SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અખંડતા અખંડતા સ્ત્રી. (સં.) અખંડપણું; અખંડિતતા સ્ત્રી અખંડયૌવના સ્ત્રી, (સં.) હંમેશાં યુવાવસ્થામાં રહેનારી અખંડ સૌભાગ્ય ન. (સં.) સવાપણું (સૌભાગ્ય) અખંડ રહેવું તે; સ્ત્રીના મરણ સુધી પતિ જીવતો હોય તેવું તેનું સૌભાગ્ય અખંડસૌભાગ્યવતી સ્ત્રી. અખંડ સૌભાગ્યવાળી (૨) સોહાગણના નામ આગળ મૂકવામાં આવતું વિશેષણ; તેનું અ.સૌ. ટૂંકું રૂપ અખંડસાવિણી વિ., સ્ત્રી, (સં.) સતત વહ્યા કરતી(નદી) અખંડાનંદ પું. (સં.) સતત એકસરખો આનંદ હોવો તે અખંડિતવિ. (સં.) તૂટેલું (ખંડિત) નહિતેવું(૨) કિનારીમાં ખાંચાખાંચા ન હોય એવું પાંદડું); “એન્ટાયર' અખંડિતતા સ્ત્રી. (સં.) અખંડપણું અખતર ના મેલ; ગંદકી (૨) ભૂતપ્રેત; વળગાડ (૩) વિ. ભૂતપ્રેતના વળગાડવાળું, અખાજ વિ. (સં. અખાદ્ય, પ્રા. અખ૪) ન ખવાય એવું કે ન ખાવા જેવું (૨) ન. નિષિદ્ધ ખોરાક માંસમાટી અખાડ કું. અષાઢ માસ [ધરાવનારું; કુસ્તી કરનારું અખાડાબાજ વિ. મલ્લવિદ્યા જાણનારું, મલ્લવિદ્યાનું જ્ઞાન | અખાડિયો, અખાડી . અખાડામાં કુસ્તીકરનાર; કસરતબાજ અખાડી વિ. સ્ત્રી, અષાઢ માસની; અષાઢી અખાડો પું. (સં. અક્ષવાટ, પ્રા. અખાડય) કુસ્તી કે કસરત કરવાની જગા (૨) બાવાઓનો મઠ (૩) વ્યસનીઓને એકઠા થવાની જગા; અડો અખાત વિ. (સં.) નહિ ખોદેલું (૨) પં., ન. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો; ભૂશિર (૩) કુદરતી તળાવ કે સરોવર વૈિશાખ સુદ ત્રીજ; અક્ષયતૃતીયા અખાત્રીજ સ્ત્રી. (સં. અક્ષયતૃતીયા, પ્રા. અફખયતઇયા) અખાદિત વિ. (સં.) ન ખાધેલું અખાધ વિ. (સં.) ખાધ-ખાવા યોગ્ય નહિ એવું; અખાજ અખિયાણું ન. (સં. અક્ષતદાન, પ્રા. અખિયાણ) અક્ષણું; શુભ કાર્યની શરૂઆતમાં (ગોર તેમજ વવાયાંને) અપાતી બક્ષિસ અખિયાતું વિ. (સં. અક્ષત, પ્રા. અખય) જરા પણ ક્ષતિ ઈજા પામ્યા વિનાનું; અખંડ; સહીસલામત (૨) તંદુરસ્ત (૩) કાયમના ભોગવટાનું (૪) પોતાની એકલાની માલિકીનું, સુવાંગ અખિલ વિ. (સં.) આખું; પૂરેપૂર, સમસ્ત અખિલ ભારતીય વિ. (સં.) સમગ્ર ભારત દેશને લગતું અખિલાઈ સ્ત્રી, અખિલતા; અખંડતા; આખાપણું અખિલેશ . (-શ્વર) (સં.) ઈશ્વર; પરમેશ્વર અખૂટ વિ. ખૂટે નહિ એવું; અપાર અખે વિ. (સં. અક્ષય) અક્ષય; અવિનાશી અખેડો ૫. જુઓ અખાડો’ | | અગમનિગમ અખધામન. અક્ષયધામ, વૈકુંઠલોક [વાસણ, અક્ષયપાત્ર અખેપાત્ર-તર)ન. જેમાંથી વસ્તુ લેવા છતાં ખૂટેજનહિ એવું અખેવન ન કદી ન સુકાય તેવું વન અિખરોટ અખોર(-ડ) ન. (સં. અક્ષોટ, પ્રા. અખોડ) એક એવો; અખોવનવિ. સં. અક્ષતવર્ણ, પ્રા.અખિયવન) આખું(૨) સ્ત્રી, એકે સંતાન ન કર્યું હોય એવી સૌભાગ્યવતી સ્ત્રી અખંડ વિ. જુઓ “અખડ’ અખ્યાત વિ. (સં.) અપ્રસિદ્ધ; ન જાણીતું [(૪) રાક્ષસ અગ વિ. (સં.) ન જઈ શકે એવું (૨) ૫. ઝાડ (૩) પહાડ અગજ વિ. (સં.) પહાડમાં જન્મેલું; પહાડી અગડ પં. સાઠમારીનું મેદાન; અખાડો અગડ ક્રિ.વિ. (રવ.) નગારાનો અવાજ થાય એ રીતે અગડ સ્ત્રી. બાધા; આખડી (૨) સોગંદ અગડબંબ વિ. ઘણું જાડું; ગોળમટોળ (૨) પં. બંબ ભોલાનાથ કહેતો હોય એવો અવધૂત બાવો[બોલી અગડબગડ વિ. ખરુંખોટું (૨) ન ખરીખોટી-અસ્પષ્ટ અગણત-ણિત) વિ. (સં.) અસંખ્ય અગણોતેર, અગણો(-)સિત્તેર વિ. સાઠ અને નવ (૨) પં. અધ્યોસિત્તેરનો આંકડો કે સંખ્યા; “૬૯ અગસ્થ વિ. (સં.) ગણી ન શકે. એવું (૨) ધ્યાનમાં ન લેવા જેવું અગણ્યાએંશી(-સી) વિ. સિત્તેર વત્તા નવ (૨) પં. અગણ્યાએંશીનો આંકડો કે સંખ્યા, ‘૭૯) અગતિ સ્ત્રી, (સં.) નરકમાં પડવું તે; અવગતિ (૨) અમુક વિષયમાં પ્રવેશ નહિ તે (૩) વિ. ગતિવિનાનુંસ્થિર અગતિક વિ. (સં.) સુસ્ત; અક્રિય (૨) અવગતિ પામેલું (૩) નિરાધાર અગતિયો વિ. (૨) પું. અવગતિ પામેલો (જીવ) અગતિયો છું. એક લીલું ચળકતું ઊડતું જીવડું; ભીંગાર અગત્ય સ્ત્રી, ન. (સં. અગતિ) જરૂર (૨) મહત્ત્વ અગથિયો . (સં. અગસ્તિ, પ્રા. અગન્ધિય) એક ઝાડ; સેગરો અગદ ન. (સં.) ઔષધ; દવા લખાણ; “બ્લેકવર્સ અગદ્યાપદ્ય ન. (સં.) ન ગદ્ય ન પદ્ય ગણાય એવું મિશ્ર અગન સ્ત્રી. (સં. અગ્નિ) અગ્નિ (૨) બળતરા; લાહ્ય; ઝાળ અગનગાડી સ્ત્રી. આગગાડી; “રેલવે’, ‘ટ્રેન” અગનઝાળ સ્ત્રી. અગ્નિની ઝાળ-આંચ અગમ વિ. (સં.) અગમ્ય, ઈન્દ્રિયાતીત (૨) ભવિષ્યનું અગમ પં. (સં. આગમ) વેદથી માંડીને ધર્મશાસ્ત્રોનો ઊતરી આવેલો સમૂહ અગમ વિ. પહેલું; આરંભનું (સમાસમાં) પૂર્વપદ તરીકે આવતો શબ્દ. ઉદા. અગમચેતી અગમચેતી સ્ત્રી. અગાઉથી ચેતવું તે; દૂરંદેશી અગમનિગમ પં.બ.વ. વેદ (આગમ) અને શાસ્ત્ર For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy