SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra થો www.kobatirth.org ૨૩૩ ઘ પું. (સં.) ગુજરાતી લિપિનો કંઠસ્થાની ચોથો વ્યંજન ઘઈ સ્ત્રી. ઘાઈ; ઉતાવળ; દોડાદોડી (૨) ધાંધલ; ધમાલ (૩) ભીડ; ભરાવો [એક અનાજ ઘઉં પું.બ.વ. (સં. ગોધૂમ, ફા. ગંદુમ) (સારું ગણાતું) ઘઉંલું(-વર્ણ) વિ. ઘઉં જેવા રંગનું ઘઉંલો છું. ઘઉંમાંથી બનાવાતું એક ખાદ્ય ઘકાર પું. (સં.) ‘ઘ’ વર્ણ (૨) ‘ધ' ઉચ્ચારણ કારાંત વિ. જેને છેડે ‘ઘ’ વર્ણ હોય તેવું ઘઘરણું ન. નાતરું; ઘરઘરણું ઘચ, (ક) ક્રિ.વિ. (ભોંકાવાનો અવા૪) એવા અવાજથી ઘચડવું સ.ક્રિ. કચડવું (૨) ભીડવું (૩) ઘચરડવું ઘચડાઘચડ(-ડી) સ્ત્રી. ભીડાભીડ; કચડાકચડી ઘચરકું ન. (-કો) પું. ખાટો કે તીખો ઓડકાર; ગચરકું ઘચરડવું સ.ક્રિ. ઘચડવું; ઘચડ-ચડ અવાજ થાય એમ જોરથી હીંચોળવું (૨) કચડવું ઘચાઘચ ક્રિ.વિ. ઉપરાઉપરી ભોંકવું એમ; ઘચઘચ થયુ(-ચું)મલ વિ. (ઘૂમચો ઉપરથી) ઘચૂમલાવાળું (૨) સ્ત્રી. ઘચૂમલો ઘચૂ(-j)મલો પું. જૂથ; ઝોલું (૨) ગૂંચવાડો; અવ્યવસ્થા ઘટ સ્ત્રી. ઘટવું તે; ઘટાડો (૨) ખોટ ઘટ વિ. ઘટ્ટ; ઘાટું; ધાડું (૨) મજબૂત ઘટ ક્રિ.વિ. પ્રવાહી ગળતાં ગળામાંથી થતો અવાજ ઘટ પું. (સં.) ઘડો (૨) શરીર (૩) હૃદય; મન ઘટક વિ. (સં.) વસ્તુના અંશરૂપ (૨) યોજનારું; રચનારું (૩) પું. વસ્તુનો એકમ કે અંગભૂત અવયવ; ‘યુનિટ’ (૪) ક્રિ.વિ. કોઈ પેય ગળતાં થતાં અવાજની જેમ ઘટક ક્રિ.વિ. પ્રવાહી ગળતાં ગળામાંથી થતા અવાજથી; અવાજની જેમ ઘટકઘટક ક્રિ.વિ. ‘ઘટક ઘટક’ એવા અવાજથી ઘટકાવયવ પું. (સં.) અંગભૂત અવયવ કેભાગ; ‘કૉમ્પોનન્ટ’ ઘટકાવવું સ.ક્રિ. ઘટક ઘટક - ઝટ પી જવું ઘટત સ્ત્રી. (હિં.) ઘટ; ઘટવું તે (૨) ખોટ ઘટતા સ્ત્રી. (સં.) ઘડો હોવાપણું ઘટતા સ્ત્રી. ઘટ્ટપણું ઘટતું વિ. (‘ઘટવું’ વ.કૃ.) યોગ્ય; વાજબી (૨) કમી; ખૂટતું ઘટત્વ ન. (ઘટ્ટ ઉ૫૨થી) ઘનફળના એકમ જેટલા પદાર્થનું વજન; ઘનત્વ; ઘનતા; સઘનતા; ‘ડેન્સિટી’ ઘટવાંક છું. કોઈ પણ પદાર્થ પાણી કરતાં કેટલો ભારે છે તે દર્શાવનાર ગુણોત્તર; સાપેક્ષ ઘનત્વ; વિશિષ્ટ ઘનત્વ; ‘સ્પેસિફિક ગ્રેવિટી’ (૨) ઘનત્વનો માપદર્શક અંક [કારીગરી ઘટના સ્ત્રી. (સં.) રચના; બનાવટ (૨) બનાવ (૩) [ઘડપણ ઘટનાક્રમ પું. (સં.) બનાવોનો સિલસિલો ઘટનાલોપ પું. કૃતિમાં ઘટના તત્ત્વ હોવા છતાં ન જણાય તે; ઘટનાતત્ત્વનું તિરોધન Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘટમાન વિ. (સં.) બનતું; થતું (૨) બને એવું; સંભવિત (૩)યોગ્ય, ઘટતું [હાર (૨) ક્રમ; પરંપરા; પ્રણાલી ઘટમાળ(-ળા), (-લિકા) સ્ત્રી. રેંટમાં ગોઠવેલી ઘડાની ઘટવું અક્રિ. (સં. ઘટ્ટતિ, પ્રા. ઘટ્ટઇ) યોગ્ય હોવું; છાજવું (૨) બનવું; થવું (૩) બેસતું આવવું; લાગુ પડવું (જેમ કે, શ્લોકનો અર્થ) [(૩) બંધ પડવું ઘટવું અક્રિ. ઓછું કે કમી થવું (૨) (કપડું) ચડી જવું ઘટસ્થાપન ન. (સં.) નવા ઘરમાં વસતાં પહેલાં ત્યાં પાણીનો ઘડો મૂકવાની ક્રિયા; કુંભસ્થાપન (૨) નવરાત્રિમાં ઘડા દ્વારા માતાજીની સ્થાપના કરવાની ક્રિયા ઘટસ્ફોટ પું. મડદાને બાળી ચિતા છાંટ્યા પછી છેલ્લી વાર તે તરફથી મોં ફેરવી ઘડો ફોડી નાખવો તે (૨) હંમેશને માટે સંબંધ તોડી નાખવો તે (૩) છૂપી વાતનો ભેદ ભાંગી નાખવો તે (૪) તોડ; નિકાલ ઘટાસ્ત્રી. (સં.) જમાવ; ઝુંડ; સમૂહ (ઝાડ, વાદળાં વગેરેની) ઘટાકાશ ન. (સં.) ઘડામાંનું આકાશ-ખાલી જગા ઘટાટોપ પું. (સં.) ચારે બાજુ ઢંકાઈ જાય તેવી ઘટા (૨) (વાદળાંનું) તેવું ઢાંકણ (૩) આડંબર; ભપકો ઘટાડવું સ.ક્રિ. ‘ઘટવું' (ઓછું થવું)નું પ્રેરક; ઓછું કરવું ઘટાડો છું. (ઘટવું ઉપરથી) ઘટવું-કમી કે ઓછું થવું તે; ઘટ; ઊણપ (૨) બંધ પડવું તે ઘટાદાર વિ. સારા ઘાટવાળું; ઘાટીલું (૨) ભારે ઘટાવાળું ઘટારત વિ. (સં. ઘટિતાર્થ) યોગ્ય; ઘટતું; વાજબી ઘટાવવું સ.ક્રિ. ‘ઘટવું'નું પ્રેરક; બેસતું કરવું; લાગુ પાડવું (ઉદા. શ્લોકનો અર્થ ઘટાવવો) ઘટિકા સ્ત્રી. (સં.) ચોવીસ મિનિટ જેટલો વખત; ઘડી (૨) ઘડી માપવાનો વાડકો; ઘડિયાળ ઘટિકાયંત્ર સ્ત્રી. ઘડી માપવાનું યંત્ર; ઘડિયાળ ઘટિત વિ. (સં.) યોગ્ય; ઉચિત; વાજબી (૨) બનેલું; બનાવેલું ઘટિયા વિ. (હિં.) નિર્દેષ્ટ; હીન ઘટી સ્ત્રી. (સં.) ઘડી; ચોવીસ મિનિટ જેટલો સમય ઘટોત્કચ પું. (સં.) ભીમસેનનો હિડિંબાથી થયેલો પુત્ર ઘટ્ટ વિ. (પ્રા.) ઘાટું; ઘાડું (૨) મજબૂત ઘટ્ટતા સ્ત્રી. (-ત્વ) ન. ઘટ્ટ હોવાપણું ઘડઘડાટ પું. ઘડઘડ અવાજ; ઘેરો ગડગડાટ ઘડતર ન. (‘ઘડવું’ ઉપરથી) ઘડીને-ટીપીટીપીને કરેલી બનાવટ(૨)ઘડવું, રચવુંકેબનાવવુંતેકે તેની રીત (૩) થડામણ (૪) ઘડાઈને-કેળવાઈનેતૈયારથવુંતે; કેળવણી (૫) વિ. ઘડીને-ટીપીને થતું (સરખાવો ‘ભરતર') ઘડપણ ન. વૃદ્ધાવસ્થા; ઘરડાપણું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy