SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અજાયબર] અજાયબઘર ન. સંગ્રહસ્થાન; ‘મ્યુઝિયમ’ અજાયબી સ્ત્રી. નવાઈ; આશ્ચર્ય; વિસ્મય; અચંબો અજિત વિ. (સં.) નહિ જિતાયેલું (૨) ન જિતાય તેવું અજિતનાથ પું. (સં.) જૈનોના વર્તમાન ચૌવીસ તીર્થંકરોમાંના બીજા જડ તત્ત્વ અજુક્ત(-ગતું) વિ. (સં. અયુક્ત) અયોગ્ય; અઘટિત અજેય વિ. (સં.) જીતી ન શકાય તેવું અર્જુન વિ. જૈન ન હોય તેવું; જૈનેતર [લાકડી અજોખણી સ્ત્રી . કાંટા-ઝરડાં ખેંચવાની લોઢાની આંકડીવાળી અર્જીંગ પું. (સં. અયોગ) કમૂરત (૨) અણબનાવ અોગ વિ. અયોગ્ય (૨) અમંગળ અજિન ન. (સં.) કાળિયારનું ચામડું; મૃગચર્મ અજિહ્ન વિ. (સં.) જીભ વગરનું અજિંક્ય વિ. અજેય; અજિત [(૩) પું. મિત્ર; દોસ્ત અજીજ વિ. (અ. અઝિઝ) પ્યારું, વહાલું (૨) મહાન અજીઠવાડ કું., સ્ત્રી. એંઠવાડો; એઠવાડ અજીઠું વિ. (સં. ઉચ્છિષ્ટ - આજુષ્ટ, પ્રા. આજુટ્ઠ) એઠું અટકચાળો પું. અડપલું અજીબ(-બો)ગરીબ વિ. અજબ; અનોખું અજીરણન. અજીર્ણ; અપચો [(૩) ન. અજીરણ; અપચો અજીર્ણ વિ. (સં.) નહિ પચેલું-જીર્ણ (૨) જૂનું નહીં તેવું અજીવ વિ. (સં.) જીવ વગરનું; નિર્જીવ (૨) (જૈન મતે) અજોડ વિ. જેની જોડ ન હોય એવું; અદ્વિતીય અજોણાં ન.બ.વ. ન જોવાનું વ્રત (૨) શત્રુતા [(,૧) અજ્જુ ન. (સં. ઋજુ, પ્રા. ઉજ્જી) હ્રસ્વદીર્ઘ ‘ઇ’નું ચિહ્ન અજ્જીકા સ્ત્રી. (સં.) વેશ્યા અજ્ઞ વિ. (સં.) અજાણ (૨) મૂર્ખ અજ્ઞાત વિ. (સં.) જ્ઞાત નહિ તેવું; અજાણ્યું (૨) ગુપ્ત અજ્ઞાતનામ વિ. (સં.) જેનું નામ જાણવામાં નથી આવ્યું તેવું; ગુમનામ અજ્ઞાતવાસ પું. (સં.) છૂપા રહેવું તે; ગુપ્તવાસ અજ્ઞાન ન. (સં.) જ્ઞાનનો અભાવ (૨) અવિદ્યા; માયા (૩) વિ. જેને સાન કે સમજ નથી એવું (૪) અભણ (૫) અણસમજું અજ્ઞાનમૂલક વિ. (સં.) જેના મૂળમાં અજ્ઞાન છે તેવું અજ્ઞાની વિ. (સં.) જ્ઞાનના અભાવવાળું (૨) માયા (અવિદ્યા)માંબંધાયેલું (૩)સાન-સમજવિનાનું અજ્ઞેય વિ. (સં.) જાણી ન શકાય તેવું; અકળ; ગૂઢ અજ્ઞેયતા સ્ત્રી. (સં.) ગૂઢતા; અકળપણું અજ્ઞેયવાદ પું. (સં.) ઈશ્વર અથવા પરમ તત્ત્વને વિશે આપણને કાંઈ ખબર નથી (ન પડી શકે) તેવો મત અજ્ઞેયવાદી વિ. (સં.) અજ્ઞેયવાદમાં માનનારું કે તે વાદને લગતું અજનબી(-વી) વિ. પરદેશી (૨) અજાણ્યું; અપરિચિત Acharya Shri Kailassagarsuri Gyanmandir [અટપટું અઝાન સ્ત્રી. (અ.) બાંગનો પોકાર; અજાન અઝીઝ વિ. (ફા.) વહાલું; પ્રિય (૨) પું. સ્વજન; સંબંધી અટક સ્ત્રી. નડતર, અડચણ (૨) અવરોધ (૩) મુશ્કેલી (૪) શંકા; મનનો ખચકો (૫) સંકલ્પ; પ્રતિજ્ઞા (૬) અટકણ અટ(-ડ)ક સ્ત્રી. ગોત્ર, ધંધો કે વતન વગેરે બતાવતું ઉપનામ; નામ જોડે મૂકવામાં આવતો જ્ઞાતિસૂચક શબ્દ અટકઘડી સ્ત્રી. સમયના સૂક્ષ્મ ભાગ માપવા તાત્કાલિક બંધ કે ચાલુ કરી શકાય તેવું ઘડિયાળ; ‘સ્ટૉપવૉચ' અટકચાળું વિ. અડપલું કરનારું; તોફાની; ચાંદવું (૨) ન. તોફાન; છેડતી; અડપલું અટકડી સ્ત્રી. વાધણી; હેડકી; ઘચરકું અટ(-ડ)કણ વિ. એકદમ અટકી જનારું અટ(-2)કણ ન. ટેકો (૨) ઠેસ (૩) ચાંપ અટકણિયું વિ. અટકણ; અડિયલ (૨) ન. દેસ; ચાંપ અટકણું વિ. ચાલતાં ચાલતાં અટકી જવાની ટેવવાળું અટકમટક સ્ત્રી. નખરાં; ચાળા અટકવું અ.ક્રિ . ગંતિ કે પ્રવૃત્તિ બંધ પડવી; થોભવું; રોકાવું અટકવું અ.ક્રિ. આથડવું; ઘૂમવું અટકળ સ્ત્રી. (પ્રા. અટ્ટક્કલા) કલ્પના; અનુાન; ધારણા અટકળપચીશી(-સી) સ્ત્રી. અટકળ ઉપર મંડાયેલો ધંધો કે કામ અટકળબાજ વિ. કલ્પનાશક્તિવાળું [અટકાવ અટકામણ(-ણી) સ્ત્રી. હ૨કત; અડચણ (૨) રજોદર્શન; અટકાયત સ્ત્રી. અટકાવવું તે; રુકાવટ (૨) અટકમાં-કેદમાં પકડી રાખવું તે અટકાયતી વિ. અટકમાં કે નજરકેદમાં રાખેલું અટકાયતી સ્ત્રી. હરકત, (૨) નજરકેદ (૩) અવરોધ અટકાવ પું. અટકાવવું કે રોકવું તે (૨) અંતરાય; હરકત (૩) અડકાવ; રજોદર્શન અટકાવવું સ.ક્રિ. ‘અટકવું’નું પ્રેરક [રમત અટકીમટકી સ્ત્રી. છોકરીઓની એક રમત; સંતાકૂકડીની અટકુંલટકું ન. સહેજ આંટો; (જોડાજોડ) ફેરો (૨) ડોકિયું; છૂપી નજર અટકો પું. તાંબાનો હલકો સિક્કો; કાવડિયું અટકો પું. ઉદ્ધતાઈ; ઉશૃંખલતા અટકોમટકો પું. અચકામચકો; (સ્ત્રીઓનો) લહેકો; લટકો અટણ(-ન) ન. ભ્રમણ; પ્રવાસ (૨) રખડપાટ અટણી સ્ત્રી. ધનુષ્યને દોરી ચઢાવવા કરાતો કાપવાળો છેડાનો ભાગ (૨) વાંસની ચીપોનો પડદો; ટટ્ટી અટન સ્ત્રી. (સં.) જુઓં ‘અટણ’ અનિ(-ની) સ્ત્રી. (સં.) જુઓ ‘અટણી’ અટપટિયું વિ. અટપટું [(૨) અઘરું; કઠણ અટપટું વિ. ગૂંચવણ ભરેલું; આડુંઅવળું; આંટીઘૂંટીવાળું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy