SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८ મુસલમાન સમય નામની જ રહી. એ વર્ષના શાબાન માસની તા. ૨ જી ને સોમવારે બાદશાહી સ્વારી ખંભાતમાં આવી. અકબરશાહે અહીં સમુદ્ર પહેલવહેલો જોયો અને વહાણમાં બેસી રહેલ કરી. ખંભાતના મુખ્ય લકે અને વેપારીઓએ બાદશાહને સામા જઈવધાવી ઘણું માન આપ્યું. બાદશાહે મુલકની વ્યવસ્થા અને ખંભાત શહેરનો વહીવટ ખજાનચી હસનખાનને સેપી વડોદરા તરફ કૂચ કરી. ૧ અકબરશાહે ખંભાતમાં એક પરું પિતાને નામે વસાવ્યું અને બીજા પરાનું નામ સિકંદર અગર સકકરપુરા રાખ્યું. ખંભાત મીરઝાના હાથમાં અને બાદશાહી લશ્કરને ઘેરે બાદશાહના ગયા પછી મીરઝાંઓએ ફરી બળવો ઉઠાવ્યો. એ વખતે ગુજરાતનો સુબો ખાને આઝમ મિરઝા અઝીઝ કોકલતાશ હતો. ગૂજરાતનો સુલતાન મુઝફફરશાહ પણ બાદશાહી અમલદારો સાથે બાથ ભીડી રહ્યો હતો.૪૩ એટલે ઘણું ગૂજરાતી અમીર અને મીરઝાંઓ મુઝફફરની સાથે રહી મોગલોની સામા થયા હતા. આ અરસામાં મુહમ્મદહુસેન મીરઝાએ ભરૂચ આવી ત્યાંથી ખંભાત આવીને એ શહેર લઈ લીધું. એ વખતે એની પાસે ફક્ત ત્રણસો સવાર હતા. મીરઝાં અઝીઝ કોકાએ કુતુબુદ્દીન મુહમ્મદખાન અને સૈયદ હામીદને તેની સામે મોકલ્યા. સયદ હામીદની સાથે મિરાતે સિકંદરીને લેખક સિકંદર પણ સિયદની ખિદમતમાં હાજર હતા. માળવાનો પ્રસિદ્ધ અમીર બાઝબહાદુર પણ હતું. કુતુબુદ્દીન મુહમ્મદે ભરૂચ તરફના દરવાજામાંથી ખંભાત પિસવાનું હતું. ઔરંગખાન, બાઝબહાદુર વગેરેએ અમદાવાદી દરવાજામાંથી પિસવાનું હતું. સૈયદ હામીદ દરિયા તરફના પુરજાના દરવાજામાંથી પસવાના હતા. અંદર મીરઝાં પણ દરેક દરવાજે માણસો ગોઠવીને ફુરજાને દરવાજે પોતે જાતે રહ્યો હતે. મીરઝાં દરવાજામાંથી બહાર નીકળી સૈયદ સાથે લઢ, પણ પાછો હ. આમ એ ત્રણ વખત શહેરમાંથી નીકળીને લઢયો. આમ સહવારથી સાંજ સુધી લઢાઈ ચાલી અને કાંઈ પરિણામ આવ્યું નહિ. રાત્રે ખંભાતના કેટની બહાર લશ્કર પડયું હતું, એવામાં મીરઝાં ઉતાવળી કૂચે બહાર આવી ઈન્ડીઆર ઉલ મુક જે ઈડરથી આવ્યો હતો તેને મળી ગયા અને અમદાવાદ બાજુ ચાલ્યો ગયો. ખાને આઝમ મીરઝાં કેકાએ આ સમાચાર બાદશાહને મોકલતાં બાદશાહ નવ દિવસમાં આગ્રાથી અમદાવાદ આવ્યા અને લઢાઈ થઈ, તેમાં બળવારેને ૪૧ મિરાતે અહમદી, સૈયદ નિઝામુદ્દીન ચિશ્તી સાહેબનું ભાષાંતર, ભા ૧ પૃ. ૧૦૫-૧૦૬. મનસુખબુત્તવારીખ બની II 145146 લખે છે કે ઇબ્રાહિમહુસેન અને મુહમ્મદહુસેન મીરઝાંની પાછળ ભરૂચ જતાં બાદશાહ અમદાવાદથી તા૨ જીએ નીકળી તા ૬ હીએ ખંભાત પહોંચે છે. 82 Bom. Gaz. VI 218 ૪૩ મિરાતે સિકંદરી લખે છે કે ચંગીઝખાનને બધે મુલક ઈબ્રાહિમહુસેન અને મહમદહુસેન મીરઝાના હાથમાં આ હતો. જ્યારે બદૌની મનસુખબુત્તવારીખમાં લખે છે કે અકબરશાહના તાબામાં એ મુલક એક વખત આવ્યા પછી મીરઝાંએાએ બળવો કરી લઈ લીધો. જુઓ સિકંદરી પૃ. ૪૪૧; મનસુખેમુત્તવારીખ || P. 167. મિરાતે અહમદી પૃ. ૧૧પમાં લખે છે કે અકબરે નીમેલા હુસેનખાનની અલપ બુદ્ધિને લીધે ખંભાત મુહમ્મદહુસેન મીરઝાએ લઈ લીધું. આ જોતાં બૌનીને મત ખરે લાગે છે. સિકંદરીનો કર્તા અને એનો બાપ આ બધા બનાવોનજરે જોનાર હતા છતાં, સિકંદરીમાં આવી અક્કસતા ઘણી છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy