SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગિન્ના ગિન્નાવું અક્રિ. (‘ગિન્ની’ ઉપરથી) (પતંગનું) એક બાજુ નમતું-કતરાતું રહેવું (૨) રિસાવું; ગુસ્સે થવું ગિન્ની સ્ત્રી. (હિં.) ચક્કર ખાવું-ખવરાવવું તે ગિફટ સ્ત્રી. (ઇ.) ભેટ; ઉપહાર ગિમ્લેટ સ્ત્રી. (ઈં.) શારડી; ગિરમીટ ગિયર ન. (ઈં.) દંતચક્ર વડે કરાતી અમુક યાંત્રિક રચના કે યંત્રનો તે ભાગ જેથી તેની ગતિ નિયમનમાં લઈ શકાય ગિરજા સ્ત્રી. ગિરિજા; પાર્વતી ગિરજા,(ઘર) ન. (પો. ઇંગ્રિક્રિયા) ખ્રિસ્તી દેવળ; ‘ચર્ચ’ ગિરદી સ્ત્રી. (ફા.) ભીડ; ગરદી ગિર(૦ધર, ૦ધારી) પું. (સં. ગિરિ+ધર) શ્રીકૃષ્ણ ગિરનાર પું. (સં. ગિરિનગર, પ્રા. ગિરિનઅર) સૌરાષ્ટ્રનો જૂનાગઢ પાસેનો એક પર્વત ગિરનારી વિ. ગિરનારનું કે તેને લગતું ગિરફતાર વિ. (ફા. ગિરિશ્તાર) પકડાયેલું ગિરફતારી સ્ત્રી. કેદ પકડવું તે; બંધન [સારડી ગિરમીટ ન. (ઈં. ગિમ્લેટ) છેદ પાડવાનું એક ઓજાર; ગિરમીટ ન. (ઈં. એગ્રીમેન્ટ) ભારત બહાર સંસ્થાનોમાં મજૂરી માટે મજૂરો પાસે કરાવી લેવાતું કરારપત્ર ગિરમીટિયો છું. ગિરમીટ(કરાર)થી બંધાયેલો મજૂર ગિરવી સ્ત્રી. ગીરવી; ગીરો ગિરા સ્ત્રી. (સં.) વાણી (૨) ભાષા કે બોલી ગિરિ પું. (સં.) પર્વત; ડુંગર ગિરિકંદર(-રા) સ્ત્રી. (સં.) પર્વતની ગુફા ગિરિજા સ્ત્રી. (સં.) પાર્વતી ગિરિજા(પતિ) (સં.) (૦વર) પું. મહાદેવ ગિરિજાસુત પું. (સં.) ગણેશ; ગણપતિ ગિરિતનયા સ્ત્રી. પાર્વતી ૨૪૩ ગિરિધર પું. (સં.) ગિરિધારી પું. શ્રીકૃષ્ણ ગિરિરાજ પું. (સં.) પર્વતોનો રાજા-મોટો પર્વત (૨) હિમાલય (૩) ગોવર્ધન પર્વત ગિરિસ્રોત પું. પહાડી ઝરણું ગિરીશ પું. (સં.) મહાદેવ (૨) હિમાલય ગિરો પું. (ફા.) ગીરો; ગીરવી (૨) ગીરવવું તે; દેવા પેટે આડમાં કાંઈ મૂકવું તે ગિલતાન પું. મોભ વગેરેને ત્રિશૂલાકાર ટેકો મૂકવામાં આવે છે તે (૨) ફડેતાલ જડતાં માંડવીમાં પાટડી ઉપર મુકાતી બીજી બે ચીતરેલી પાટડીઓમાંની પહેલી ગિલા સ્ત્રી. ચાડીચૂગલી (૨) નિંદા ગિલાખોર વિ. ચાડિયું; ગિલા કરનારું ગિલિંડર વિ. ચાલાક; જબરું (૨) છેતરી જાય તેવું; ઠગ ગિલેટ પું. (ઇ. ગિલ્ટ) ધાતુ પર (સોના વગેરેનો) ઢોળ ચડાવવો-રસવું તે ગિલોટિ(-તિ)ન ન. મનુષ્યનો વધ કરવાની રીતે કે તે [ગીમ માટેનું યંત્ર કે ઓજાર યા વધસ્થળ (૨) ધારાસભા કે પાર્લામેન્ટમાં અમુક પ્રકારના બિલને ઝટ અને વગર વિરોધે તે પસાર કરવાની રીત કે પદ્ધતિ (૩) છાપખાનાનું કાગળ સરખા એકધારા કાપવા માટેનું યંત્ર ગિલ્લી સ્ત્રી. મોઈ (૨) ગડગૂમડ કે બીજા દરદને લીધે આવતો સોજો; વેળ (૩) ખિસકોલી ગિલ્લીદંડો પું. મોઈ ને દંડો કે તેની રમત ગિસ્ત સ્ત્રી. (ફા. ગિફ્ત) લૂંટારાઓને પકડવા જનારી ફોજ (૨) ચોકી-પહેરો Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિસ્ત વિ. નકામું; ફોગટ -ગી પ્રત્ય. એક ફારસી તદ્ભવ તન્દ્રિત પ્રત્યય. વિશેષણ પરથી ભાવવાચક નામ બનાવે છે. ઉદા. રવાનગી ગીગલાનું અ.ક્રિ. અકળાવું; ગભરાવું (૨) કિંગલાવું; ખુશ થવું ગીગલી સ્ત્રી. નાની છોકરી; કીકી ગીગી સ્ત્રી. નાની છોકરી; કીકી; ગીગલી ગીગો પું. નાનો છોકરો; કીકો; ગીગલો ગીચ વિ. પાસેપાસે સંકડાઈને આવી રહેલું; ઘાટું ગીચોગીચ ક્રિ.વિ. ખીચોખીચ; ભીડ-ગીરદી થાય તેમ (૨) વિ. ખૂબ ગીચ ચાલતું સાધન ગીઝર ન. (ઈં.) પાણી ગરમ કરવા માટેનું વીજળીથી ગીત ન. (સં.) ગાયન (૨) અવસર પર ગવાતું ગાણું ગીતકથા સ્ત્રી. (સં.) ગવાય એવે સ્વરૂપે રચેલી વાર્તા; ‘બૅલૅડ’ ગીતકાર પું. (સં.) ગીતની રચના કરનાર ગીતસંગ્રહ પું. (સં.) ગેય કાવ્યોનો સંગ્રહ ગીતા સ્ત્રી. (સં.) ‘ભગવદ્ગીતા’ (૨) કેટલાક ધાર્મિક પદ્યગ્રંથોને આપવામાં આવેલું નામ. ઉદા. ‘શિવગીતા' ગીતાકાર પું. (સં.) ગીતા રચનાર; શ્રીકૃષ્ણ ગીતાજયંતી સ્ત્રી. (સં.) ભગવદ્ગીતા કહેવાયાના દિવસનો ઉત્સવ; માગશર સુદ અગિયારસ ગીતામૃત ન. (સં.) ગીતા કે તેના ઉપદેશરૂપી અમૃત ગીતાર્થ પું. ગીત કે ગાનનો અર્થ ગીતાર્થ પું. (સં.) ગીતાનું રહસ્ય ગીતાહાર્દ ન. (સં.) ભગવદ્ગીતાનો રહસ્યાર્થ ગીતિ સ્ત્રી. (સં.) એક માત્રમેળ છંદ ગીદડું ન. ઘેટાનું બચ્ચું [ગરજાડું ગીધ ન. (સં. ગૃધ્ર, પ્રા. ગિદ્ધ) એક મોટું માંસાહારી પક્ષી; ગીની સ્ત્રી. (ઈં.) સોનાનો એક બ્રિટિશ સિક્કો (૨) પશ્ચિમ આફ્રિકાનો (કિનારાનો) એક દેશ ગીબત સ્ત્રી. (અ.) પીઠ પાછળ કરાતી નિંદા; બદબોઈ (૨) આળ; તહોમત ગીમ ન. (ઈં. ગેઈમ) ગંજીફાની રમતમાં થતી પૂરી હાર (૨) ગંજીફાનાં પત્તાંની એક રમત For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy