SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તંતીલુ તંતીલું વિ. તંતવાળું; તંત ન મૂકે એવું; જિદ્દી; હઠાગ્રહી તંતુ પું. (સં.) તાર; તાંતણો; રેસો (૨) પાતળી નસ તંતુવાદળ ન. બહુ ઊંચું સફેદ વાદળ; ‘સિરલ ક્લાઉડ' તંતુવાદ્ય ન. (સં.) તંતુથી વાગતું વાજિંત્ર તંતે(-તો)નંત ક્રિ.વિ. (તંત ઉપરથી) એક કેડે બીજું એમ; લગાતાર; એક પછી એક (૨) બરોબર; પૂરેપૂરું તંત્ર ન. (સં.) હિંદુઓનાં એક પ્રકારનાં શાસ્ત્રો (તેમાં મંત્રો, પ્રયોગો અને ક્રિયાઓ ઉપર વધુ ભાર મૂકેલો છે.) (૨) વ્યવસ્થા; વહીવટ; ‘ઍડમિનિસ્ટ્રેશન’ (૩) તેની યોજનાપૂર્વક ગોઠવણ; આયોજન (૪)સિદ્ધાંત (ન્યા.) તંત્રબદ્ધ વિ. (સં.) બરોબર તંત્રરૂપે ગોઠવાયેલું; વ્યવસ્થિત આયોજનવાળું [સંપાદક તંત્રી પું. (સં.) તંત્ર ચલાવનાર; અધિપતિ (૨) છાપાનો તંત્રી સ્ત્રી. તંતુવાઘનો તાર (૨) ધનુષ્યની દોરી; પણછ (૩) એક તંતુવાદ્ય તંત્રીલેખ પું. સંપાદકીય; અગ્રલેખ; ‘ઍડિટેરિયલ’ તંદુરસ્ત વિ. (ફા. તંદુરસ્ત) નીરોગી; સ્વસ્થ તંદુરસ્તી સ્ત્રી. આરોગ્ય; સ્વાસ્થ્ય તંદુલ પું. તાંદુલ; તંડુલ; તાંદળા તંદૂર પું. (અ. તત્ત્તર) એક જાતનો ભઠ્ઠી જેવો ચૂલો તંદૂરી વિ. તંદૂર (તન્ત્ર)નું કે તે વડે થતું (૨) સ્ત્રી. એક પ્રકારની રોટી [અર્ધસભાન અવસ્થા તંદ્રા સ્ત્રી. (સં.) આળસ; સુસ્તી; ઘેન (નિદ્રાનું) (૨) તંદ્રાલુ(-ળુ) વિ. તંદ્રાવાળું તંદ્રિલ વિ. (સં.) ઘેન કે તંદ્રામાં ડૂબેલું; તંદ્રાયુક્ત ૩૮૯ તંબાકુ(-કૂ) સ્ત્રી. તમાકુ [લૂગડાનું ઘર તંબુ(-બૂ) પું. દોરડાં અને થાંભલાને ટેકે તાણેલું છત્રીઘાટનું તંબૂર પું. (ફા.) તાનપૂરો; તંબૂરો તંબૂરાપેટી સ્ત્રી. સૂરપેટી તંબૂરી સ્ત્રી. નાનો તંબૂરો, એકતારો (૨) સારંગી તંબૂરો પું. (અ. તંબૂર) એક તંતુવાદ્ય; એકતારો તંબોળ પું. (સં. તંબૂલ, પ્રા. તંબોલ) નાગરવેલનું પાન (૨) તેની બાડી કે બીડું (૩) ઘાડો લાલ રંગ (૪) ગળાનો એક રોગ તંબોળી પું. પાનસોપારી વેચનાર કે એક જ્ઞાતિ તઃ પ્રત્ય. (સં.) નામને લાગતાં ‘માંથી’, ‘ની દૃષ્ટિએ' એવા અર્થનું ક્રિયાવિશેષણ બનાવતો પ્રત્યય ઉદા. તત્ત્વતઃ -તા પ્રત્ય. (સં.) ભાવવાચક સ્ત્રીલિંગ બનાવતો પ્રત્યય. ઉદા. એકતા તા પું. (ફા.) એક કાળ; તાવ; ‘પેપર-સીટ’ તા પું. ગરમી (૨) (લા.) આવેશ; ક્રોધ તા. સ્ત્રી. ‘તારીખ’નું ટૂંકું રૂપ સાઈ પું. મુસલમાનની એક નાત; પીંજારો (૨) વણકર તાઈ સ્ત્રી. એક વસ Acharya Shri Kailassagarsuri Gyanmandir |તાજગી તાઉ વિ. આકળા સ્વભાવનું; ગુસ્સાવાળું; ગરમ મિજાજી તાઊસ પું. (અ. તાવૂસ) મોર (૨) ન. એક છેડે મોરનો આકાર હોય એવું વાદ્ય તાઓ, (૦ધર્મ) પું. ચીની ફિલસૂફ લાઓત્સેનો તત્ત્વ સિદ્ધાંત કે તેને આધારે ચાલતો (ચીની) ધર્મસિદ્ધાંત તા.ક. સ્ત્રી. ‘તાજા કલમ'નું ટૂંકું રૂપ; મુખ્ય લખાણ પૂરું થયા પછી તેની નીચે ઉમેરેલું લખાણ તાક સ્ત્રી. (સં. તક્ર) છાશ તાક સ્ત્રી. (તાકવું પરથી) નેમ; ચોટ તાક ધું. લાગ; તાકડો તાકડે ક્રિ.વિ. બરોબર તાકડાના-અણીના વખતે; ખરે વખતે તાકડો પું. તાક; લાગ; મોકો તાકડો પું. (ત્રાક ઉપરથી) તાગડો તાકણિયું વિ. તાકનારું; તાકેડુ તાકત સ્ત્રી. તાકાત; શક્તિ; સામર્થ્ય; મગદૂર તાકતવર વિ. (ફા.) તાકાતવાળું; બળવાન તાકવું સ.ક્રિ. (સં. તર્કયતિ, પ્રા. તક્કઇ) એકીનજરે જોયા કરવું (૨) નિશાન બાંધવું (૩) ઇચ્છવું; ધારવું તાકાત સ્ત્રી. (અ.) શક્તિ; મગદૂર; તાકત તાકીદ સ્ત્રી. (અ.) ઉતાવળ (૨) આજ્ઞા; ફરમાન; તરત કરવાની જરૂરિયાત (૩) ચેતવણી; ધમકી તાકીદચિઠ્ઠી સ્ત્રી., તાકીદપત્ર પું. શાસનપત્ર; ઉપરીના હુકમનો તાકીદનો કાગળ (૨) મનાઈહુકમ તાકું ન. (અ. તાક) ગોખલો; દીવાલમાંનું હાટિયું તાકેડુ વિ. તાકેલું નિશાન પાડનાર; તાકણિયું; નિશાનબાજ તાકો પું. (અ.) ફાડ્યા વિનાનું લાંબું એકસરખું લૂગડું; થાન તાકો પું.તાકું; ગોખલો; હાટિયું તાકોડી વિ. તાકેડું; તાકણિયું તાગ પું. (સં. સ્થાસ્થ્ય, દે. થગ્ય) છેડો; અંત; નિવેડો (૨) પરણીનેવિદાયથતા વરતરફથીછેવટેભાગોળે કન્યાપક્ષના ભાટ તથા બ્રાહ્મણોને અપાતી દક્ષિણા કે લાગો તાગડધિન્ના પં.બ.વ. મોજમજા (૨) રંગરાગ; ચેનબાજી તાગડો પું. (ત્રાક ઉપરથી) તાંતણો; જનોઈ, ત્રાગડો તાગડો છું.તાકડો; લાગ તાગવું અ.ક્રિ. તાગ કાઢવો; માપ કાઢવું; અંદાજ કાઢવો (૨)પરવારવું; તાગ આણવો;છૂટાથવું(૩)છોડી દેવું તાછ સ્ત્રી. પથ્થ૨ટાંકતાં પડતો કચરો-છોલ (૨) (દાગીનાને) છોલતાં પડતો કચરો (૩)ઓપ; ચકચકાટ તાછ(-સ)વું સ.ક્રિ. (સં. તક્ષતિ, તચ્છઇ) ટાંકણાથી છોલવું; છોલીને ચકચકતું કરવું(૨) તાછિયુંકરવું-કાપવું તાછિયું ન. કલમની જેમ ત્રાંસો કાપેલો સાંઠાનો ટુકડો તાજ પું. (ફા.) મુગટ, રાજમુગટ (૨) ગંજીફાનું બાદશાહના મહોરવાળું પાનું [તંદુરસ્તી તાજગી સ્ત્રી. (ફા.) તાજાપણું (૨) તેજી; સ્ફૂર્તિ (૩) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy