SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અછિદ્રાળુ અછિદ્રાળુ વિ. છિદ્ર-છેદ વિનાનું અછીપ વિ. છીપે નહિ એવું; તૃપ્ત ન થાય તેવું અછૂત વિ. (હિં.) અડકવા જેવું નહિ તેવું; અસ્પૃશ્ય અછૂતોદ્વાર પું. અછૂત ગણાતી કોમની ઉન્નતિ કરવાનું કામ અછોડાવા ક્રિ.વિ. અછોડા (રાશ) જેટલે અંતરે-છેટે અછોડો પું. પારણે બાંધવાનું દોરડું; રાશ (૨) ગળામાં પહેરવાનો સોનારૂપાનો દોરો (૩) ખિસ્સાઘડિયાળની સાંકળ અછત જુઓ ‘અચ્છત’ અછ્યું જુઓ ‘અચ્છું’ અચ્છેર જુઓ ‘અચ્છેર’ અતિિરયું(-યો), અચ્છેરી(-રો) જુઓ ‘અચ્છેરિયું(યો), અચ્છેરી(–રો) અજ વિ. (સં.) નહિ જન્મેલું; અનાદિ (૨) પું. બકરો (૩) પરમાત્મા; બ્રહ્મા (૪) કામદેવ (૫) ચન્દ્ર (૬) રામના દાદાનું નામ અજગર પું. (સં.) (બકરું ગળી જાય તેવું) મોટા સાપ જેવું એ વર્ગનું પ્રાણી (૨) આળસુ માણસ અજગરવૃત્તિ સ્ત્રી. (સં.) દૈવ ઉપર આધાર રાખવાની વૃત્તિ; ભારે આળસ અજટિલ વિ. (સં.) જટિલ નહિ તેવુ; સહેલું અજડ વિ. (સં.) જડ નહીં એવું; સચેતન અજડ વિ. બુદ્ધિ વગરનું; મૂર્ખ [અજાણ્યે અજનબી(-વી) વિ. (અ) પરદેશી (૨) અપરિચિત; અજન્મા વિ. (સં.) જેને જન્મ નથી એવું (૨) પું. ઈશ્વર (૩) સ્ત્રી. માયા (૪) લક્ષ્મી [ચાલતો જાપ અજપાજ(-જા)પ પું. (સં.) પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે અજપાલ પું. (સં.) (-ળ) બકરાંઘેટાંઓનો ગોવાળ અજબ વિ. (અ.) નવાઈ ઊપજાવે એવું; અદ્ભુત; આશ્ચર્યકારક; નવાઈપ્રેરક અજમાનાં ફૂલ ન.બ.વ. અજમાના અર્કનાં પાસાદાર ફૂલ અજમાયશ સ્ત્રી. (ફા. આજમાઈશ) અજમાવી જોવું તે; પ્રયોગ; પરીક્ષા; ‘ટ્રાયલ' (૨) કામચલાઉ નિમણૂક અજમાયશી વિ. કામચલાઉ; હંગામી; પ્રાબેશનરી’ અજમાવવું સ.ક્રિ. વાપરી જોવું; તપાસી જોવું (૨) પ્રયોગ કરી જોવો અજમાશ સ્ત્રી. જુઓ ‘અજમાયશ’ [ઔષધિ અજમો પું. (સં. અજમોદ, પ્રા. અજમો૪) એક વનસ્પતિઅજય વિ. (સં.) જયરહિત (૨) ન જિતાય એવું; અજેય (૩) પું. હાર; પરાજય અજયા સ્ત્રી. (સં.) માયા (૨) ભાંગ (૩) હરડે [એવું અજર (વિ.) (સં.) ઘરડું ન થાય એવું (૨) પચી ન શકે અજર સ્ત્રી. (અ. જ) બહાનું (૨) આનાકાની; ઢીલ અજરખ સ્ત્રી. કાપડ પરનું કચ્છી છાપકામ વિનાનું ૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir |અજાયબ અજરામર વિ. (સં.) અજર અને અમર; જરા કે મરણ અજરો છું. (સં.) અજરક) અપચો, અજીર્ણ અજલ સ્ત્રી. (અ.) અંત (૨) મોત; મૃત્યુ (૩) કમોત અજલ વિ. (સં.) નિર્જલ, સૂકું અજલમંજિલ સ્ત્રી. (અ.) છેવટનું સ્વધામ (૨) કબર અજવાશ(સ) પું. અજવાળું; ઉજાસ; તેજ અજવાશિ(-સિ)યું ન. જાળિયું; અજવાળિયું અજવાળવું સ.ક્રિ. (સં. ઉજજ્વાલયતિ) ઘસીને ઊજળું કરવું; માંજવું(૨) અજવાળુંકરવું(૩)આબરૂ વધારવી; નામ કાઢવું (૪) બદનામી વહોરવી; બગાડવું અજવાળિયું ન. (સં. ઉજ્વલના પ્રેરક રૂપ ઉજજ્વાલય ઉપરથી) ચન્દ્રની વધતી જતી કળાવાળું પખવાડિયું; શુક્લપક્ષ (૨) અજવાળા માટે છાપરામાં કે ભીંતમાં મૂકેલું જાળિયું કે બાકું; અજવાશિયું અજવાળી વિ., સ્ત્રી. ચાંદરણાવાળી (રાત) [ઉજાસ અજવાળું ન. (સં. ઉજજવાલક, પ્રા. ઉજુઆલઉ) પ્રકાશ, અજળ વિ. પાણી વિનાનું; નપાણિયું અજંપ(-પો) પું. જંપ(શાંતિ)નો અભાવ; અશાંતિ અજા સ્ત્રી. (સં.) માયા; કુદરત (૨) બકરી અજાગલસ્તન પું., ન. (સં.) બકરાંને ગળે લટકતો આંચળ (૨) નિરર્થક વસ્તુ અજાગ્રત વિ. (સં. અજાગ્રત્) જાગ્રત નહિ એવું અજા(-યા)ચક, અજાચી વિ. જુઓ. ‘અયાચક’ અજા(-યા)ચક્રવ્રત ન. જુઓ ‘અયાચકવ્રત’ અજાડી સ્ત્રી. હાથી વગેરે પ્રાણીઓને ફસાવી પકડવા માટે બનાવેલી ખાઈ અથવા ખાડો (૨) બેહક બેઠેલા ઢોરને ઊભું રાખવા પગ તળે ખોદાતો ખાડો (૩) વેરાન કે પહોંચવામાં વસમી પડે એવી જગા અજાણ વિ. (સં. અજ્ઞાન) વાકેફ (માહિતગાર) નહિ તેવું (૨) સ્ત્રી. અજ્ઞાન; જ્ઞાનનો અભાવ અજાણતાં(-ણે,-ણ્ય) ક્રિ.વિ. અણસમજથી; ન જાણતાં અજાણ્યું વિ. જાણમાં નહિ તેવું; અજ્ઞાત અજાણે(-ણ્ય) ક્રિ.વિ. જુઓ ‘અજાણતાં' અજાત વિ. (સં.) નહિ જન્મેલું (૨) ગર્ભસ્થ અજાતવાદ પું. (સં.) જીવ નથી જન્મતો કે નથી મરતો એવો વાદ; માત્ર બ્રહ્મ જ સત્ય છે એવો મત [પું. યુધિષ્ઠિર અજાતશત્રુ વિ. (સં.) જેને કોઈ સાથે શત્રુતા નથી એવું (૨) અજાતિ(-તીય) વિ. નર કે માદા ન હોય એવું (૨) નરમાદાના સંયોગ વિના થનારું; ‘ઍસેક્સુઅલ’ અજાન સ્ત્રી. જુઓ ‘અઝાન’ અજાનબાહુ વિ. આજાનબાહુ; સાથળ (અર્થાત્ ઢીંચણ) સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું અજાબી સ્ત્રી. (અ. ‘હિજાબૂ’ઢાંકવું ઉપરથી)બુરખો; ઘૂમટો અજાયબ વિ. (અ. અજાઇબ) અજબ જેવું; નવાઈકારક For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy