SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કળ] કળ સ્ત્રી. (સં. કુલ) પેટી વગેરેને જડેલું યંત્ર; જેમાં કૂંચી ફેરવવાથી તે વસાય-ઉઘાડાય છે. (૨) યંત્રની ચાવી; ચાંપ (૩) યુક્તિ; કરામત (૪) અટકળ કળ પું. (દે. પ્રા. કલ) કાદવ; કીચડ કળ સ્ત્રી. (સં. કલુ) અટકળ; અનુમાન કળકળ સ્ત્રી. (સં. કલ્ ઉપરથી) કકળાટ (૨) ટિટિયારો; માથાઝીંક (૩) પંખીનો કલ૨વ ૧૬૧ કળકળવું અક્રિ. કકળવું; કકળાટ કરવો; ટિટિયા૨ો ક૨વો (૨) દુ:ખની વેદના વ્યક્ત કરવી; રડવું કળકળાટ પું. જુઓ ‘કકળાટ’ [સમય કળકળાટિયું વિ. જુઓ ‘કકળાટિયું’ કળકળાણ ન. જુઓ ‘કકળાટ’ કળજ(-જુ)ગ પું. ચાર યુગમાંનો છેલ્લો યુગ; અધર્મનો કળણ ન. જેમાં પગ મૂકતાં કળી જવાય એવી જગ્યા-જમીન કળણ ન. કળતર કળશ ન. જ્ઞાન; સમજ કળણ ન. (સં. કલન) કળવું-જાણવું તે કળતર ન. કળી જવાય એવી જમીન કળતર ન. શરીરની અંદર થતી પીડા-કળ–વેદના કળતર ન. ગણતરી; અટકળ; અંદાજ (પાકનો) કળતર ન. પાણીના કોસનાં વરત વગેરે સાધન કળતરુ ન. પાકનો અંદાજ કરનાર [રાહત કળતાણું ન. પાકનો અડસટ્ટો કાઢી આપવાનું મહેનતાણું; કળત્ર ન. પત્ની; કલત્ર કળથિયું વિ. કળથીને લગતું (૨) કળથીના રંગનું [ધાન્ય કળથી સ્ત્રી. (સં. કુલત્થ, પ્રા. કુલત્થા) એક જાતનું હલકું કળથીવાયું વિ. જેમાં કળથી વાવેલી છે તેવું (ખેતર) કળપટ પું., ન. (સં. કલા + પટ્ટ ઉપરથી) ટાઇપરાઇટર, ટેલિપ્રિન્ટર વગેરેના અક્ષરોની ગોઠવણીનો ખ્યાલ આપતું પાટિયું; ‘કીબોર્ડ કળપવું સ.ક્રિ. (સં. કલ્પ) મૂએલાને નામે સંકલ્પ કરી દાન આપવું (૨) ખપવું; ઉપયોગમાં આવવું કળપવું અ.ક્રિ. કલપવું; ઝૂરવું; રડવું; કલ્પાંત કરવું (૨) સંકલ્પ કરવો (૩) ખેતરમાં રાંપડી ફેરવવી કળપી સ્ત્રી. કરપી; રાંપડી કળબ સ્ત્રી. મોટી રાંપડી; કળપી કળબવું સ.ક્રિ. રાંપડી દેવી-ફેરવવી (ખેતરમાં) કળવ(-વિ)કળ સ્ત્રી. યુક્તિ; તદબીર (૨) ચેન; નિરાંત (૩) સૂઝ; સમજ (૪) યુક્તાયુક્ત વિચાર કળવી સ્ત્રી. જમીનનાં ઢેફાં ભાંગવાનું ઓજાર; કળપવ કળવું સ.ક્રિ. (સં. કલયતિ, પ્રા. કલઇ) સમજવું (૨) કલ્પવું; અટકળ કરવી (૩) હિસાબ કે અંદાજ કાઢવો કળવું અ.ક્રિ. દુખવું; કળતર થવું [ખૂંપી જવું કળવું અ.ક્રિ. (દે.પ્રા. કલ = કાદવ) કાદવમાં ઊતરી કે Acharya Shri Kailassagarsuri Gyanmandir કળવું ન. હિંદુઓમાં મૃત્યુ પછીની એક ક્રિયા કળશ પું. જુઓ ‘કલશ’ [કંઈક કળશ(-સ)લી સ્ત્રી. લોટી; કસલી; ટબૂડી કળશિયો પું. (સં. કલશ) લોટો (૨) ઝાડો (રોગ); દસ્ત કળશીસ્ત્રી. સોળ (કાચા) મણનું માપ (૨) વિ. બહોળું; મોટું કળશો પું. (સં. કલશ) લોટો; કળશિયો કળળવું ક્રિ. અવાજ કરવો; મોટેથી બૂમ પાડવી કળા સ્ત્રી. જુઓ ‘કલા’ કળાઈ સ્ત્રી. જુઓ ‘કલાઈ’ કળાકાર પું. જુઓ ‘કલાકાર’ કળાકૌશલ્ય ન. જુઓ ‘કલાકૌશલ્ય’ કળાણ ન. કળણ-કાદવવાળી જમીન; કળશ કળાધર પું. જુઓ ‘કલાધર’ કળાપો યું. કળપવું તે; રડારોળ (૨) કઢાપો કળાભવન ન. જુઓ ‘કલાભવન’ કળાયલ વિ. કળા કરેલી હોય એવો (મોર) કળાવ(-વં)તી સ્ત્રી. જુઓ ‘કલાવતી’ કળાવતંસ પું. કળાનું ભૂષણ; કળાઓમાં શ્રેષ્ઠ કળાવાન પું. જુઓ ‘કલાવાન’ કળાવિધાન ન. જુઓ ‘કલાવિધાન’ કળાવિધાયક હું. જુઓ ‘કલાવિધાયક’ કળાવું અ.ક્ર. સમજાવું (૨) પરખાવું; દેખાવું; પ્રતીત થવું કળિ(કાળ, યુગ) પું. જુઓ ‘કલિ (કાળ, યુગ) કળી સ્ત્રી. (સં. કલિકા, પ્રા. કલિઆ) અણખીલ્યું ફૂલ; કલિકા (૨) છૂટો મોતીચૂર (૩) અંગરખાનેકે પહેરણની અમુક ઢબને સીવતાં બગલ આગળ કરાતું સીવણ કળીચૂનો પું. વિશુદ્ધ કરેલો ચૂનો કબૂઠું(-હું) વિ. (‘કળવું’ પરથી) માટી-કાદવવાળું કળેક(-q)ળે ક્રિ.વિ. (કળ + વળ) યુક્તિ પ્રયુક્તિથી; સમજાવટથી; કલાવી-પટાવીને કળેળવું અક્રિ. કળકળવું; કકળાટ કરવો; ભારે ક્રાં ક્રાં કરવું (કાગડાનું) (૨) વિલાપ કરવો કળેળી સ્ત્રી. કરેળી; કળેળવું તે; કલ્પાંત; છાતીફાટ રુદન કળો પું. લહ; રડવાનો લાંબો સાદ કળોટી(-ઠી) સ્ત્રી. એક જાતની સફેદ રેતી (૨) સાથિયા પૂરવાની ભૂકી (આરસ વગેરે પથ્થરની) કંઈ ક્રિ.વિ. કશું. વાક્યમાં પ્રશ્નાર્થવાચક અને નકારસૂચક ઉપયોગ. જેમ કે ‘કંઈ મારાથી મંગાય ?’ કંઈ ક્રિ.વિ. ક્યાં; કહીં કંઈ વિ. (૨) સ. (અનિશ્ચિતાર્થક, પ્રશ્નાર્થક તથા For Private and Personal Use Only નકારાર્થકમાં મુખ્યત્વે વપરાય છે.) કાંઈ; અમુક; કશું કંઈ વિ. (૨) સ. (સં. કતિ, પ્રા. કઇ) અનેક (જેમ કે, તમારા જેવા તો કંઈક જોઈ નાખ્યા !) કંઈક ક્રિ.વિ. ક્યાંક; કહીં
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy