SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તડૂકો તડૂકો પું. તડૂકવાનો અવાજ; તડૂકવું એ તડેડાટ પું. તડતડ અવાજ (૨) ક્રિ.વિ. તડતડાટ તડોતડ ક્રિ.વિ. તડાતડ; ઝટઝટ; ઉપરાઉપરી તણખ સ્ત્રી. (સં. તન્, પ્રા. તણ=તણાવું) બળતરા સાથે સણકાની વેદના (૨) અવાજમાં ખેંચાવાથી આવતી કર્કશતા ૩૮ ૧ તણખલું ન. (સં. તૃણ, પ્રા. તિક્ષ્ણ) તરણું; ઘાસની સળી તણ(-ન)ખવું ક્રિ, તણખ થવી; પીડાવું; દુઃખવું (૨) ગુસ્સે થવું [(૨) ઢોરનો એક પ્રકારનો રોગ તણખિ(-છિ)યો પું. તણછને લીધે લંગડો થયેલો બળદ તણખો પું. દેવતાની ચિનગારી કે અંગારો તણખો પું. તણખ; બળતરા થાય તેવી શરીરમાંની વેદના તણછ સ્ત્રી. તણખ; બળતરા સાથે સણકાની વેદના (૨) અવાજમાં ખેંચવાથી આવતી કર્કશતા [સણકા નાખવા તણછાવું અ.ક્રિ. અવયવ તણાવો (૨) લંગડાવું (૩) તણછાવું અ.ક્રિ. ઝાડનો છાંયો પડવો તણાઉ વિ. તાણીને તાર ખેંચી શકાય એવું તણાવ પું. તણાવાનો ગુણ (૨) તણાવાનું માપ (૩) તણાવું અક્રિ. ‘તાણવું’નું કર્મણિ, ખેંચાવું (૨) ગજા ઉપરાંતના કામના બોજા તળે કે ખર્ચમાં આવવું તણાવો પું. (સં. તન્ ઉપરથી) રથની સાંગી નીચેનો દોર કે આડું તણી સ્ત્રી., (-ણું) ન. (-ણો) પું. (સં. ત્વનક, પ્રા. તણ) સંબંધવિભક્તિનો પ્રત્યય; ની-નું-નો અર્થનો પ્રત્યય તણી સ્ત્રી. (સં. તનિકા = દોરડી) દોરડી (બળદની નાથે bl+P/ બાંધેલી દોરી કે તંબુની દોરી એવા અર્થ ન થાય.) તત સર્વ. (સં.) તે (૨) પછી [તારવાળું તંતુવાદ્ય તત વિ. (સં.) તાણેલું; તણાયેલું (૨) ખેંચેલું (૨) ન. તત(કાલ, જક્ષણ, ખેવ) ક્રિ.વિ. તે જ વખતે; તરત જ તડવું અક્રિ. તડતડવું; ફાટુંફાટુંથવું (૨) ગુસ્સાથી બોલવું તતડાટ પું. તતડવું તે તતડાવવું સક્રિ. ‘તતડવું’નું પ્રેરક [વગેરે) તતડિયું વિ. બળતાં તડતડિયાં ઊડે એવું (લાકડું; કોલસો તડિયો પું. તણખો; તડતડિયો તતઃ સંયો. (સં.) પછી; તો પછી (૨) તેથી તતૂડી સ્ત્રી. નાનું તતૂડું (રણશિંગું); પપૂડું તતૂડું ન. એક જાતનું રણશિંગું તતોભ્રષ્ટ વિ. તેમાંથી ભ્રષ્ટ તત્કાલ ક્રિ.વિ. (સં.) તે જ વખતે; તરત જ તત્કાલીન વિ. (સં.) તે સમયનું-વખતનું તત્કાળ ક્રિ.વિ. જુઓ ‘તત્કાલ’ તત્ક્ષણ ક્રિ.વિ. (સં.) તે જ ક્ષણે; તાબડતોબ તત્ત્વ ન. (સં.) કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ (૨) સાર; નિષ્કર્ષ; રહસ્ય (૩) પંચભૂતમાંનું દરેક [તથાપિ (૪) સાંખ્યનાં પચીસ તત્ત્વોમાંનું દરેક-પંચમહાભૂત; પાંચ વિષયો, દસ ઇંદ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ, પુરુષ તત્ત્વગત વિ. (સં.) પોતામાં સત્ય કે તથ્ય સમાયેલું છે એવું તત્ત્વગ્રાહિણી વિ., સ્ત્રી. તત્ત્વ ગ્રહણ કરનારી તત્ત્વગ્રાહી વિ. તત્ત્વ ગ્રહણ કરનારું; સત્યને પકડી લેનારું તત્ત્વચિંતક વિ., પું. તત્ત્વનું ચિંતન કરનાર; તત્ત્વજ્ઞ; ફિલસૂફ, ‘ફિલૉસૉફર’[વિચારણા; ‘ફિલૉસૉફી' તત્ત્વચિંતન ન. તત્ત્વ વિશે વિચાર કરવો તે; તત્ત્વ વિશેની તત્ત્વજ્ઞ વિ. (સં.) તત્ત્વને જાણનારું (૨) પું. તત્ત્વવેત્તા; તત્ત્વજ્ઞાની; ફિલસૂફ; ‘ફિલોસૉફર’[‘ફિલોસોફી' તત્ત્વજ્ઞાન ન. (સં.) તત્ત્વ સંબંધી જ્ઞાન; ફિલસૂફી; તત્ત્વજ્ઞાની વિ., પું. (સં.) તત્ત્વજ્ઞ; ફિલસૂફ; ‘ફિલોસૉફર’ તત્ત્વતઃ ક્રિ.વિ. (સં.) તત્ત્વની દૃષ્ટિએ; ખરી રીતે જોતાં તત્ત્વદર્શન ન. તત્ત્વજ્ઞાન; ફિલસૂફી તત્ત્વદર્શી વિ., તત્ત્વ જોનાર; તત્ત્વજ્ઞાની તત્ત્વદૃષ્ટિ સ્ત્રી. તત્ત્વ તરફ વળેલી તત્ત્વગ્રાહી ર્દષ્ટિ તત્ત્વનિષ્ઠ વિ. તત્ત્વમાં નિષ્ઠા-આસ્થાવાળું તત્ત્વમસિ શ.પ્ર. ‘તે (મૂળતત્ત્વ-બ્રહ્મ) તું જ છે' એવું યુજુર્વેદનું એક મહા-વાક્ય તત્ત્વમીમાંસા સ્ત્રી. તત્ત્વનું મનન-ચિંતન; ‘મેટાફિઝિક્સ' તત્ત્વવેત્તા હું. તત્ત્વજ્ઞાની; ફિલસૂફ તત્ત્વવિદ્યા સ્ત્રી. તત્ત્વજ્ઞાન; ‘ફિલૉસૉફી’ તત્ત્વશાસ્ત્ર ન. તત્ત્વસંબંધી શાસ્ત્ર; ફિલસૂફી તત્ત્વશાસ્ત્રી પું. તત્ત્વજ્ઞાની; ફિલસૂફ તત્ત્વવિદ્ પું. તત્ત્વજ્ઞાની; ફિલસૂફ તત્ત્વાર્થ સું. મૂળ સત્ય (૨) સાર; રહસ્ય તત્ત્વાભાસી વિ. તત્ત્વના આભાસવાળું; ખરેખર નહિ એવું તત્પર વિ. (સં.) બરાબર પરોવાયેલું; એકધ્યાન (૨) તૈયાર; સજ્જ (માણસ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્પરતા સ્ત્રી. તૈયારી; સજ્જતા (૨) લગની તત્પુરુષ વિ. (સં.) સમાસના ચાર મુખ્ય પ્રકારમાંનો એક, જેમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાય છે. (૨) ૫૨માત્મા તત્ર ક્રિ.વિ. (સં.) ત્યાં તત્સમ વિ. (સં.) મૂળ પ્રમાણેનું - બરાબર (૨) મૂળ ભાષામાં અને પ્રાકૃતમાં સરખો એવો શબ્દ (તદ્ભવથી ઊલટો) તથા સ્ત્રી. (દે. તત્તિ) સ્પૃહા; તમા (૨) વિસ્તાર; લંબાણ તથા સંયો. (સં.) અને (૨) તે પ્રમાણે; તેમ તથાકથિત વિ. કહેવાય છે તેમ; કહ્યા પ્રકારનું તથાગત વિ. (સં.) પરમપદે પહોંચેલું (૨) પું. બુદ્ધ (૩) જ્ઞાની; સર્વજ્ઞ તથાપિ સંયો. (સં.) તોપણ; તોય For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy