SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાહનાર; ચાહવાનો; ચાહેલો, ચાહેલી, ચાહેલું; ચાહ, ચાહજે, ચાહવું. ચહવડા(રા)વવું; ચાહવાવું, ચહવાય એ રૂપો શક્ય અને વ્યાકરણદૃષ્ટિએ પ્રામાણિક લાગે છે, પણ આવા પ્રયોગો પ્રચલિત નથી. સાહ : “ચાહ' પ્રમાણે કરવાં, પણ નીચેનાં રૂપો દર્શાવ્યા પ્રમાણે કરવાં : સવડા(-રા)વવું; સવાવું; સવાય મોહ : મોહું છું; મોહિયે છિયે; મોહે છે; મોહો છો; મોહ્યો, મોહ્યા, મોહી, મોહ્યું, મોહ્યાં; મોહીશ, મોહીશું; મોહશે; મોહશો; મોહત; મોહતો, મોહતી; મોહતું; મોહનાર; મોહવાનો, મોહેલો, મોહલી, મોહેલું; મોહ; મોહજે; મોહવું; મોહડા(-રા)વવું; મોહાવું; મોહાય લોહ : લોહું છું; લોહિયે છિયે; લુહે છે; લુહો છો; લોહ્યો, લોહ્યા, લોહી, લોહ્યું, લોહ્યાં; લોહીશ; લોહીશું; લોહશે; લોહશો; લોહત; લોહતો, લોહતી, લોહતું; લોહનાર, લોહવાનો અથવા લોવાનો; લોહેલો, લોહેલી, લાયેલું; લોહ; લોહજે; લોહવું; લોવડા(-રા)વવું; લોવાય; લોવણિયું દોહ : દોહું છું; દોહિયે છિએ; દુહે છે; દુહો છો; દોહ્યો, દોહી, દોહ્યું, દોહ્યાં; દોહીશ; દોહીશું; દોહશે; દોહશો; દુહત અથવા દોહત; દોહતો, દોહતી, દોહતું; દોહનાર; દોહવાનો અથવા દોવાનો; દોહેલો, દોહેલી, દોહેલું; દોહ; દોહજે દોવડા (રા)વવું; દોવાવું, દોવણ, દોણી. કોહ : સામાન્યત: “મોહ” પ્રમાણે. પરંતુ નીચેનાં રૂપો દર્શાવ્યા પ્રમાણે કરવાં : કોવડા(રા)વવું; કોવાવું; કોવાય; કોહપણ; કોહવાણ; દોહવાટ સોહ : “મોહ પ્રમાણે (૧૦) ૧૨. કેટલાક ‘ઢીને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે. જેમ કે, કહાડવું, વહાડવું. તેમ ન લખતાં કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું એમ લખવું. પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું. ચડવું, ચઢવું બંને માન્ય ગણવાં. (૧૧) (ખ) યશ્રુતિ ૧૩. કેટલાક શબ્દોના ઉચ્ચારણમાં, ગુજરાતના કેટલાક ભાગમાં, યશ્રુતિ થાય છે. ઉદા. જાત્ય, આંખ્ય, લાવ્ય, લ્યો, ઘો વગેરે; પણ એ લખવામાં દર્શાવવાની જરૂર નથી. ઉદા. જાત, આંખ, લાવ, લો, દો એમ જ લખવું. (૧૨). ૧૪. કેટલાક શબ્દોમાં (ઉદા. પારણું, બારણું, શેરડી, દોરડું, ખાંડણી, દળણું, ચાળણી, શેલડી) ૨, ૬, ળ, લને બદલે ય ઉચ્ચાર થાય છે, ત્યાં મૂળ રૂપ જ લખવું. (૧૪). (ગ) ઇ અને ઉ (હૃસ્વ અને દીર્ઘ) ૧૫. શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતો હોય તો તે ઈને હ્રસ્વ કરી સ્વરની પહેલાં ય ઉમેરીને લખવું. ઉદા. દરિયો, કડિયો, રેંટિયો, ફડિયો, ધોતિયું, માળિયું, કાઠિયાવાડ, પિયર, પિયળ, શિયળ, મહિયર, દિયર, સહિયર, પિયુ, પિયો; ||૧૨|| For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy