોડવો તુષ પું., ન. (સં.) ચોખા ઉપરનું ફોતરું (૨) કણસવું તુષાર ન. (સં.) હિમ; બરફ (૨) ઓસ; ઝાકળ તુષારગિરિ પું. (સં.) હિમાલય પર્વત તુષ્ટ વિ. (સં.) સંતુષ્ટ; પ્રસન્ન થયેલું તુષ્ટિ સ્ત્રી. સંતોષ; રાજીપો; તૃપ્તિ; પ્રસન્નતા તુષ્ટિ સ્ત્રી. (સં.) ચંદ્રની સોળ કળાઓમાંની એક તુષ્ટિગુણ પું. (સં.) માનવ-જરૂરિયાતને સંતોષવાનો ગુણ તુષ્ટિદાયક વિ. (સં.) તુષ્ટિ આપનારું; પ્રસન્ન કરનારું તુષ્ટીકરણ ન. (સં.) સંતોષ આપવાની પ્રક્રિયા (૨) રાજી રાખવાની પ્રક્રિયા નુષ્યમાન વિ. (સં.) તુષમાન; સંતુષ્ટ; પ્રસન્ન થયેલું તુહિન વિ. (સં.) ઠરેલું; ઠંડું (૨) ન. બરફ; હિમ (૩) ઝાકળ તુળસી સ્ત્રી. (સં. તુલસી) તુલસી તુળસીક્યારો પું. તુલસીનો ક્યારો તુળસીપત્ર નં. તુલસીનું પાંદડું તુળસીવિવાહ પું. તુલસીનો વિવાહ તું સર્વ. (સં. તુર્વ, પ્રા. તુકું) બીજા પુરુષનું એકવચન For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy